Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
જીવાજીવવિભક્તિ
૭. અધ્વાસમય (કાળ) (સદ્ધાસન)
સ્થાનાંગમાં કાળના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. ત્યાં એક નામ ‘બ્રહ્મા-વાત’ પણ આપ્યું છે. વૃત્તિકારે બતાવ્યું છે કે જાત શબ્દ રંગ, પ્રમાણ, કાળ વગેરે ઘણા અર્થો માટે પ્રયોજાય છે. સમય-વાચી ‘ાત્ત’ શબ્દથી જુદો પાડવા માટે તેની પાછળ અદ્ધા વિશેષણ જોડવામાં આવ્યું છે. અહીં તે જ અર્થમાં અહ્વાસમય છે.
તે સૂર્યની ગતિ સાથે સંબંધ રાખે છે. દિન-રાત વગેરેનું કાળમાન માત્ર મનુષ્ય-ક્ષેત્રમાં જ હોય છે. તેનાથી બહાર એવા ભેદ હોતા નથી. આથી અદ્ધાકાલ માત્ર મનુષ્ય-ક્ષેત્ર (અઢી દ્વીપ)માં જ હોય છે.
૮. સમયક્ષેત્ર (મનુષ્ય લોક)માં (સમયદ્ધેત્તિ!)
સમયક્ષેત્ર તે ક્ષેત્ર છે જ્યાં સમય, આવિલકા, પક્ષ, માસ, ઋતુ, અયન આદિ કાળ-વિભાગની જાણ થાય છે, સમયક્ષેત્ર બહાર ઉપર્યુક્ત કાળ-વિભાગો હોતા નથી. સમયક્ષેત્રનું બીજું નામ મનુષ્યક્ષેત્ર પણ છે. કેમ કે જન્મથી મનુષ્યો માત્ર સમયક્ષેત્રમાં જ મળી આવે છે. ક્ષેત્ર-ફળની દૃષ્ટિએ તેની વ્યાખ્યા આવી છે – જંબુદ્વીપ, ધાતકી ખંડ તથા અર્ધ પુષ્કર – આ અઢી દ્વીપોનું નામ મનુષ્યક્ષેત્ર કે સમયક્ષેત્ર છે.
=
સૂર્ય અને ચન્દ્ર મેરુપર્વતની પ્રદક્ષિણા કરતાં કરતાં ભ્રમણ કરે છે, આથી તેમની ગતિ સમયક્ષેત્ર સુધી જ સીમિત રહી જાય છે. તેનાથી આગળ જો કે અસંખ્ય સૂર્યો અને ચંદ્રો છે, પણ તેઓ પોતાના સ્થાને અવસ્થિત છે આથી તેમના વડે કાળ-વિભાજન થતું નથી.
૯. (શ્લોક ૧૧)
૯૨૯
પરમાણુઓ આકાશના એક પ્રદેશમાં જ અવગાહન કરે છે. તેથી ‘ભજના’ અથવા વિકલ્પ માત્ર સ્કંધનો જ થાય છે. સ્કંધની પરિણતિ વિવિધ પ્રકારની હોય છે. કેટલાક સ્કંધો આકાશના એક પ્રદેશમાં પણ અવગાહન કરી લે છે, કેટલાક આકાશના સંખ્યેય પ્રદેશોમાં અવગાહન કરે છે અને કેટલાક સ્કંધો પૂરેપૂરા લોકાકાશમાં પ્રસરી જાય છે. એટલ માટે ક્ષેત્રાવગાહનની દૃષ્ટિએ તેના અનેક વિકલ્પો થાય છે.
૧૦. (શ્લોક ૧૩-૧૪)
સંખ્યા આઠ પ્રકારની બતાવાઈ છે. તેમાં એક ભેદ છે ગણના. ગણનાના મુખ્ય ત્રણ ભેદ છે – સંખ્ય, અસંખ્ય અને અનંત. તેમના અવાન્તર ભેદ વીસ થાય છે. જેવા કે –
સંખ્યના ત્રણ ભેદ છે – (૧) જઘન્ય, (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ.
અસંખ્યના નવ ભેદ છે – (૧) જઘન્ય ૫રીત અસંખ્યેય, (૨) મધ્યમ પરીત અસંખ્યેય, (૩) ઉત્કૃષ્ટ પરીત અસંખ્યેય, (૪) જધન્ય યુક્ત અસંખ્યેય, (૫) મધ્યમ યુક્ત અસંખ્યેય, (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યેય, (૭) જઘન્ય અસંખ્યેય-અસંખ્યેય, (૮) મધ્યમ અસંખ્યેય-અસંખ્યેય અને (૯) ઉત્કૃષ્ટ અસંખ્યેય-અસંખ્યેય.
૨.
૩.
અધ્યયન-૩૬ : ટિપ્પણ ૭-૧૦
અનંતના આઠ ભેદ છે – (૧) જઘન્ય પરીત અનંત, (૨) મધ્યમ પરીત અનંત, (૩) ઉત્કૃષ્ટ પરીત અનંત, (૪) જધન્ય યુક્ત અનંત, (૫) મધ્યમ યુક્ત અનંત, (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંત, (૭) જઘન્ય અનંતઅનંત તથા મધ્યમ અનંત-અનંત અને (૮) ઉત્કૃષ્ટ અનંત-અનંત. અસદ્ભાવ થવાથી આ ભેદ ગણતરીમાં લેવામાં આવેલ નથી.
૧.
स्थानांग, ४। १३४, वृत्ति पत्र १९० : कालशब्दो हि वर्णप्रमाणकालादिष्वपि वर्त्तते, ततोऽद्धाशब्देन विशिष्यत इति, अयं च सूर्यक्रियाविशिष्टो मनुष्यक्षेत्रान्तर्वर्ती समयादिरूपोऽवसेयः ।
એજન, ૪। ૧૩૪, વૃત્તિ પત્ર ૧૦ ।
बृहद्वृत्ति, पत्र ६७४ : अत्र चाविशेषोक्तावपि
Jain Education International
परमाणूनामेकप्रदेश एवावस्थानात् स्कन्धविषयैव भजना द्रष्टव्या, ते हि विचित्रत्वात् परिणतेर्बहुतरप्रदेशोपचिता अपि केचिदेकप्रदेशे तिष्ठन्ति यदुक्तम् - एगेणवि से पुणे दोहिवि पुणे सर्वपि माइज्जे' त्यादि, अन्ये तु संख्येयेषु च प्रदेशेषु यावत् सकललोकेऽपि तथाविधाचित्तमहास्कन्धवद् भवेयुरिति भजनीया उच्यन्ते ।
For Private & Personal Use Only
www.jainelibrary.org