________________
૧૦
|
| દુહો છે
નિંદા હમારી જે કરે, મિત્ર અમારા સેય છે બીન સાબુ બીન પાની, મેલ અમારા બેય
(૬)વ્યાવહારિક વાતચીત કરવી કે સજ્જન પુરૂષના સમુદાયમાં બોલવાના પ્રસંગે બધાની આગળ હિતકારી–સાંભળનારને હાલા લાગે તેવા, અને ખપ પૂરતા વચન બોલવા. (૭) આત્મા તત્વની વિચારણું કરવી એટલે (૧) હું કેણ છું? (૨) પાછલા ભવમાં કંઈ પુણ્યાઈ કરી હશે, એટલે પુણ્ય કર્મની મુંડી એકઠી કરી હશે, ત્યારે હું આવી ઉત્તમ સ્થિતિને પામ્યો છું. (૩) આવતા ભવમાં સુખી થવાને માટે હવે કંઈ ધર્મારાધન કરી નવી પુણ્યની મુંડી પેદા કરું. કારણ કે જૂની મુંડી તો ખાલી થવાની તૈયારીમાં છે. (૪) આત્મા, એ શું ચીજ છે (૫) તેને માનવામાં ક્યા ક્યા પ્રમાણે છે. (૬) તેની સ્થિતિ હાલ કેવી છે? (૭) એને કર્મ લાગવાનું શું કારણ? (૮) અને આત્માને કર્મથી અલગ કરવાને માટે
ક્યા ક્યા સાધનાની સેવા કરવી જોઈએ? (૯) સંસારમાં ટકાવનારા ચાર કષાને જીતવાને માટે હે જીવ! તું પ્રયત્ન કરે છે કે નહિ. ? (૧૦) સમતા ગુણને વધારવાને માટે ઉત્તમ સાધનોની સેવા કરે છે કે નહિ. શ્રી શ્રાવક ધર્મ જાગરિકામાં જણાવ્યા મુજબ દ્રવ્યાદિની વિચારણા કરવી. આ સાત વાનાં મને ભાભવ મળજે. આવી ઉત્તમ ભાવનામાં મંત્રિ વસ્તુપાલ સમાધિમરણ સાધીને દેવતાઈ સુખ પામ્યા.
પૂરેપૂરા ઉમંગથી શ્રી જિનશાસનની આરાધના કરતાં સર્વોત્તમ મોક્ષની કે મહદ્ધિક દેવતાઈ સાહિબી પામીએ,