Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
અધ્યયન-૩૫ : આમુખ
નથી, પરંતુ દેહના પ્રતિબંધમાંથી મુક્તિ છે. મનુષ્ય માટે દેહ ત્યાં સુધી બંધનરૂપ રહે છે, જ્યાં સુધી તે દેહ સાથે પ્રતિબદ્ધ રહે છે. દેહના પ્રતિબંધમાંથી મુક્ત થતાં જ દેહ માત્ર સાધનરૂપ બની જાય છે, બંધન નહીં.
૮૮૨
દેહ-વ્યુત્સર્ગ અસંગનો મુખ્ય હેતુ છે. એ જ અનગારનો માર્ગ છે. એનાથી દુઃખોનો અંત આવે છે (શ્લોક ૧). અનગારનો માર્ગ દુઃખ-પ્રાપ્તિ માટે નહીં, પરંતુ દુઃખ-મુક્તિને માટે છે. અનગાર દુઃખનો સ્વીકાર કરતો નથી, પરંતુ તેના મૂળને વિનષ્ટ કરવાનો માર્ગ પસંદ કરી લે છે અને તે માર્ગે ચાલે છે. તેના પર ચાલવામાં જે દુ:ખો આવી મળે છે, તેમને તે ઝીલી લે છે.
મનોહર ઘરનો ત્યાગ અને શ્મશાન, શૂન્યાગાર કે વૃક્ષ-તળે નિવાસ કષ્ટ છે, પણ આ કષ્ટ સહન કરવાના લક્ષ્યથી નિષ્પન્ન થયેલ કષ્ટ નથી, પરંતુ ઇંદ્રિય-વિજય (શ્લોક ૪, ૫)ના માર્ગમાં આવી પડેલ કષ્ટ છે. એ જ રીતે અન્ન-પાક ન કરવો અને ભિક્ષા માગવી કષ્ટ છે, પણ એ પણ અહિંસા-ધર્મના અનુપાલનમાં આવી મળેલ કષ્ટ છે. (શ્લોક ૧૦,૧૧,૧૨,૧૬). આ રીતે આ લઘુકાય અધ્યયયનમાં અનેક મહત્ત્વપૂર્ણ ચર્ચા-અંગોની પ્રરૂપણા થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org