Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્કયણાણિ
૨૫. વિષ-તુલ્ય (વિસમસ્ત્રી)િ
‘વિસમસ્ત્રી’િ—આ વિશેષણ છે. વૃત્તિકારે વિશેષ્યને ગમ્ય માનેલ છે. આનો અર્થ છે—તે લતા વિષતુલ્ય ફળો ઉત્પન્ન કરે છે.
૨૬. જળમાં ઉત્તમ જળ (વારિ ખત્તુત્તમ)
પ્રસ્તુત ચરણમાં ‘વરિ’ અને ‘નત’—બંને શબ્દોનો પ્રયોગ છે. ‘નત્યુત્તમં’ એ વારિનું વિશેષણ છે. તેનો અર્થ છે– જળમાં ઉત્તમ જળ.૨
૨૭. સાહસિક (માતૃત્તિઓ)
સૂત્રકારના સમયમાં આનો અર્થ ‘વિના વિચાર્યે કામ કરનાર’ રહ્યો છે. તદંતર આના અર્થનો ઉત્કર્ષ થયો અને આજ આનો અર્થ ‘સાહસવાળો', ‘સાહસિક' એવો કરવામાં આવે છે.
૨૮. જે કુપ્રવચનના દાર્શનિકો છે (પ્પવયળામંડી)
પ્રવચન શબ્દના અનેક અર્થો છે—શાસ્ત્ર, શાસન, દર્શન વગેરે. જે દર્શન એકાંતવાદી હોય છે, તેને કુપ્રવચન કહેવામાં આવે છે.
વૃત્તિકા૨ે ‘પાસખ્ખી’નો અર્થ વ્રતી કર્યો છે.' પ્રાચીન સાહિત્યમાં પાખંડનો અર્થ—ભ્રમણ સંપ્રદાય છે. પ્રસ્તુત પ્રસંગમાં આનો અર્થ કોઈ એક સંપ્રદાય કે વિચારધારાને માનનારો દાર્શનિક કરી શકાય.
૨૯. (શ્લોક ૮૦-૮૩)
પ્રસ્તુત શ્લોકોમાં સ્થાનના ત્રણ વિશેષણો પ્રયુક્ત છે–ક્ષેમ, શિવ અને અનાબાધ. ક્ષેમ અને શિવ—બંને શબ્દો કલ્યાણના પર્યાયવાચી છે. અહીં આરોગ્ય અવસ્થા માટે ક્ષેમ અને ઉપદ્રવ-મુક્ત અવસ્થા માટે શિવનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનાબાધનો અર્થ છે—વેદનામુક્ત.
૫૮૨
વૃત્તિકારે વ્યાધિના અભાવની સાથે ક્ષેમત્વની, જરા અને મરણના અભાવની સાથે શિવત્વની અને વેદનાના અભાવની સાથે અનાબાધકત્વની સંબંધ-યોજના કરી છે.
૧.
૩૦. પૂર્વમાર્ગ. પશ્ચિમમાર્ગ (પુરિમસ્ત પચ્છિમંમી)
અર્હત્ પાર્શ્વ પૂર્વવર્તી છે અને ભગવાન મહાવીર ઉત્તરવર્તી. એટલા માટે પાર્શ્વના માર્ગને માટે ‘પુરિમ’ શબ્દ અને મહાવીરના માર્ગને માટે ‘પશ્ચિમ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
વૃત્તિકારે ‘પુરિમસ્સ’નો અર્થ આદ્ય તીર્થંકર ઋષભ અને ‘પચ્છિમંમી’નો અર્થ ચરમ તીર્થંકર મહાવીર કર્યો છે.
૩.
૩.
અધ્યયન-૨૩: ટિ. ૨૫-૩૦
बृहद्वृत्ति, पत्र ५०६ : आर्षत्वात् फलति विषवद् भक्ष्यन्त इति विषभक्ष्याणि - पर्यन्तदारुणतया विषोपमानि फलानीति गम्यते ।
એજન, પત્ર ૦૬ : વાળ...પાનીયું, બહ્મોત્તમંशेषजलापेक्षया प्रधानं ।
એજન, પત્ર ૬૦૭ : સમા અસમીક્ષ્ય પ્રવર્ત્તત इति साहसिकः ।
Jain Education International
૪.
૫.
૬.
For Private & Personal Use Only
એજન, પત્ર ૯૦૮ : પાન્ડિનો—વ્રુત્તિન: 1
એજન, પત્ર ૬૦ : આધ્યમાવેન ક્ષમત્વ, जरामरणाभावेन शिवत्वं, वेदनाऽभावेनानाबाधकत्वमुक्तमिति ।
એજન, પત્ર ૧૧, ૧૨।
www.jainelibrary.org