Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
બૌદ્ધ ગ્રંથો અનુસાર શ્રેણિકને પાંચસો રાણીઓ હતી.1 પરંતુ ક્યાંય તેમના નામોનો ઉલ્લેખ નથી મળતો. શ્રેણિકને અનેક પુત્રો હતા. અનુત્તરોપપાતિક તથા નિરયાવલિકા માં તેમનાં નામો આ પ્રમાણે છે – (૧) જાલી (૧૧) દીર્ઘસેન (૨૧) સીહસેન
(૩૧) રાયકૃષ્ણકુમાર
(૨) મયાલી
(૧૨) મહાસેન
(૨૨) મહાસીહસેન
(૩૨) સેણકૃષ્ણકુમાર
(૩) ઉવયાલી
(૧૩) લષ્ટદંત
(૨૩) પૂર્ણસેન
(૪) પુરિસસેણ
(૧૪) મૂઢદંત
(૨૪) કાલીકુમાર
(૫) વારિસેણ
(૧૫) સુદ્ધદંત
(૨૫) સુકાલકુમાર
(૬) દીર્ઘદંત
(૧૬) હલ્લ
(૭) લષ્ટદંત
(૧૭) દુમ
(૮) વેહલ્લપ
(૧૮) દુમસેન
(૯) વેહાયસ
(૧૯) મહાદુમસેન
(૨૦) સીહ
(૧૦) અભયકુમાર’ જ્ઞાતાધર્મકથામાં શ્રેણિકની પત્ની ધારિણીથી ઉત્પન્ન મેઘકુમારનો ઉલ્લેખ છે.
આમાનાં અધિકાંશ પુત્રો રાજા શ્રેણિકના જીવન-કાળ દરમિયાન જ જિનશાસનમાં પ્રવ્રુજિત થઈ ભગવાન મહાવીરના જીવન-કાળમાં જ સ્વર્ગવાસી બન્યા હતા.
- ૧. મહાવળ, ૮।। ભ્ ।
૨. અનુત્તરોષપાતિવશા, પ્રથમ વર્ગ તથા દ્વિતીયા વન્ । ૩. નિરયાવનિષ્ઠા, ? ।
૧૦૦૦
૪. જાલી વગેરે પ્રથમ સાત પુત્ર તથા દીર્ઘસેનથી પુણ્યસેન સુધીના તેર પુત્ર (કુલ ૨૦ પુત્ર) ધારિણીથી ઉત્પન્ન થયા હતા (જુઓ—અનુત્તરોપપાતિક દશા, વર્ગ ૧, ૨) ૫. વેહલ્લ અને વેહાયસ—આ બંને ચેલણાના પુત્રો હતા. ૬. અભયકુમાર વેણાતટ (આધુનિક કૃષ્ણા નદીના તટ પર)ના વેપારીની પુત્રી નંદાનો પુત્ર હતો (અનુત્તરોપપાતિક દશા,
(૨૬) મહાકાલકુમાર
(૨૭) મહાકૃષ્ણકુમાર
Jain Education International
(૨૮) સુકૃષ્ણકુમાર
(૨૯) મહાકૃષ્ણકુમાર
(૩૦) વીરકૃષ્ણકુમાર
જાલી વગેરે પ્રથમ પાંચ કુમારોએ સોળ-સોળ વર્ષ સુધી, ત્રણે બાર-બાર વર્ષ સુધી અને છેલ્લા બેએ પાંચ પાંચ વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું હતું.॰ આ જ રીતે દીર્ઘસેન વગેરે ૧૩ કુમારોએ સોળ-સોળ વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું હતું.11
શ્રેણિકની અનેક રાણીઓ પણ ભગવાન મહાવીર પાસે દીક્ષિત થઈ હતી. આગમ તથા આગમેતર ગ્રંથોમાં શ્રેણિક સંબંધી એટલા ઉલ્લેખો છે કે તેમના અધ્યયનના આધારે કહી શકાય કે તે જૈનધર્માવલંબી હતો. તેનું જીવન ભગવાન મહાવીરની જીવન-ઘટનાઓ સાથે એટલું સંકળાયેલું હતું કે ઠેકઠેકાણે ભગવાનને શ્રેણિકની વાતો કહેતો જોઈ શકાય છે. તેના અનેક પુત્રો અને રાણીઓનું જૈન-શાસનમાં પ્રવ્રુજિત થવું પણ એ જ વાતનો સંકેત કરે છે કે તે જૈનધર્માવલંબી હતો. બૌદ્ધ-ગ્રંથો તેને મહાત્મા બુદ્ધનો ભક્ત માને છે. કેટલાક વિદ્વાનો પણ એમ માને છે કે મહારાજા શ્રેણિક જીવનના પૂર્વાર્ધમાં જૈન હશે, પરંતુ ઉત્તરાદ્ધમાં તે બૌદ્ધ બની ગયો હશે. એટલા માટે જૈન કથાગ્રંથોમાં તેના નરકમાં જવાનો ઉલ્લેખ મળે છે. નરક-ગમનની વાત વસ્તુ-સ્થિતિનું નિરૂપણ છે. તેનાથી એ સિદ્ધ નથી થતું કે તે પહેલાં જૈન હતો અને પાછળથી બૌદ્ધ થઈ ગયો. નરક-ગમનની સાથે સાથે ભાવી તીર્થંકરનો પણ ઉલ્લેખ મળે છે. કેટલાક એવું પણ અનુમાન કરે છે કે તે કોઈ ધર્મ વિશેષનો અનુયાયી બન્યો ન હતો, પરંતુ જૈન, બૌદ્ધ આદિ બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખતો હતો તથા બધામાં તેનો અનુરાગ હતો.
પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય
(૩૩) મહાસેણકૃષ્ણકુમાર
(૩૪) કૂણિક
(૩૫) નંદિસેન
વર્ગ ૧). બૌદ્ધ ગ્રંથોમાં અભયને ઉજ્જૈનીની નર્તકી ‘પદ્દમાવતી’નો પુત્ર બતાવ્યો છે (ડિક્શનરી ઑફ પાલી પ્રૉપર નેમ્સ, ભાગ ૧, પૃ. ૧૨૩). કેટલાક વિદ્વાનો આને નર્તકી આમ્રપાલીનો પુત્ર બતાવે છે (ડૉ. લા ઃ ટ્રાઈબ્સ ઈન એશિયન્ટ ઈન્ડિયા, પૃ. ૩૨૮) ૭. કૂણિક ચેલણાનો પુત્ર હતો. તેનું બીજું નામ અશોકચંદ્ર હતું. જુઓ— આવશ્યક ચૂર્ણિ, ઉત્તરભાગ, પત્ર ૧૬૭.
૮. ત્રિષષ્ટિાનાાપુરુષત્રિ, પર્વ ૨૦, સળં ૬, જીલ્લો ૩૨૦ ૨ ૯. જ્ઞાતાધમંથા, પ્રથમ માળ, પત્ર ?? ।
૧૦. અનુત્તરોપવાતિ વશા, વર્ગ ? ।
૧૧. એજન, વર્ગ ૨ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org