________________
માચીને મેં ઘણાં પાપકર્મો ક્યો, તેથી હવે મારું શું થશે ? દુર્ગતિમાં જવું પડશે અને તેના આકરા દુઃખે કઈ રીતે ભેગવાશે? આમ ખેદ કરે તે પણ દુર્ગતિનું આયુષ્ય બાંધેલું હોવાથી મરીને તેઓને દુર્ગતિમાં જવું જ પડે છે અને આકરા ભયંકર દુઃખે રીબાઈ રીબાઈને ભગવ્યા વિના તેમને છૂટકારે થતો નથી. પરંતુ જેઓ શ્રી જિનશાસનની આનંદથી આરાધના કરે, તેમને મરણનો ભય તલ ભાર પણ હોતો નથી. કારણકે જેવી રીતે એક માણસને લાખ રૂપિયાની કમતને બંગલો છેડીને તેથી પણ બહુ સારા દશ કરોડ રૂપિયાની કીંમતના બંગલામાં જવાનું હોય, તો તેને આનંદ થાય, તેવી રીતે ધર્મિષ્ટ ભવ્ય જી જે ચાલુ સારી સ્થિતિ હોય, તેના કરતાં બહુજ સારી સ્થિતિને એટલે ઉત્તમ દેવાદિ ગતિના સુખને પામે છે.
મંત્રી ભાવગને નાશ કરનારા સાધનોની માગણે આ પ્રમાણે કરે છે–
गुरुभिषग्युगादीश-प्रणिधानं रसायणं ॥ सर्वभूतदया पथ्यं-संतु मे भवरुग्भिदे ॥ ४ ॥
સ્પષ્ટાથે...હે પ્રભે! માંખી જેમ બળખામાં ચૂંટે, તેમ સંસારના મેહક અશુચિ પદાર્થોના મેહ રૂપી કાદવમાં જ તાવ ક્ષય ભગંદર વિગેરે દ્રવ્યરેગને દૂર કરવાને માટે જેવી પ્રવૃત્તિ કરે છે, તેમ કરવા હું ચાહત નથી, પણ મારી તે તીવ્ર ઉત્કંઠા એજ છે કે પ્રબલ પુણ્યોદયે દશ દષ્ટાતે કરીને દુર્લભ એવા મનુષ્યભવને પામીને હું કઈ પણ ઉપાયે દેવ
૧–સ્વર્ગને કે મોક્ષને.