Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
પરિશિષ્ટ ૫ ઃ ભૌગોલિક પરિચય
દ્વિમુખ પંચાલનો પ્રભાવશાળી રાજા હતો. પંચાલ અને લાટ દેશ એક શાસન નીચે પણ રહેલાં. બૌદ્ધ-સાહિત્યમાં ઉલ્લિખિત ૧૬ મહાજનપદોમાં પંચાલનો ઉલ્લેખ છે. પરંતુ જૈન આગમમાં નિર્દિષ્ટ ૧૬ જનપદોમાં તેનો ઉલ્લેખ નથી.
કનિંગહામે કાંપિલ્લ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લામાં ફતેહગઢ થી ૨૮ માઈલ ઉત્તર-પૂર્વમાં, ગંગાની નજીક આવેલ ‘કાંપિલ’ હોવાનું માન્યું છે. કાયમગંજ રેલ્વે સ્ટેશનથી તે માત્ર પાંચ માઈલ દૂર છે.' મહારાજા દ્વિમુખ આ જ નગરમાં શોભાહીન ધ્વજ જોઈને પ્રતિબુદ્ધ થયેલ.પ
હસ્તિનાપુર—આની ઓળખ મેરઠ જિલ્લાના મવાના તહેસીલમાં મેરઠથી ૨૨ માઈલ ઉત્તર-પૂર્વમાં આવેલા હસ્તિનાપુર ગામરૂપે કરવામાં આવી છે.
જૈન આગમોમાં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં આનો ઉલ્લેખ છે અને આ કુરુ જનપદની પ્રસિદ્ધ નગરી હતી. જિનપ્રભસૂરિએ આની ઉત્પત્તિનો ઉહાપોહ કરતાં લખ્યું છે – ઋષભના સો પુત્રો હતા. તેમાં એકનું નામ ‘કુરુ’ હતું. તેના નામે ‘કુરુ’ જનપદ પ્રસિદ્ધ થયું. કુરુના પુત્રનું નામ ‘હસ્તી’ હતું. તેણે હસ્તિનાપુર નગર વસાવ્યુ. આ નગરની પાસે ગંગા નદી વહેતી હતી. પાલી સાહિત્યમાં આનું નામ ‘TMસ્થિપુર’ કે ‘સ્થિનીપુર’ મળે છે.
૧૩
પુરિમતાલ – આનાં સ્થાન વિશે જુદી જુદી માન્યતાઓ મળે છે. કેટલાક વિદ્વાનો તેની ઓળખાણ માનભૂમ પાસેના ‘પુરુલિયા’ નામે સ્થાન સાથે કરે છે. હેમચંદ્રાચાર્યે તેને અયોધ્યાનું શાખાનગર માન્યું છે. આવશ્યક નિર્યુક્તિમાં વિનીતાના બાહ્યભાગમાં ‘પુરિમતાલ’ નામે ઉઘાન હોવાનો ઉલ્લેખ મળે છે. ત્યાં ભગવાન ઋષભને કેવળજ્ઞાન થયેલું અને તે જ દિવસે ચક્રવર્તી ભરતની આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ હતી. ભરતનો નાનો ભાઈ ઋષભસેન ‘પુરિમતાલ’નો સ્વામી હતો. જ્યારે ભગવાન ઋષભ ત્યાં આવ્યા ત્યારે તેણે તે જ દિવસે ભગવાન પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી લીધી હતી. વિજયેન્દ્રસૂરિએ આ નગરની ઓળખ આધુનિક પ્રયાગ સાથે કરી છે, પરંતુ પોતાની માન્યતાની પુષ્ટિ માટે કોઈ પ્રમાણ તેઓ રજૂ કરી શક્યા નથી. તેમણે માત્ર એટલું લખ્યું છે ‘જૈન ગ્રંથોમાં પ્રયાગનું પ્રાચીન નામ ‘પુરિમતાલ’ મળે છે.૧૧
૧૦૦૬
સાતમો વર્ષાવાસ સમાપ્ત કરી ભગવાન મહાવીર કુંડાક સન્નિવેશમાંથી ‘લોહાર્ગલા' નામક સ્થાને ગયા. ત્યાંથી તેમણે પુરિમતાલ તરફ વિહાર કર્યો. નગરની બહાર ‘શકટમુખ' નામે ઉઘાન હતો. ભગવાન તેમાં જ ધ્યાન કરવા રોકાઈ ગયા.
પુરિમતાલથી વિહાર કરી ભગવાન ઉન્નાગ અને ગોભૂમિ થઈને રાજગૃહ પહોંચ્યા.
મોટા
ચિત્રનો જીવ સૌધર્મ કલ્પમાંથી ચ્યવીને પુરિમતાલ નગરમાં એક શ્રેષ્ઠીના ઘેર જન્મ્યો.૧૨ આગળ ચાલતાં તે . બહુ ઋષિ બન્યા.
૧. મુલવોધા, પત્ર ૧૩-૧૩૬ ।
૨. પ્રભાવ દરિત, પૃ. ૨૪।
૩. અંગુત્તનિાય, માળ ૧, પૃ. ૨૧૩ ।
४. दी एन्शियन्ट ज्योग्राफी ऑफ इण्डिया, पृ. ४१३ ।
૫. પુલવોધા, પત્ર ૨-૧૩૬ ।
૬. દાળ, ૧૦૫ ૨૭ ।
૭. (ક) વિવિધ તીર્થસ્ત્વ, પૃ. ૨૭ ।
(ખ) હત્થિપુર કે હત્યિનીપુરના પાલિ વિવરણોમાં
ગંગા આની નજીક હોવાનો કોઈ ઉલ્લેખ નથી. રામાયણ, મહાભારત, પુરાણોમાં તેને ગંગાની નજીક સ્થિત બતાવેલ છે.
Jain Education International
૮.
ભારત જે પ્રાચીન જૈન તીર્થ, પૃ. ૨૨ । ૯. ત્રિશĐિશનાાપુરુષચરિત્ર, શ્। રૂ। રૂ૮૧ : अयोध्याया महापुर्याः, शाखानगरमुत्तमम् । ययौ पुरिमतालाख्यं, भगवानृषभध्वजः । । ૧૦. આવશ્ય નિયંત્તિ, ગાથા ૩૪૨ : उज्जाणपुरिमताले पुरी विणीआइ तत्थ नाणवरे । चक्कुप्पया य भरहे निवेअणं चेव दुहंपि ।। ૧૧. તીર્થર મહાવીર, ભાગ ૧, પૃ. ૨૦૧ । ૧૨. મુલવોધા, પત્ર ૨૮૭ |
For Private & Personal Use Only
www.jainelibrary.org