Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૯૯૬
પરિશિષ્ટ ૪: વ્યક્તિ પરિચય
મહાકૌશલની સાથે કૌશલિક રાષ્ટ્રના અધિક નિકટનો સંબંધ છે. સંભવ છે કે અહીં તે તેના જ માટે વપરાયો હોય.
ભદ્રા (૧૨/ ૨૦) – મહારાજ કૌશલિકની પુત્રી, જુઓ - ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૦૮.
ચલણી (૧૩૧) – આ કાંપિલ્યપુરના રાજા “બ્રહ્મની પટરાણી અને અંતિમ ચક્રવર્તી બ્રહ્મદત્તની મા હતી. ઉત્તર પુરાણ (૭૩) ૨૮૭)માં તેનું નામ “ચૂડાદેવી' આપવામાં આવ્યું છે.
બહ્મદત્ત (૧૩૧) – તેના પિતાનું નામ “બ્રહ્મ અને માતાનું નામ “ચલણી’ હતું. તેનું જન્મસ્થાન પાંચાલ જનપદનું કાંપિલ્યપુર હતું. મહાવગ્ગજાતકમાં પણ ચૂલણી બ્રહ્મદત્તને પાંચાલનો રાજા માનવામાં આવ્યો છે. તે અંતિમ ચક્રવર્તી હતો. આધુનિક વિદ્વાનોએ તેનો અસ્તિત્વકાળ ઈ.પૂ.દશમી શતાબ્દી આસપાસનો માન્યો છે.' ચિત્ર, સંભૂત અધ્યયન ૧૩) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૨૪. પુરોહિત (૧૪)૩) –પુરોહિતનું નામ મૂળસૂત્રમાં ઉલ્લિખિત નથી. વૃત્તિમાં તેનું નામ ભૃગુ બતાવવામાં આવ્યું છે.” જુઓ – સુખબોધા, પત્ર ૨૦૪.
યશા (૧૪૩) – કુરુ જનપદના ઈષકાર નગરમાં ભૃગુ પુરોહિત રહેતો હતો. તેની પત્નીનું નામ યશા હતું. તેને બે પુત્રો હતા. પોતાના પુત્રો સાથે તે પણ દીક્ષિત થઈ ગઈ હતી.
કમલાવતી (૧૩૩) – આ ઈષકાર નગરના મહારાજ ઈષકાર'ની પટરાણી હતી.
ઈષકાર (૧૪૩) – આ કુરુ જનપદના ઈષકાર નગરનો રાજા હતો. આ તેનું રાજ્યકાલીન નામ હતું. તેનું મૌલિક નામ ‘સીમંધર' હતું. અંતમાં પોતાનું રાજય છોડી તે પ્રવ્રજિત થયો. બૌદ્ધ ગ્રંથકારોએ તેને “એસુકારી’ નામે ઓળખાવ્યો છે.”
સંજય (૧૮૬૧) – જુઓ-ઉત્તરજઝયણાણિ, પૃ. ૨૮૬
ગર્દભાલિ (૧૮૧૯) – તેઓ જૈન-શાસનમાં દીક્ષિત મુનિ હતા. પાંચાલ જનપદનો રાજા “સંજય’ તેમની પાસે દીક્ષિત થયો હતો.
ભરત (૧૮૩૪) – આ ભગવાન ઋષભના પ્રથમ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી હતા. તેમના નામ પરથી આ દેશનું નામ ‘ભારત’ પડ્યું.
સગર (૧૮૩૫) – આ બીજા ચક્રવર્તી હતા. અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ઈવાકુ વંશનો હતો. તેના ભાઈનું નામ સુમિત્રવિજય હતુ. તેને બે પત્નીઓ હતી – વિજયા અને યશોમતી. વિજયાના પુત્રનું નામ અજિત હતું. તેઓ બીજા તીર્થકર બન્યા અને યશોમતીના પુત્રનું નામ સગર હતું.
મઘવ (૧૮૩૬) – શ્રાવસ્તી નગરીના રાજા સમુદ્રવિજયની પટરાણી ભદ્રાના ગર્ભથી તેમનો જન્મ થયો હતો. તેઓ ત્રીજા ચક્રવર્તી બન્યા.
સનકુમાર (૧૮૩૭) – કુર-જાંગલ જનપદમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં કુરુવંશનો રાજા અશ્વસેન રાય કરતો હતો. તેના ભાર્યાનું નામ સહદેવી હતું. તેણે એક પુત્રને જન્મ આપ્યો, તેનું નામ સનકુમાર રાખવામાં આવ્યું. તે ચોથા ચક્રવર્તી થયા.
શાંતિ (૧૮૩૮) – તેઓ હસ્તિનાપુરના રાજા વિશ્વસેનના પુત્ર હતા. તેમની માતાનું નામ અચિરા દેવી હતું. તેઓ પાંચમાં ચક્રવર્તી થયા અને અંતે રાજય ત્યાગ કરી સોળમા તીર્થકર બન્યા.
કુથું (૧૮/૩૯) –તેઓ હસ્તિનાપુરના રાજા મૂરના પુત્ર હતા. તેમની માતાનું નામ શ્રીદેવી હતું. તેઓ છઠ્ઠા ચક્રવર્તી થયા
૧. કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભાગ ૧, પૃ. ૧૮૦. ૨. બૃહદ્રવૃત્તિ, પત્ર ૩૯૪.
૩. બૃહદ્રવૃત્તિ, પત્ર ૩૯૪. ૪. ઉત્તરઝયણાણિ ૧૪. ૪૯. ૫. હસ્તિપાલ જાતક, સંખ્યા ૫૦૯.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org