Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૯૨૮
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૪-૬
ધર્મ
અધર્મ
૪. (શ્લોક ૩)
ભગવાન મહાવીરનું દર્શન અનેકાન્ત-દર્શન છે. અનેકાન્તનો અર્થ છે – ‘વસ્તુમાં અનંત સ્વભાવોનું હોવું.” બધા સ્વભાવો પોતપોતાની દષ્ટિએ એક-બીજાથી ભિન્ન છે. જેટલા સ્વભાવ છે તેટલા જ કથન-પ્રકાર છે. આથી તેમનું એક સાથે કથન કરવું અસંભવિત છે. ભગવાને પ્રમુખપણે પદાર્થ-જ્ઞાનની ચાર દૃષ્ટિ આપી– (૧) દ્રવ્ય, (૨) ક્ષેત્ર, (૩) કાળ અને (૪) ભાવ.
(૧) દ્રવ્ય-દષ્ટિ– આનાથી દ્રવ્યનું પરિમાણ જાણવામાં આવે છે. (૨) ક્ષેત્ર-દષ્ટિ – આનાથી વસ્તુ ક્યાં મળે છે તે જાણવામાં આવે છે. (૩) કાળ-દષ્ટિ -- આનાથી દ્રવ્યની કાળ-મર્યાદા જાણવામાં આવે છે. (૪) ભાવ-દષ્ટિ – આનાથી દ્રવ્યનાં પર્યાયો-રૂપ પરિવર્તનો-જાણવામાં આવે છે. ચાર દ્રષ્ટિઓથી દ્રવ્ય-વિચાર – દ્રવ્ય દ્રવ્યદૃષ્ટિ ક્ષેત્રદૃષ્ટિ
કાલષ્ટિ
ભાવૌંષ્ટિ એક લોક-વ્યાપી
અનાદિ-અનંત અરૂપી એક લોક-વ્યાપી
અનાદિ-અનંત અરૂપી આકાશ એક
લોક-અલોક-વ્યાપી અનાદિ-અનંત અરૂપી કાળ અનંત
સમયક્ષેત્ર-વ્યાપી અનાદિ-અનંત અરૂપી પુદ્ગલ અનંત લોક-વ્યાપી
અનાદિ-અનંત રૂપી જીવ અનંત લોક-વ્યાપી
અનાદિ-અનંત અરૂપી. ૫. (શ્લોક ૪)
રૂપી અથવા મૂર્ત દ્રવ્ય ઇન્દ્રિયગમ્ય હોઈ શકે છે. અરૂપી અથવા અમૂર્ત દ્રવ્ય ઈન્દ્રિયનો વિષય નથી. જે ઇન્દ્રિયનો વિષય ન હોય તે વાસ્તવમાં હતુ અથવા અનુમાનનો વિષય પણ બનતો નથી. અવધિ અને મન:પર્યવ-બન્ને પ્રત્યક્ષ જ્ઞાન છે. તેમના દ્વારા પણ અરૂપી દ્રવ્યને જાણી શકાતું નથી. આ દૃષ્ટિએ અરૂપી દ્રવ્ય અને સર્વજ્ઞતા – બન્ને વચ્ચે ગાઢ સંબંધ છે. ૬. (શ્લોક ૫)
પદાર્થ બે રૂપે ગ્રાહ્ય હોય છે – ખંડ-રૂપે અને અખંડ-રૂપે. જેના ફરી બે ટૂકડા ન થઈ શકે એવા, પદાર્થના સૌથી નાના ભાગને પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ સૂક્ષ્મ અને કોઈ એક રસ, ગંધ, વર્ણ તથા બે સ્પર્શ સહિત હોય છે. તેવા પરમાણુઓ જ્યારે એકત્રિત થઈ જાય છે ત્યારે તેમને સ્કંધ કહેવામાં આવે છે. બે પરમાણુઓથી બનનાર સ્કંધને દ્વિ-પ્રદેશી સ્કંધ કહે છે. એ જ રીતે સ્કંધના ત્રિ-પ્રદેશી, દસ-પ્રદેશી, સંખ્યય-પ્રદેશી, અસંખ્યય-પ્રદેશી, અનંત-પ્રદેશી ઇત્યાદિ અનંત ભેદ થાય છે. સ્કંધના બુદ્ધિ-કલ્પિત અંશને દેશ કહે છે. તે જ્યાં સુધી તે સ્કંધની સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી દેશ કહેવાય છે. અલગ થઈ ગયા બાદ તે પોતે સ્કંધ બની જાય છે. સ્કંધના તે નાનામાં નાના ભાગને કે જેના ફરીથી બે ભાગ ન થઈ શકે તેવા ભાગને પ્રદેશ કહે છે. પ્રદેશ પણ ત્યાં સુધી જ પ્રદેશ કહેવાય છે જયાં સુધી તે સ્કંધની સાથે જોડાયેલા રહે છે. જુદો થઈ ગયા બાદ તે પરમાણુ કહેવાય છે.
ધર્માસ્તિકાય વગેરે ચાર અસ્તિકાયોના સ્કંધ, દેશ તથા પ્રદેશ – એવા ત્રણ જ ભેદ પડે છે. માત્ર પુદ્ગલાસ્તિકાયના જ સ્કંધ, દેશ, પ્રદેશ તથા પરમાણું – એવા ચાર ભેદ પડે છે. તે રૂપી છે. ધર્માસ્તિકાય વગેરેના સ્વરૂપની ચર્ચા ઉત્તરાધ્યયનના અઠ્યાવીસમા અધ્યયનના આઠમા અને નવમા શ્લોકની ટિપ્પણોમાં કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org