Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
૯૩૪
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૧૫
(૬) ઈન્દ્રવાનક – કલિંગ દેશમાં ઉત્પન્ન થનાર." આ ઉપર્યુક્ત સ્થાનો ઉપરાંત અન્ય પણ અનેક સ્થાનો છે, જ્યાં હીરા ઉત્પન્ન થાય છે, જેવાં કે–ખાણ, વિશેષ જળ-પ્રવાહ અને હાથી-દાંતનું મૂળ વગેરે. હીરા અનેક રંગના હોય છે, જેવા કે
(૧) માર્બારાક્ષક – મારની આંખ સમાન. (૨) શિરીષ પંખ્યક – શિરીષના ફૂલ સમાન. (૩) ગોમૂત્રક – ગોમૂત્ર સમાન, (૪) ગોમેદક – ગોરોચન સમાન. (૫) શુદ્ધ સ્ફટિક – અત્યંત શ્વેતવર્ણ સ્ફટિક સમાન.
(૬) મુલાટી-પુષ્પક વર્ણ – મુલાટીના ફૂલ સમાન ઉત્તમ હીરો નિમ્નોક્ત ગુણોવાળો હોય છે – મોટો, ચીકણો, ભારે ચોટ સહન કરી શકનાર, બરાબર ખૂણાવાળો, પાણીથી ભરેલા પીતળ વગેરેના વાસણમાં હીરો નાખી તે વાસણને હલાવવામાં આવે ત્યારે વાસણમાં રેખા પાડનાર, તકલીની માફક ધૂમનાર અને ચમકદાર, આવો હીરો પ્રશસ્ત માનવામાં આવે છે.'
ન –અર્થાત્ શિખર-રહિત (ખૂણાઓ વિનાનો), અશ્રિ-રહિત (તીણ ખૂણાઓ વિનાનો) તથા એક બાજુ વધુ પ્રમાણમાં ઉપસેલા ખૂણાઓ વાળો હીરો અપ્રશસ્ત ગણાય છે."
સાસT-- હરિત વર્ણવાળી ધાતુ.”
પવાનૈ–પ્રવાલ, વિદ્યુમ, મૂંગો. આને નવ રત્નોમાં એક રત્ન માનેલ છે, પરંતુ જંતુ-વિશેષજ્ઞોએ કરેલ સંશોધન અનુસાર ‘પ્રવાલ' (મૂંગો) એક સામુદ્રિક વનસ્પતિ-જીવ છે, જેનાં મૃતશરીરના ટુકડા કરી આભૂષણો બનાવવામાં આવે છે. મૂંગાની અનેક જાતો છે, જેમના કદ-આકારમાં ઘણો તફાવત હોય છે. તેમના શરીરની અંદરની રચના એક સરખી જ હોય છે અને સહુથી ઉપરના ભાગમાં તેમનું ખુલ્લું મુખ-છિદ્ર હોય છે. મુખ-છિદ્રની ચારે બાજુ આંગળીઓના આકારના પાતળા પાતળા અંકોડા હોય છે, જે તેમની સ્પર્શ-ઈન્દ્રિયો, હાથ તથા આત્મરક્ષણ માટેના ડંખ છે. તેઓ પોતાના શરીરની ચારે બાજુ કઠણ પડની રચના કરે છે, જેની અંદર તેમનું નરમ શરીર સુરક્ષિત રહે છે. તેમાં કેટલાક નળીના આકારના હોય છે. તો કેટલાક ઝાડ-છોડની માફક પોતાની વાંકી ડાળીઓ ફેલાવીને રહે છે. કેટલાકની બનાવટ મનુષ્યના મગજ જેવી હોય છે તો કેટલાક બિલાડીના ટોપના આકારના હોય છે. કેટલાક જોવામાં પંખી જેવા દેખાય છે, તો કેટલાક આંગળીઓ જેવા અને તેમાનાં કેટલાક તો એવા પણ છે કે જેમણે લાખો અબજો વર્ષો દરમિયાન નિરંતર સંગઠિત થતાં જઈ મોટી મોટી શીલાઓ તથા માઈલો લાંબા પ્રવાળ-દ્વીપો-નું રૂપ ધારણ કર્યું છે. સંભવ છે કે આ દ્વીપોને ખોદવાથી મળતાં હોવાને કારણે તેમને પૃથ્વીકાયના ભેદોમાં ભેળવી દેવામાં આવ્યા હોય.
૧.
૪.
५.
૨.
ટર્નીય અર્થશાસ્ત્ર, રા ૨ા ૨૧: સમારાષ્ટ્ર मध्यमराष्ट्रकं कश्मीरराष्ट्रकं श्रीकटनकं मणिमन्तकमिन्द्रवानकं च वज्रम् । એજન, રા ૨૨ ૨૨: નિ: સ્ત્રોત: પ્રવિં ચ યોજય: એજન, રા૨૨૨: મનપાર્વશિરીષપુણવંનોમૂત્ર गोमेदकं शुद्धस्फटिकं मूलाटीपुष्पकवर्ण मणिवर्णानामन्यतमवर्णमितिवज्रवर्णाः ।
એજન, રા૨ ૨૨ : શૂન્દ્ર ત્રિવં ગુરુ પ્રહારસદંસમકોટિલું भाजनलेखितं कुभ्रामि भ्राजिष्णु च प्रशस्तम् । कौटलीय अर्थशास्त्र, २।११। २९ : नष्टकोणं निरश्रि पार्वापवृत्तं चाप्रशस्तम्। મૂનાગર, ૨૦, વૃત્તિ:સી સ્વરૂપY समुद्र के जीव-जन्तु, पृ.१४ ।
७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org