Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 472
________________ ઉત્તરયણાણિ ૧૦૦૧ પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય ગમે તે હો, જૈન સાહિત્યમાં જે વિસ્તારથી તેનું તથા તેના પરિવારનું વર્ણન મળે છે, તે અન્યત્ર નથી, શ્રેણિકનાં સંપૂર્ણ જીવન તથા આગામી જીવનનો ઈતિહાસ જૈન-ગ્રંથોમાં કડીબદ્ધ મળે છે. જો તેનો જૈન ધર્મ સાથે ગાઢ સંબંધ ન હોત તો આટલો વિસ્તૃત ઉલ્લેખ જૈન ગ્રંથોમાં ક્યારેય ન મળત. શ્રેણિકના જીવનનું વિસ્તારથી વર્ણન નિરયાવલિકામાં છે. તેના ભાવી તીર્થંકર-જીવનનો વિસ્તૃત ચિતાર સ્થાનાંગ (૯) ૬૨)ની વૃત્તિ (પત્ર ૪૫૮-૪૬૮) માં છે. અનાથી મુનિ (૨૦૯) – તેઓ કૌશાંબી નગરીના રહેવાસી હતા. પિતા અત્યંત ધનાઢ્ય હતા. એક વાર બાળપણમાં તેઓને આંખની પીડા ઉપડી. વિપુલ દાહના કારણે સમગ્ર શરીરમાં ભયંકર વેદના પેદા થઈ. ચતુષ્પાદ ચિકિત્સા કરાવવામાં આવી, પણ બધું નિષ્ફળ ગયું. ભાઈ-બંધુઓ પણ તેમની વેદનામાં ભાગ પડાવી શક્યા નહીં. અત્યંત નિરાશ થઈ તેમણે - જો હું આ વેદનાથી મુક્ત થઈશ, તો પ્રવ્રજ્યા સ્વીકારી લઈશ.’ તેઓ રોગ-મુક્ત બની ગયા. માતા-પિતાની આજ્ઞા લઈ તેઓ દીક્ષિત થયા. એક વાર રાજગૃહના મંડિકુક્ષિ ચૈત્યમાં મહારાજા શ્રેણિક અનાથી મુનિને મળ્યા. મુનિએ રાજાને સનાથ અને અનાથનો ધર્મ સમજાવ્યો. રાજા શ્રેણિક તેમની પાસેથી ધર્મોપદેશ ગ્રહણ કરી પોતાના સ્થાને પાછો ફર્યો મૂળ ગ્રંથમાં “અનાથી’ નામ નથી, પરંતુ પ્રસંગ ઉપરથી આ જ નામ ફલિત થાય છે. પાલિત (૨૧૧) – આ ચંપાનગરીનો સાર્થવાહ હતો. તે શ્રમણોપાસક હતો. નિગ્રંથ પ્રવચનમાં તેને શ્રદ્ધા હતી. તે દરિયાઈ વ્યાપાર કરતો હતો. એક વાર તે સમુદ્ર યાત્રા માટે નીકળ્યો. જતાં જતાં સમુદ્રતટ પર આવેલા ‘પિહુડનામે નગરમાં રોકાયો. ત્યાં એક શેઠની દીકરી સાથે લગ્ન કરી પાછો ફર્યો. યાત્રા દરમિયાન તેને એક પુત્ર થયો. તેનું નામ ‘સમુદ્રપાલ' રાખ્યું. જ્યારે તે યુવાન થયો ત્યારે તેનાં લગ્ન ૬૪ કળાઓમાં પારંગત ‘રૂપિણી’ નામે કન્યા સાથે થયા. એક વાર વધભૂમિ તરફ લઈ જવાતા ચોરને જોઈ તે વિરક્ત બન્યો. માતા-પિતાની આજ્ઞા લઈ તે દીક્ષિત થયો અને કર્મક્ષય કરી મુક્ત થઈ ગયો. સમુદ્રપાલ (૨૧|૪) – જુઓ-‘પાલિત.” રૂપિણી (૨૧૭) – જુઓ-પાલિત.” રોહિણી (૨૨)૨) – તે નવમા બળદેવ ‘રામની માતા, વસુદેવની પત્ની હતી. દેવકી (૨૨/૨) – તે કૃષ્ણની માતા અને વસુદેવની પત્ની હતી. રામ (૨૨/૨) – જુઓ-“રોહિણી”. કેશવ (૨૨/૨) – આ કૃષ્ણનું બીજું નામ છે. તેઓ વૃષ્ણિકુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું. તેઓ અરિષ્ટનેમિના પિત્રાઈ ભાઈ હતા. સમુદ્રવિજય (૨૨૬૩) –તેઓ સોરિયપુર નગરમાં અંધકકુળના નેતા હતા. તેમની પટરાણીનું નામ શિવા હતું. તેમને ચાર પુત્રો હતા- (૧) અરિષ્ટનેમિ, (૨) રથનેમિ, (૩) સત્યનેમિ અને (૪) દઢનેમિ. અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર બન્યા અને રથનેમિ તથા સત્યનેમિ પ્રત્યેક બુદ્ધ થયા. ૧. કેટલાક વિદ્વાનો તેમના પિતાનું નામ “ધનસંચય આપે છે. પરિચિત કરેલ છે. આ નામકરણનો આધાર ઉત્તરાધ્યયન (૨૦ / ૧૮)માં ૩. ડૉ. રાધાકુમુદ બેનર્જી (હિન્દુ સિવિલાઈઝેશન, પૃ. ૧૮૭) આવેલ ‘મૂથધનસંઘ” શબ્દ છે, પરંતુ આ આધાર ભ્રામક મણ્ડિકક્ષિમાં રાજા શ્રેણિકના ધર્માનુરક્ત થવાની વાત બતાવે છે. આ શબ્દ તેમના પિતાની આત્યતાનો દ્યોતક હોઈ શકે છે. પરંતુ તે અનાથ મુનિના સ્થાન પર અનગારસિંહ (૨૦) છે, નહિ કે નામનો. જો આપણે નામના રૂપમાં ફકત ૫૮) શબ્દથી ભગવાન મહાવીરનું ગ્રહણ કરે છે. પરંતુ તે ધનસંચય' શબ્દ લઈએ છીએ, તો “અમૂ’ શબ્દ શેષ રહી ભ્રામક છે. કેમ કે સ્વયં મુનિ (અનાથી) પોતાના માંથી પોતાનો જાય છે અને એકલો તેનો કોઈ અર્થ નથી રહી જતો. ટીકાકાર પરિચય આપે છે. અને પોતાને કૌશામ્બીનો નિવાસી બતાવે આ વિષયમાં મૌન રહ્યા છે. છે. જુઓ-ઉત્તરાધ્યયન, ૨૦૧૮ ૨. દીર્ધનિકાય, ભાગ ૨, પૃ. ૯૧માં આને “દુ૪િ નામથી ૪. જુઓ–ઉત્તરજઝયણાણિ, અધ્યયન ૨૦ ૫. જુઓ-ભૌગોલિક પરિચય અંતર્ગત “પદંડ નગર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532