Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 476
________________ ઉત્તરયણાણિ ૧૦૦૫ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય આ એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું. અહીંનું પ્રત્યેક ઘર ‘કદલી-વન'થી શોભતું હતું. ખીર અહીંનું પ્રિય ભોજન મનાતું. ઠેકઠેકાણે વાવ, કૂવા અને તળાવો હતાં. અહીંની સામાન્ય જનતા પણ સંસ્કૃત ભાષામાં વિશારદ હતી. અહીંના અનેક લોકો ધર્મશાસ્ત્રોમાં નિપુણ હતા.' વર્તમાનકાળમાં નેપાળની સીમાની અંતર્ગત (જયાં મુઝફફરપુર અને દરભંગા જિલ્લાઓમાં મળે છે) નાનકડું શહેર જનકપુર” પ્રાચીન મિથિલા હોવાનું કહેવામાં આવે છે.” સુરુચિ જાતક દ્વારા મિથિલાના વિસ્તારની જાણ થાય છે. એક વાર બનારસના રાજાએ એવો નિશ્ચય કર્યો કે તે પોતાની કન્યાનો વિવાહ એક એવા રાજકુમાર સાથે કરશે કે જે એકપત્નીવ્રત ધારણ કરશે. મિથિલાના રાજકુમાર સુરચિ સાથે વિવાહની વાતચીત ચાલી રહી હતી. એકપત્નીવ્રતની વાત સાંભળી ત્યાંના મંત્રીઓએ કહ્યું – ‘મિથિલાનો વિસ્તાર સાત યોજન છે. સમગ્ર રાષ્ટ્રનો વિસ્તાર ત્રણસો યોજન છે. અમારું રાજ્ય ખૂબ મોટું છે. આવા રાજયમાં રાજાના અંતઃપુરમાં સોળ હજાર રાણીઓ જરૂર હોવી જોઈએ.'3. મિથિલાનું બીજું નામ “જનકપુરી' હતું. જિનપ્રભસૂરિના સમય સુધી તે જગતી” (પ્રા. જગઈ) નામે પ્રસિદ્ધ હતી. તેની પાસે જ મહારાજા જનકના ભાઈ “કનક'નું નિવાસસ્થાન કનકપુર વસેલું હતું. અહીં જૈન શ્રમણોની એક શાખા “મૈથિલિયા'નો ઉદ્દભવ થયો હતો." ભગવાન મહાવીરે અહીં છ ચાતુર્માસ ગાળ્યા હતા. આઠમા ગણધર અકંપિતની આ જન્મભૂમિ હતી. પ્રત્યેક બુદ્ધ નમિને કંકણના ધ્વનિથી અહીં વૈરાગ્ય પેદા થયેલો. બાણગંગા અને ગંડક-આ બન્ને નદીઓ આ નગરને ઘેરીને વહેતી હતી.” ચોથા નિનવ અશ્વમિત્રે વીર નિર્વાણના ૨૨૦વર્ષ પછી ‘સામુચ્છેદિક-વાદ' નું પ્રવર્તન અહીંથી કર્યું હતું. દશપૂર્વધર આર્ય મહાગિરિનું આ પ્રમુખ વિહાર ક્ષેત્ર હતું.૧૦ જૈન આગમોમાં ઉલ્લિખિત દશ રાજધાનીઓમાં મિથિલાનું નામ છે.૧૧ કંબોજ–આ જનપદ ગાંધારની પશ્ચિમમાં આવેલ પ્રદેશમાં હતું.૧૨ ડૉ. રાધાકુમુદ મુખર્જીએ આને કાબુલી નદીના તટ પર હોવાનું માન્યું છે. કેટલાક તેને બલુચિસ્તાન સાથે જોડાયેલ ઈરાનનો પ્રદેશ માને છે. રાઈસ ડેવિડ્ઝ તેને ઉત્તર-પશ્ચિમના છેડાનો પ્રદેશ માન્યો છે અને તેની રાજધાની રૂપે દ્વારકાનો ઉલ્લેખ કર્યો છે.' આ જનપદ જાતવાન અશ્વો અને ખચ્ચરો માટે પ્રસિદ્ધ હતું. જૈન આગમ સાહિત્ય તથા આગમેતર સાહિત્યમાં ઠેકઠેકાણે કંબોજના ઘોડાઓનો ઉલ્લેખ મળે છે. ૧૫ આચાર્ય બુદ્ધઘોષે આને “અશ્વોનું ઘર” કહ્યું છે.'' પંચાલ અને કાંપિલ્લ – કનિંગહામ અનુસાર આધુનિક ઈટા, મૈનપુરી, ફરૂખાબાદ અને આસપાસના જિલ્લા પંચાલ રાજયની સીમામાં આવે છે. ૧૭ પંચાલ જનપદ બે ભાગમાં વહેંચાયેલું હતું – (૧) ઉત્તર પંચાલ અને (૨) દક્ષિણ પંચાલ. પાણિનિ વ્યાકરણમાં તેના ત્રણ વિભાગો પાડેલા મળે છે – (૧) પૂર્વ પંચાલ, (૨) અપર પંચાલ અને (૩) દક્ષિણ પંચાલ. ૧. વિવિઘ તીર્થ , પૃ. ૨૨ ૨. રશિયર ચોપ્રા છડિયા, પૃ. ૭૨૮ ૩. નાત સં. ૪૮૨, મા ૪, પૃ. ૨૨-૫૨૨. ૪. વિવિધ તીર્થ", પૃ. ૨૨ પ. Qસૂત્ર, સૂત્ર ૨૩, પૃ. ૬૪ 1. ૬. qસૂત્ર, સૂત્ર ૨૨૨,. ૪૬ ૭. માવજ નિયુઝિ, રથા ૬૪૪ 1 ૮. એજન, નાથા ૭૮૨ / ૯. સાવથી માર્ગ, માથા રૂ. ૧૦.શ્રાવથી નિયુoિ, માથા ૭૮૨ T . ૧૧.તા, ૨૦. ર૭ | ૧૨.૩%(ાવવાનેad), પૃ. ૬૮, ૫-સંત શા ૧૩. વીદ્ધ વાનીન મારતીય મૂત્ર, પૃ. ૪૬-૪૭માં ૧૪. વૃદ્ધિદરૂપિયા, પૃ. ૨૮ ૧૫. ઉત્તરાયણ, ૨૨-૬ . ૧૬. સુમાવિનાસિની, મા ૨,પૃ. ૨૨8 I ૧૭. જુઓ–ી ાિયર ચોગ્રાફી પદ રૂપ થા, પૃ. ૪૬૨, ૭૦૬T ૧૮.પforન વ્યારા , છા રૂા રૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532