Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
૧૦૦૨
પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય
શિવા (૨૨/૪) – જુઓ-“સમુદ્રવિજય”.
અરિષ્ટનેમિ (૨૨/૪) – તેઓ બાવીસમા તીર્થંકર હતા. તેઓ સોરિયપુર નગરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. તેમની માતાનું નામ શિવા હતું. તેઓ ગૌતમ-ગોત્રીય હતા. કૃષ્ણ તેમના પિત્રાઈ ભાઈ હતા અને વયમાં તેમનાથી મોટા હતા.
રાજીમતી (૨૨૬) – આ ભોજકુળના રાજન્ય ઉગ્રસેનની પુત્રી હતી. તેનો વિવાહ-સંબંધ અરિષ્ટનેમિ સાથે નક્કી થયો હતો. પરંતુ બરાબર વિવાહ-સમયે જ અરિષ્ટનેમિને વૈરાગ્ય ઉપજ્યો અને તેઓ મુનિ બની ગયા. રાજીમતી પણ કેટલાક સમય પછી પ્રવ્રજિત થઈ ગઈ.
વિષ્ણુપુરાણ (૪/૧૪/૨૧) અનુસાર ઉગ્રસેનને ચાર પુત્રીઓ હતી – કંસા, કંસવતી, સુતનુ અને રાષ્ટ્રપાલી. સંભવિત છે કે “સુતનું રાજમતીનું જ બીજું નામ હોય. ઉત્તરાધ્યયન (૨૨/૩૭)માં રથનેમિ રાજીમતીને ‘સુતનુ' નામે સંબોધિત કરે છે.
વાસુદેવ (૨૨/૮) – કૃષ્ણનું પર્યાયવાચી નામ છે. દસારચક્ર (૨૨/૧૧) – દસ યાદવ રાજાઓને દસાર કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે –
(૧) સમુદ્રવિજય (૬) અચલ (૨) અક્ષોભ્ય (૭) ધરણ (૩) સ્વિમિત (૮) પૂરણ (૪) સાગર
(૯) અભિચંદ (૫) હિમવાન
(૧૦) વસુદેવ રથનેમિ (૨૨૩૪) – તેઓ અંધકકુળના નેતા સમુદ્રવિજયના પુત્ર હતા અને તીર્થકર અરિષ્ટનેમિના નાના ભાઈ હતા. અરિષ્ટનેમિ પ્રવ્રજિત થતાં તેઓ રાજીમતીમાં આસક્ત બન્યા. પરંતુ રાજીમતીનો ઉપદેશ સાંભળી તેઓ સાવચેત બની ગયા અને દીક્ષિત થઈ ગયા. એક વાર ફરી રૈવતક પર્વત ઉપર વર્ષોથી ભીંજાયેલ સાધ્વી રાજીમતીને એક ગુફામાં કપડાં સૂકવતી વખતે નગ્ન અવસ્થામાં જોઈને તેઓ વિચલિત બની ગયા. સાધ્વી રાજીમતીના ઉપદેશથી તેઓ ચેતી ગયા અને પોતાના પતન માટે પશ્ચાત્તાપ કરી ચાલ્યા ગયા.
ભોજરાજ (૨૨૪૩) – જૈન સાહિત્ય અનુસાર ‘ભોજરાજ” શબ્દ રાજીમતીના પિતા ઉગ્રસેન માટે વપરાયો છે.
અંધક વૃષ્ણિ (૨૨/૪૩) – હરિવંશપુરાણ અનુસાર યદુવંશનો ઉદ્ભવ હરિવંશમાંથી થયેલો. યદુવંશમાં નરપતિ નામે રાજા હતો. તેને બે પુત્રો હતા – (૧) શૂર અને (૨) સુવીર. સુવીર મથુરામાં રાજય કરતો હતો અને શૂર શૌર્યપુરનો રાજા હતો. અંધકવૃષ્ણિ વગેરે ‘સૂર’ના પુત્રો હતા અને ભોજકવૃષ્ણિ વગેરે સુવીરના. અંધકવૃષ્ણિની મુખ્ય રાણીનું નામ સુભદ્રા હતું. તેને દસ પુત્રો થયા
(૧) સમુદ્રવિજય (૬) અચલ (૨) અક્ષોભ્ય (૭) ધારણ (૩) સ્થિમિતિ સાગર (૮) પૂરણ (૪) હિમવાન (૯) અભિચંદ્ર (૫) વિજય (૧૦) વસુદેવ
૧. વિશેષ વિવરણ માટે જુઓ–ઉત્તરઝયણાણિ, ૨૨ા ૧૧નું
૨. સુવવધા, પત્ર ૨૭૭-૭૮ 1
ટિપ્પણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org