Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય
અને અંતે રાજય ત્યાગ કરી સત્તરમા તીર્થંકર બન્યા.
અર (૧૮૪૦) – તેઓ ગજપુર નગરના રાજા સુદર્શનના પુત્ર હતા. તેમની માતાનું નામ દેવી હતું. તેઓ સાતમા ચક્રવર્તી થયા અને અંતે રાજય છોડી અઢારમા તીર્થંકર બન્યા.
મહાપા (૧૮/૪૧) –કુરુ જનપદમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં પોત્તર નામનો રાજા રાજય કરતો હતો. તેની રાણીનું નામ ‘જાલા' હતું. તેને બે પુત્રો થયા – વિષ્ણુકુમાર અને મહાપદ્મ. મહાપદ્મ નવમા ચક્રવર્તી થયા.
હરિફેણ (૧૮૪૨) – કાંપિલ્યનગરના રાજા મહાહરિશની રાણીનું નામ મેરા હતું. તેમના પુત્રનું નામ હરિપેણ હતું. તેઓ દશમા ચક્રવર્તી થયા.
જય (૧૮૩૩) – તેઓ રાજગૃહ નગરના રાજા સમુદ્રવિજયના પુત્ર હતા. તેમની માતાનું નામ ‘વપ્રકા’ હતું. તેઓ અગિયારમા ચક્રવર્તી થયા.'
દશાર્ણભદ્ર (૧૮૪૪) – તેઓ દશાર્ણ જનપદના રાજા હતા. તેઓ ભગવાન મહાવીરના સમકાલીન હતા. (સંપૂર્ણ વિવરણ માટે જુઓ – સુખબોધા, પત્ર ૨૫૦-૨૫૧).
કરકંડુ (૧૮/૪૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૯૮. દ્વિમુખ (૧૮/૪૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૯૯. નમિ (૧૮૬૫) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૩૦૦ નગ્નતિ (૧૮/૪૫) - જુઓ-ઉત્તરઝયણાણિ, પૃ. ૩૦૦.
ઉદ્રાયણ (૧૮૮૭) – તેઓ સિંધુ-સૌવીર જનપદના રાજા હતા. તેઓ સિંધુ-સૌવીર વગેરે સોળ જનપદો, વીતભય વગેરે ૩૬૩ નગરો, મહાસન વગેરે દશ મુકુટધારી રાજાઓના અધિપતિ હતા. વૈશાલી ગણતંત્રના રાજા ચેટકની પુત્રી ‘પ્રભાવતી’ તેમની પટરાણી હતી.
કાશીરાજ (૧૮૪૮) – તેમનું નામ નંદન હતું અને તેઓ સાતમા બલદેવ હતા. તેઓ વારાણસીના રાજા અગ્નિશીખના પુત્ર હતા. તેમની માતાનું નામ જયંતી અને નાના ભાઈનું નામ દત્ત હતું.
વિજય (૧૮૪૯) – તેઓ દ્વારકાવતી નગરીના રાજા બ્રહ્મરાજના પુત્ર હતા. તેમની માતાનું નામ સુભદ્રા હતું. તેઓ બીજા બલદેવ હતા. તેમના નાના ભાઈનું નામ ઢિપૃષ્ઠ હતું.
ઉત્તરાધ્યયનના વૃત્તિકાર નેમિચંદ્ર લખ્યું છે કે “આવશ્યક-નિયુક્તિમાં આ બે બલદેવો-નંદન અને વિજયનો ઉલ્લેખ મળે છે. એટલા માટે અમે તેને અનુસરીને અહીં તેમનું વિવરણ પ્રસ્તુત કરી રહ્યા છીએ. જો આ બન્ને કોઈ બીજા હોય અને આગમજ્ઞ-પુરુષો તેમને જાણતા હોય તો તેમની બીજી રીતે વ્યાખ્યા કરે.”૨
આ કથનથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂત્રગત આ બન્ને નામો તે સમયે સંદિગ્ધ હતાં. શાંત્યાચાર્યે આના પર કોઈ ઊહાપોહ કર્યો નથી. નેમિચંદ્ર પોતાની ટીકામાં સહેજ અછડતો ઉલ્લેખ કરી છોડી દીધેલ છે.
જો આપણે પ્રકરણગત ક્રમ ઉપર દષ્ટિ ફેરવીએ તો આપણને જણાશે કે બધા તીર્થકરો, ચક્રવર્તીઓ તથા રાજાઓના નામો, ક્રમપૂર્વક આવ્યાં છે. ઉદ્રાયણ ભગવાન મહાવીરના સમયમાં થયા હતા. તેમના પછી તરત બે બલદેવો – કાશીરાજ નંદન અને વિજયનો ઉલ્લેખ અસંગત જેવો જણાય છે. આથી એમ પ્રતીત થાય છે કે આ બન્ને મહાવીરકાલીન જ કોઈ રાજા હોવા જોઈએ. જે શ્લોકો (૧૯૪૮)માં કાશીરાજનો ઉલ્લેખ છે, તેમાં જ ‘ય’ શબ્દ પણ આવ્યો છે. ટીકાકારોએ તેને વિશેષણ
૨. સુખબોધા, પત્ર ૨૫૬.
૧. “ભરતીથી લઈને ‘જય’ સુધીના તીર્થકરો તથા ચક્રવર્તીઓનું
અસ્તિત્કાલ પ્રાગઐતિહાસિક છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org