Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજ્જીયણાણિ
પરિશિષ્ટ ૪ : વ્યક્તિ પરિચય
માનેલ છે. કોઈક તેને નામવાચી માની તે ‘સેય' રાજા હોવાનો સંકેત કરે છે. આગમ-સાહિત્યમાં પણ ક્યાંય ‘કાશીરાજ સેય'નો ઉલ્લેખ જ્ઞાત નથી. ભગવાન મહાવીરે આઠ રાજાઓને દીક્ષિત કર્યા હતા એવો ઉલ્લેખ સ્થાનાંગમાં આવ્યો છે. તેમાં ‘સેય' નામે પણ એક રાજા હતો. પરંતુ તે આમલકલ્પા નગરીનો રાજા હતો, કાશીનો નહીં. એ જ ઉલ્લેખમાં ‘કાશીરાજ શંખ'નું નામ પણ આવ્યું છે. તો શું શ્લોકગત ‘કાશીરાજ’ વડે ‘શંખ’નું ગ્રહણ કરવું જોઈએ ?
ભગવાન મહાવીર-કાલીન રાજાઓમાં ‘વિજય’ નામે કોઈ રાજા દીક્ષિત થયો હોય તેવું જાણવામાં આવ્યું નથી. પોલાસપુરમાં વિજય નામે રાજા થયો હતો. તેનો પુત્ર અતિમુક્તક (અમુત્તય) ભગવાન પાસે દીક્ષિત થયો હતો - એવો ઉલ્લેખ અંતગડદસામાં છે. પરંતુ મહારાજ વિજય પ્રવ્રુજિત થયાની કોઈ વાત ત્યાં નથી.
૯૯૮
વિજય નામે એક બીજો રાજા ઉત્તરપૂર્વ દિશામાં મૃગગામ નગરમાં થયો હતો. તેની રાણીનું નામ મૃગા હતું. ' પરંતુ તે પણ દીક્ષિત થયો હોય તેવો ઉલ્લેખ મળતો નથી.
મહાબલ (૧૮ ૫૦) – ટીકાકાર નેમિચંદ્રે તેમની કથા વિસ્તારપૂર્વક આપી છે. તેમણે અંતમાં લખ્યું છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં મહાબલની કથાનો ઉલ્લેખ છે. તેઓ હસ્તિનાપુરના રાજા બલના પુત્ર હતા. તેમની માતાનું નામ પ્રભાવતી હતું. તેઓ તીર્થંકર વિમલની પરંપરાના આચાર્ય ધર્મઘોષ પાસે દીક્ષિત થયા હતા. બાર વર્ષ સુધી શ્રામણ્યનું પાલન કર્યું, પછી મરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને વાણિજ્યગ્રામમાં એક શ્રેષ્ઠીના ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. તેમનું નામ ‘સુદર્શન’ પાડવામાં આવ્યું. તેઓ ભગવાન મહાવીર પ્રાસે પ્રજિત થઈ સિદ્ધ થયા.
આ કથા વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અનુસાર આપવામાં આવી છે. એ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી કે મહાબલ તે જ છે કે બીજા. અમારી માન્યતા અનુસાર આ કોઈ બીજું હોવું જોઈએ. શું આ વિપાકસૂત્ર (શ્રુત ૧, અ. ૩)માં વર્ણિત પુરિમતાલ નગરનો રાજા તો નહીં હોય ? પરંતુ ત્યાં તેના દીક્ષિત થવાનો ઉલ્લેખ નથી.
સંભવ છે કે આ વિપાક સૂત્ર (શ્રુત ૨, અ. ૭)માં વર્ણવાયેલ મહાપુર નગરના રાજા બલનો પુત્ર મહાબલ હોય.
બલભદ્ર,મૃગા અને બલશ્રી (અધ્યયન ૧૯) – બલભદ્ર સુગ્રીવનગર (?)નો રાજા હતો. તેની પટરાણીનું નામ ‘મૃગા’ અને પુત્રનું નામ ‘બલશ્રી' હતું. રાણી મૃગાનો પુત્ર હોવાના કારણે જનતામાં તે ‘મૃગાપુત્ર’નામે પ્રસિદ્ધ થયો હતો. જુઓ— ઉત્તરજઝયણાણિ, પૃ. ૩૦૪.
1
શ્રેણિક (૨૦/૨) – તે મગધ સામ્રાજયનો અધિપતિ હતો. જૈન, બૌદ્ધ અને વૈદિક – ત્રણે પરંપરામાં તેની ચર્ચા મળે છે. પૌરાણિક ગ્રંથોમાં તેને શિશુનાગવંશીય, બૌદ્ધ ગ્રંથોમાં હષઁક કુળમાં ઉત્પન્ન અને જૈન ગ્રંથોમાં વાહીક કુળમાં ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. રાયચોધરીનો મત છે કે બૌદ્ધ સાહિત્યમાં જે હર્યાંક કુળનો ઉલ્લેખ છે તે નાગવંશનું જ દ્યોતક છે. કોવેલે હર્યંકનો અર્થ ‘સિંહ’ કર્યો છે, પણ પરંતુ તેનો અર્થ ‘નાગ’ પણ થાય છે. પ્રોફેસર ભંડારકરે નાગદશકમાં બિંબિસારને ગણાવ્યો છે અને એ બધા રાજાઓનો વંશ ‘નાગ’ માન્યો છે.
બૌદ્ધ ગ્રંથ મહાવંશમાં આ કુળને માટે ‘શિશુનાગ વંશ’ લખાયેલ છે. જૈન ગ્રંથોમાં ઉલ્લિખત ‘વાહીક કુળ’ પણ નાગવંશ તરફ જ સંકેત કરે છે, કેમ કે વાહીક જનપદ નાગજાતિનું મુખ્ય કેન્દ્ર હતું. તક્ષશિલા તેનું પ્રધાન કાર્યક્ષેત્ર હતું અને આ નગર વાહીક જનપદની અંતર્ગત હતું. આથી શ્રેણિકને શિશુનાગવંશી માનવામાં હરકત નથી.
૧. વાળું, ૮ ।
૨. અન્તાડવમા સૂત્ર, વર્ષ ૬ ।
૩. વિપાળ સૂત્ર, શ્રુતન્થ શ્, અધ્યયન ? ।
૪. મુલવોધા, પત્ર ૨૫૧ ।
૫. ભાગવત મહાપુરાળ, દ્વિતીય વ્રુવ્ડ, પૃ. ૬૦૩ ।
Jain Education International
६. अश्वघोष बुद्धचरित्र, सर्ग ११ श्लोक २ : जातस्य हर्यंक् વિશાલે.. |
૭. આવશ્ય, હામિદ્રીય વૃત્તિ, પત્ર ૬૭૭ ।
૮.
૯. માવંશ, પરિો, માથા ૨૭-૩૨ ।
સ્ટડીન ફન રૂપિપ્ડયન ઇન્ટિવીટીન, પૃ. ૨૬ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org