Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૧૦૦૩
પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય
આ દસે પુત્રો દશાઈનામે પ્રસિદ્ધ થયા. અંધકવૃષ્ણિને બે કન્યાઓ હતી – (૧) કુંતી અને (૨) માદ્રી
ભોજકવૃષ્ણિની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને ઉગ્રસેન, મહાસેન અને દેવસેનએમ ત્રણ પુત્રો થયા. તેને ગાંધારી નામે એક પુત્રી પણ થઈ.
અરિષ્ટનેમિ, રથનેમિ વગેરે અંધકવૃષ્ણિ રાજા સમુદ્રવિજયના પુત્રો હતા. કૃષ્ણ વગેરે અંધકવૃષ્ણિ વસુદેવના પુત્રો હતા. વૈદિક પુરાણોમાં તેમની વંશાવલી જુદી જુદી રીતે આપવામાં આવી છે. સંપૂર્ણ વિસ્તાર માટે જુઓ – પાર્જીટર એન્શિયન્ટ ઇંડિયન હિસ્ટોરીકલ ટ્રેડીશન, પૃ. ૧૦૪-૧૦૭.
પાર્થ (૨૧૩)-તેઓ જૈન-પરંપરાના ત્રેવીસમા તીર્થંકર હતા. તેમનો સમય ઈ. પૂ. આઠમી શતાબ્દી છે. તેઓ ભગવાન મહાવીરથી ર૫૦ વર્ષ પહેલાં થઈ ગયા. તેઓ ‘પુરુષાદાનીય' કહેવાતા હતા.
કુમારશ્રમણ કેશી (૨૩) – તેઓ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના ચોથા પટ્ટધર હતા. પ્રથમ પટ્ટધર આચાર્ય શુભદત્ત હતા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય હરિદત્તસૂરિ હતા, જેમણે વેદાંત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય “લોહિય’ સાથે શાસ્ત્રાર્થ કરી, તેમને પાંચસો શિષ્યો સાથે દીક્ષિત કર્યા હતા. આ નવદીક્ષિત મુનિઓએ સૌરાષ્ટ્ર, તેલંગાણા વગેરે પ્રાંતોમાં વિહાર કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી. ત્રીજા પટ્ટધર આચાર્ય સમુદ્રવિજયસૂરિ હતા. તેમના સમયમાં ‘વિદેશી' નામક એક પ્રચારક આચાર્ય ઉજ્જૈની નગરીમાં મહારાજ જયસેન, તેની રાણી અનંગસુંદરી અને તેમના રાજકુમાર કેશીને દીક્ષિત કર્યા.' આ જ ભગવાન મહાવીરના તીર્થકાળમાં પાર્શ્વ-પરંપરાના આચાર્ય હતા. આગળ જતાં તેઓએ નાસ્તિક રાજા પરદેશીને સમજાવ્યો અને તેને જૈન ધર્મમાં સ્થાપિત કર્યો હતો.'
સંપૂર્ણ વિવરણ માટે જુઓ – ઉત્તરજઝયણાણિ, ૨૩નું આમુખ.
વર્ધમાન (૨૩/૫) –તેઓ ચોવીસમા તીર્થકર હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમનો સમય ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી હતો.
જયઘોષ, વિજયઘોષ (૨૫૧) – વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના બે ભાઈઓ રહેતા હતા. તેઓ કાશ્યપ-ગોત્રીય હતા. તેઓ યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ– એવા છ કાર્યોમાં રત હતા અને ચારે વેદના જ્ઞાતા હતા. તેઓ બન્ને યુગલરૂપે જન્મ્યા. જયઘોષ પહેલા દીક્ષિત થયા. પછી તેમણે વિજયઘોષને પ્રવ્રજિત કર્યા. બન્ને શ્રામણ્યની આરાધના કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બન્યા.
ગાર્મ્સ (૨૭/૧) – આ સ્થવિર આચાર્ય ગર્ગ ગોત્રના હતા. જ્યારે તેમણે જોયું કે તેમના બધા આ શિષ્યો અવિનીત, ઉદંડ અને ઉશૃંખલ બની ગયા છે, ત્યારે આત્મભાવથી પ્રેરિત થઈ, શિષ્ય-સમુદાયને છોડી, તેઓ એકલા જુદા પડી ગયા અને આત્માને ભાવિત કરતા વિહાર કરવા લાગ્યા.
વિશેષ વિવરણ માટે જુઓ – ઉત્તરજઝયણાણિનું ર૭મું અધ્યયન.
૧, ઉત્તરપુરાણ, (૭૦૧૦)માં આનું નામ મહાદ્યુતિસેન આપ્યું
૪. સમલિંદ, પૃ. ૭૫-૭૬ ! ૫. નામનનોદ્વાર પ્રવશ્વ, રૂદ્દી
૨. જુઓ-હરિવંશપુરાણ, ૧૮ ૬-૧૬ ૩. ઉત્તરપુરા, ૭૦ ૬૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org