Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 480
________________ ઉત્તરજઝયણાણિ ૧૦૦૯ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય સુગ્રીવ નગર – આ નગરના આધુનિક સ્થળની જાણકારી થઈ શકી નથી, અને પ્રાચીન-સાહિત્યમાં પણ તેના વિશેષ ઉલ્લેખો મળતા નથી. મગધ –મગધ જનપદ વર્તમાન ગયા અને પટણા જિલ્લાઓની અંદર ફેલાયેલ હતું. તેની ઉત્તરમાં ગંગા નદી, પશ્ચિમમાં સોણ નદી, દક્ષિણમાં વિધ્ય પર્વતમાળાનો ભાગ અને પૂર્વમાં ચંપા નદી હતી.' તેનો વિસ્તાર ત્રણસો યોજન (૨૩૦૦ માઈલ) હતો અને તેમાં એંશી હજાર ગામો આવેલાં હતાં. મગધનું બીજું નામ ‘કીકટ’ હતું. મગધ-નરેશ અને કલિંગ-નરેશો વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું.' કૌશાંબી-કનિંગહામે તેની ઓળખ હાલ યમુના નદીના ડાબા કિનારે આવેલ, અલાહાબાદથી સીધા રસ્તે લગભગ 30 માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં આવેલ “કોસમ” ગામ સાથે કરી છે.* કૌશાંબી અને રાજગૃહ વચ્ચે અઢાર યોજનનું એક મોટું જંગલ હતું. તેમાં બલભદ્ર પ્રમુક કક્કડદાસ જાતિના પાંચસો ચોર રહેતા હતા. તે બધા કપિલ મુનિ દ્વારા પ્રતિબુદ્ધ થયા હતા.' જયારે ભગવાન મહાવીર સાતના ‘સુભૂમિભાગ’ નામે ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા હતા, ત્યારે તેઓએ પોતાના સાધુસાધ્વીઓના વિહારની સીમા બાંધી હતી. તેમાં કૌશાંબી દક્ષિણ દિશાની સીમા નક્કી કરતી નગરી હતી." કૌશાંબીની આસપાસના ખોદકામ દરમિયાન અનેક શિલાલેખો, પ્રાચીન મૂર્તિઓ, આયાગપટ્ટો, ગુફાઓ વગેરે નીકળ્યા છે. તેમનાં સૂક્ષ્મ અધ્યયનથી એ સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્ર જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું. કનિંગહામે ખોદકામમાં મળેલ અનેક પ્રમાણોના આધારે તેને બૌદ્ધોનું મુખ્ય કેન્દ્ર માન્યું છે. પરંતુ કૌશાંબી જૈન ક્ષેત્ર હોવાની બાબતમાં સર વિન્સેન્ટસ્મિથે લખ્યું છે“મારો એવો દઢ નિર્ણય છે કે અલાહાબાદ જિલ્લાની અંદરના “કોસમ' ગામમાં મળેલા અવશેષોમાં અધિકતમ જૈનોના છે. કનિંગહામે તેમને બોદ્ધ અવશેષો રૂપે સ્વીકાર્યા છે તે બરાબર નથી. નિઃસંદેહપણે આ સ્થાન જૈનોની પ્રાચીન નગરી ‘કૌશાંબી'નું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થળે જ્યાં મંદિરો વિદ્યમાન છે, તે સ્થળો આજ પણ મહાવીરના અનુયાયીઓ માટે તીર્થસ્થાનો બની રહ્યાં છે. મેં અનેક પ્રમાણો વડે સિદ્ધ કર્યું છે કે બૌદ્ધ સાહિત્યની કૌશાંબી કોઈ બીજા દૂરના સ્થાને આવેલી હતી. આ ચંપા–આ અંગ દેશની રાજધાની હતી. કનિંગહામે તેની ઓળખાણ ભાગલપુરથી ૨૪ માઈલ પૂર્વમાં સ્થિત આધુનિક ‘ચંપાપુર’ અને ‘ચંપાનગર' નામે બે ગામો સાથે કરી છે. તેણે લખ્યું છે– ‘ભાગલપુરથી બરાબર ૨૪ માઈલ દૂર પત્યારઘાટ' છે. અહીં કે આની આસપાસ જ ચંપાનું સ્થાન હોવું જોઈએ. તેની પાસે જ પશ્ચિમ બાજુએ એક મોટું ગામ છે, જેને ચંપાનગર કહે છે અને એક નાનું ગામ છે જેને ચંપાપુર કહે છે. સંભવ છે કે બન્ને પ્રાચીન રાજધાની ‘ચંપા'ના સાચા સ્થાનના ઘોતક હોય”૮ ફાહિયાને ચંપાને પાટલિપુત્રથી ૧૮ યોજના પૂર્વ દિશામાં ગંગાના દક્ષિણ કિનારે આવેલ માની છે. સ્થાનાંગ (૧૦/૨૭)માં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં તથા દીધનિકોયમાં વર્ણવાયેલ છ મહાનગરીઓમાં ચંપાનો ઉલ્લેખ ૧. યુદ્ધ થિ , પૃ. ૨૪ . ૨. એજન, પૃ. ૨૪ ૩. વસુદેવદિ, પૃ. ૬૨-૬૪ / ४. दी एन्शिएन्ट ज्योग्राफी ऑफ इण्डिया, ४५४ । ૫. ઉત્તરાધ્યયન, વૃ ત્તિ , પત્ર ૨૮૮-૨૮૧૩ ૬. વૃદન્ય સૂત્ર, મારા રૂ, પૃ. ૧૧૨ 9. Journal of Royal Asiatic Society, July, 1894. I feel certain that the remains at kosam in the Allahabad District will prove to be Jain, for the most part and not Buddhist as Cunningham supposed. The village undoubtedly represents the Kausambi of the Jains and the site, where temples exist, is still, a place of pilgrimage for the votaries of Mahavira. I have shown good reasons for believing that the Buddhist Kausambi was a different place. ૮. હિ શિવર ચોપ્રા કિયા, પૃ. ૯૪૬-૪૭ ૯. ટ્રેન મોહિયાન, પૃ. ૬૫ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532