Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પરિશિષ્ટ ૪
વ્યક્તિ પરિચય
આ સત્રમાં અનેક વ્યક્તિઓના નામોનો ઉલ્લેખ થયો છે. કેટલીક વ્યક્તિઓ ઈતિહાસના ઘેરાવામાં આવે છે અને કેટલીક પ્રાગૈતિહાસિક છે. તેમની સંપૂર્ણ યાદી અને પરિચય આ પ્રમાણે છે :
મહાવીર (ર સૂટ ૧) – આ અવસર્પિણી-કાળમાં જૈન-પરંપરાના અંતિમ તીર્થકર. નાયપુત્ત (૬/૧૭) - ભગવાન મહાવીરનો વંશ “નાય’–‘જ્ઞાત' હતો, તેથી તેઓ ‘નાયપુત્ત' કહેવાતા હતા. કપિલ (અધ્યયન ૮) – જુઓ - ઉત્તરઝયણાણિ, પૃ.૧૪૫. નમિ (અધ્યયન ૯) – જુઓ - ઉત્તરઝયણાણિ, પૃ. ૧૫૯.
ગૌતમ (અધ્યયન ૧૦) –તેમના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને ગોત્ર ગૌતમ હતું. તેમનો જન્મ (ઈ. પૂ. ૬૦૭) ગોબર-ગ્રામ (મગધ)માં થયો હતો. તેમનું મૂળ નામ ઈન્દ્રભૂતિ હતું.
એકવાર મધ્યમ પાવાપુરીમાં આર્ય સૌમિલ નામના એક બ્રાહ્મણે વિશાળ યજ્ઞ કર્યો. તેમાં ભાગ લેવા માટે અનેક વિદ્વાનો આવ્યા. તેમાં ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ-એ ત્રણે ભાઈઓ પણ હતા. તેઓ ચૌદ વિદ્યાઓમાં પારંગત હતા.
ભગવાન મહાવીર પણ બાર યોજન વિહાર કરી મધ્યમ પાવાપુરી પહોંચ્યા અને ગામ બહાર મહાસેન નામે ઉદ્યાનમાં ઉતર્યા. ભગવાનને જોઇ બધાનાં મન આશ્ચર્યથી ચક્તિ થઈ ગયાં.
ઈન્દ્રભૂતિને જીવના વિષયમાં સંદેહ હતો. તેઓ મહાવીર પાસે વાદ-વિવાદ કરવા આવ્યા. તેમને પોતાની વિદ્વત્તા વિશે અભિમાન હતું. તેમણે વિચાર્યું –
यमस्य मालवो दूरे किं स्यात् को वा वचस्विनः ।
अपोषितो रसो नूनं किमजेयं च चक्रिणः ।। -યમને માટે માળવા ક્યાં દૂર છે? વચસ્વી મનુષ્ય વડે કયો રસ(શૃંગાર આદિ) પોષાતો નથી? ચક્રવર્તન માટે શુ અજેય
ભગવાને જીવનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. ઈન્દ્રભૂતિએ પોતાના પાંચસો શિષ્યો સહ ભગવાનનું શિષ્યત્વ સ્વીકારી લીધું.
ગૌતમ ભગવાનના પ્રથમ ગણધર હતા. તેઓ ૫૦ વર્ષ સુધી ગૃહસ્થવાસમાં, ત્રીશ વર્ષ સુધી છદ્મસ્થાવસ્થામાં અને બાર વર્ષ કેવલી પર્યાયમાં રહ્યા અને અંતે અનશન કરી ૯૨ વર્ષની અવસ્થામાં (ઈ. પૂ. ૫૧૫માં) રાજગૃહના વૈભારગિરિ પર્વત ઉપર મુક્તિ પામ્યા.
જૈન આગમોમાં ગૌતમ વડે પૂછાયેલા પ્રશ્નો અને ભગવાન દ્વારા અપાયેલા ઉત્તરોનું સુંદર સંકલન છે. હરિકેસબલ (અધ્યયન ૧૨) – જુઓ - ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૦૮.
કૌશિક (૧૨/૨૦)-કૌશલિક કોશલ દેશના રાજાનું નામ છે. અહીં કૌશલિકથી ક્યો રાજા અભિપ્રેત છે તે સ્પષ્ટ ઉલ્લિખિત નથી. કૌશલિક પુત્રીની ઘટના વારાણસીમાં બની હતી. કાશી ઉપર કૌશલ દેશનું પ્રભુત્વ મહાકૌશલ અને પ્રસેનજિતના રાજ્યકાળમાં રહ્યું હતું. આ પરથી એવું અનુમાન કરી શકાય કે કૌશલિક મહાકૌશલ કે પ્રસેનજિત માટે પ્રયોજાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org