________________
મુનિપણમાં આગમનું ભણવું અને સાંભળવું, તથા શ્રાવકપણમાં અધ્યયન વિનાના શ્રવણ (સાંભળવું) વિગેરે. (૨) દેવાધિદેવ પ્રભુ શ્રી તીર્થકરાદિ ઈષ્ટ દેવના ચરણ કમલને નિમલ ભાવથી દરરોજ નમસ્કાર કરવો. આમાં પ્રભુ પૂજાદિને પણ સમાવેશ થાય છે. એટલે નમસ્કાર પદથી પ્રભુ પૂજા વિગેરે પણ લઈ શકાય. (૩) જે કાર્ય કરવાથી પાપકર્મને બંધ થાય, તેવા હિંસાદિ અધર્મના કાર્યને પ્રાણાંત કષ્ટમાં પણ જેઓ નજ કરે, તે આર્ય પુરૂષ કહેવાય. તેમની સાથે સેબત (પરીચય). (૪) સદાચારી મહા પુરૂષના ઉત્તમ શીલદાન તપશ્ચર્યા સંયમ વિગેરે ગુણ સમુદાયનું નિરંતર ગુણગાન કરવું, તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરીને પિતાના જીવનને નિર્મલ બનાવીને માનવ ભવ સફલ કરે. (૫) બીજા માણસની નિંદા કરવાના પ્રસંગે મૌન રહેવું. કારણ કે એમાં કંઈ પણ લાભ નથી. આવા અવસરે એમ વિચારવું કે –
છે દુહો છે બુરા જગમેં કે નહી, બુરા અપના ખેલ છે ખેલ અપના સુધાર લે તે, ગલીએ ગલીએ સહેલ.૧
અથવા બીજો અર્થ એમ પણ થઈ શકે છે કે સામે માણસ આપણી નિંદા કરતો હોય, ત્યારે મૌન રહેવું, ને તેવા ટાણે એમ વિચારવું કે
૧-આ વાતને અંગે શ્રી શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની “વિसंचियपावपणासणीइ, भवसयसहस्समहणीए ॥ चउवीसનિવ7િથ૬, વોરંતુ જે વિદ્યા છે ? . આ ગાથા યાદ રાખવા જેવી છે.