Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તર×યણાણિ
૧૦૧૨
પરિશિષ્ટ ૫ઃ ભૌગોલિક પરિચય
તેઓ મરીને દેવ બન્યા. અને તેમણે દ્વારકાને ભસ્મ કરી નાખી.
દ્વારવતી-દહન પહેલાં એકવાર ફરી પાછા અરિષ્ટનેમિ રૈવતક પર્વત પર આવ્યા હતા.' જયારે તારવતીનું દહન થયું ત્યારે તેઓ પલ્લવ દેશમાં હતા. ૨૧
શ્રાવસ્તી – આ કોશલ રાજ્યની રાજધાની હતી. તેની આધુનિક ઓળખાણ સહેટ-મહેટ સાથે કરવામાં આવી છે. આમાં સહેટ ગોંડા જીલ્લામાં અને મહેટ બહરાઈચ જિલ્લામાં છે. મહેટ ઉત્તરમાં છે અને સહેટ દક્ષિણમાં. આ સ્થળ ઉત્તર-પૂર્વ રેલ્વેના બલરામપુર સ્ટેશનથી પાકી સડકના રસ્તે દશ માઈલ દૂર છે. બહુરાઈચથી તેનું અંતર ૨૯ માઈલ છે.
વિદ્વાન વી. સ્મીથે શ્રાવસ્તીને નેપાળ દેશના ખજુરા પ્રાન્તમાં આવેલ માન્યું છે. આ સ્થળ બાલપુરથી ઉત્તર દિશામાં અને નેપાલગંજની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં છે.
યુઆનું ચુઆંગે શ્રાવસ્તીને જનપદ માની તેનો વિસ્તાર છ હજાર ‘લી’ માન્યો છે. તેની રાજધાની માટે તેણે “પ્રાસાદનગર' નામ આપ્યું છે અને તેનો વિસ્તાર વીસ લી’ માન્યો છે.'
૧. શનિ , મદ્રીય વૃત્તિ, પત્ર ૩૬-રૂ૭T ૨. સુવોથા, પત્ર રૂ૮ ૩. સી પરોગ્રામ , પૃ. ૪૬-૪૭૪ I
४. जनरल ऑफ रायल एशियाटिक सोसाइटी, भाग १, जन्
૨૬૦૦ | ५. यूआन् चुआङ्ग'स ट्रैवेल्स इन इण्डिया, भाग १ पृ. ३७७ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org