Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ભૌગોલિક પરિચય
ઉત્તરાધ્યયન સૂત્રમાં અનેક દેશો તથા નગરોનો ભિન્ન ભિન્ન સ્થળે નિર્દેશ થયો છે. અઢી હજાર વર્ષની આ લાંબી સમયાવધિમાં કેટલાય દેશો અને નગરોનાં નામો બદલાઈ ગયાં, કેટલાય મૂળમાંથી નાશ પામ્યા અને કેટલાક આજ પણ એ જ નામે પ્રસિદ્ધ છે. આપણે તે બધાનું અધ્યયન પ્રાચીન પ્રતિબિંબમાં કરવાનું છે અને વર્તમાનમાં તેમની જે સ્થિતિ છે તે પણ યથાસાધ્ય પ્રસ્તુત કરવાની છે. જે નગરો તે કાળે સમૃદ્ધ હતાં, તે આજ માત્ર ખંડેર રૂપે રહી ગયાં છે. પ્રાચીન નગરો તૂટતા ગયા, નવાનો ઉદય થતો રહ્યો-કેટલાક નગરોની ખૂબ શોધખોળ થઈ છે પરંતુ આજ પણ એવા અનેક નગરો છે જેની શોધખોળ જરૂરી જણાય છે. આગમના ટીકા ગ્રંથોમાં તથા અન્યાન્ય જૈન રચનાઓમાં ઘણી સામગ્રી વિખરાયેલી પડી છે. આવશ્યકતા છે કે તેમાંની ભૂગોળ સંબંધી સમગ્ર સામગ્રી એકત્રિત કરી તેનું સંકલન કરવામાં આવે.
ઉત્તરાધ્યયનમાં આવેલા દેશો અને નગરો
(૧) મિથિલા (૯૪)
(૨) કંબોજ (૧૧/૧૬)
(૩) હસ્તિનાપુર (૧૩૧) (૪) કંપિલ્લ (૧૩/૨, ૧૮૧)
(૫) પુરિમતાલ (૧૩૨)
(૬) દશાર્ણ (૧૩૬)
(૭) કાશી (૧૩૬)
(૮) પાંચાલ (૧૩ ૨૬, ૧૮૪૫)
(૯) ઈષુકારનગર (૧૪/૧)
(૧૦) કલિંગ (૧૮૪૫)
પરિશિષ્ટ પ
(૧૨) ગાંધાર (૧૮૪૫)
(૧૩) સૌવીર (૧૮૪૭)
(૧૪) સુગ્રીવનગર (૧૯૯૧)
(૧૫) મગધ (૨૦૯૧)
(૧૬) કોશામ્બી (૨૦૧૮)
(૧૭) ચંપા (૨૧ ૧)
(૧૮) પિકુંડ (૨૧/૩)
(૧૯) સોરિયપુર (૨૨ ૧)
(૨૦) દ્વારકા (૨૨/૨૭)
(૨૧) શ્રાવસ્તી (૨૩/૩)
(૧૧) વિદેહ (૧૮/૪૫)
(૨૨) વાણા૨સી (૨૫/૧૩)
વિદેહ અને મિથિલા — વિદેહ રાજ્યની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહાનદી સુધી હતી.
જાતક અનુસાર આ રાષ્ટ્રનો વિસ્તાર ત્રણસો યોજન હતો. તેમાં સોળ હજાર ગામ હતા.
વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દી બાદ તેનું નામ ‘તીરત’ પડ્યું હતું, જેના અનેક પ્રમાણ મળે છે. વિક્રમની ૧૪ મી શતાબ્દીમાં રચાયેલ ‘વિવિધ તીર્થલ્પ'માં તેને તિદ્યુત્તિ નામે ઓળખાવેલ છે. તેનું જ અપભ્રષ્ટ રૂપ ‘તિરત’ આજ પણ પ્રચલિત છે.
૧. સુરુચિ ખાતા ( મં ૪૮૧), માળ ૪, પૃ. ૧૨-૧૨૨। ૨. નાત (૫ ૪૦૬ ), મા૫ ૪, પૃ. ૨૭ ।
Jain Education International
૩. વિવિધ તીર્થ૫, પૃ. ૩૨ : ...સંપડાને ‘તીવ્રુત્તિ વેમો' ત્તિ મારૂં |
For Private & Personal Use Only
www.jainelibrary.org