Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૯૪૬
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૨૭
ઉન્માર્ગ-દેશના – મિથ્યાદર્શન ને અવ્રતનો ઉપદેશ.
માર્ગ-દૂષણ – માર્ગમાં દોષો દર્શાવવા, જેમ કે – જ્ઞાનથી જ મોક્ષ થાય છે, દર્શન અને ચારિત્રની શું જરૂર છે? ચારિત્રથી જ મોક્ષ થાય છે, જ્ઞાનની શું જરૂર ?'
માર્ગ-વિપ્રતિપત્તિ – જ્ઞાન, દર્શન અને ચારિત્ર મોક્ષનો માર્ગ નથી—એવું માનવું અથવા તે ત્રણેથી પ્રતિકૂળ આચરણ કરવું.
મોહ–ગૂઢતમ તત્ત્વોમાં મૂઢ બની જવું અથવા ચારિત્ર-શૂન્ય તીર્થિકોનું ઐશ્વર્ય જોઈ લલચાઈ જવું. મોહ-જનન–સ્વભાવની વિચિત્રતા કે કપટવશ બીજી વ્યક્તિઓમાં મોહ પેદા કરવો.’
ઉત્તરાધ્યયનમાં આ પાંચ ભાવનાઓના પ્રકારો કંઈક ઓછા છે. મૂલારાધનામાં તેનાથી વધુ છે અને પ્રવચનસારોદ્ધારમાં પૂરા પચ્ચીસ છે અર્થાતુ પ્રત્યેક ભાવનાના પાંચ પાંચ પ્રકાર છે.
પાદ-ટિપ્પણમાં ઉદ્ધત મુલારાધનાની ગાથાઓ ઉપરથી એ ખૂબ જ સ્પષ્ટ થાય છે કે પ્રારંભકાળે શ્વેતાંબર અને દિગંબર સાહિત્યમાં અત્યધિક સામીપ્ય રહ્યું છે.
૧.
मूलाराधना, विजयोदया, पृ. ४०२ : मार्गस्य दूषणं नाम ज्ञानादेव मोक्षः किं दर्शनाचारित्राभ्यां ? चारित्रमेवोपयः किं ज्ञानेनेति कथयन्मार्गस्य दूषको મવતિના એજન, પૃ. ૪૦૨: લૈત્રયાત્મ વિપ્રતિપન્ન ષ न मुक्तेर्मार्ग इति यस्तद्विरुद्धाचरणः ।
प्रवचनसारोद्धार वृत्ति, पत्र १८३ : निकाममुपहतमतिः सन्नतिगहनेषु ज्ञानादिविचारेषु यन्मुह्यति यच्च परतीर्थिकसम्बन्धिनी नानाविधां समृद्धिमालोक्य मुह्यति स संमोहः। એજન, પત્ર ૨૮૩ : તથા વાવેન પટેન વા दर्शनान्तरेषु परस्य मोहमुत्पादयति तन्मोहजननम् ।
૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org