Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
અઠ્યાવીસમા અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ (સમજૂતિ) આપવામાં આવી છે અને આ અધ્યયનમાં અનગાર-માર્ગની. એટલા માટે તેનું નામ પોવેવમા અને આનું નામ – ‘મળIRTIછું –‘મનગર--તિ’ છે.
અનગાર મુમુલું હોય છે, આથી તેનો માર્ગ મોક્ષમાર્ગથી જુદો કેવી રીતે હોય? જો ન હોય તો પછી આના પ્રતિપાદનનો અર્થ શું?
આ પ્રશ્નને આપણે આ ભાષામાં વિચારીએ – મોક્ષમાર્ગ વ્યાપક શબ્દ છે. તેનાં ચાર અંગો છે– જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ :
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा।
एस मग्गो त्ति पन्नत्तो जिणेहि वरदंसिहिं ।(२८१२) અનગાર-માર્ગ મોક્ષમાર્ગની તુલનામાં સીમિત છે. જ્ઞાન, દર્શન અને તપની આરાધના ગૃહસ્થવાસમાં પણ થઈ શકે છે. ગૃહસ્થજીવનમાં માત્ર અનગાર-ચારિત્રની આરાધના નથી હોતી. પ્રસ્તુત અધ્યયનમાં તેનું જ પ્રતિપાદન છે. આ તથ્યને આવી રીતે પણ મૂકી શકાય કે પ્રસ્તુત અધ્યયનમાં મોક્ષમાર્ગના ત્રીજા અંગ (ચારિત્ર)ના દ્વિતીય અંશ – અનગાર-ચારિત્ર – નો કર્તવ્ય-નિર્દેશ છે.
આ અધ્યયનનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય સંગ-વિજ્ઞાન છે. સંગનો અર્થ લેપ કે આસક્તિ છે. તેનાં ૧૩ અંગ બતાવવામાં આવ્યાં છે – ૧. હિંસા
૮. ગૃહ-નિર્માણ ૨. અસત્ય,
૯. અન્ન-પાક, ૩. ચૌર્ય,
૧૦. ધનાર્જનની વૃત્તિ, ૪. અબ્રહ્મ-સેવન,
૧૧. પ્રવિદ્ધ-ભિક્ષા, ૫. ઈચ્છા-કામ
૧૨. સ્વાદ-વૃત્તિ, ૬. લોભ,
૧૩. પૂજાની અભિલાષા. ૭. સંસક્ત-સ્થાન, એકવીસમા અધ્યયનમાં પાંચમુ મહાવ્રત અપરિગ્રહ છે. આ અધ્યયનમાં તેના સ્થાને ઇચ્છા-કામ અને લોભ-વર્જન છે :
अहिंस सच्चं च अतेणगंच, तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विऊ ।। ( २१ । १२) तहेव हिंसं अलियं, चोज्जं अबंभसेवणं।
इच्छाकामं च लोभं च, संजओ परिवज्जए ॥ (३५।३) ચોત્રીસમા અધ્યયન (શ્લોક ૩૧)માં બતાવવામાં આવ્યું છે – “ધમ્મસુખિ ફાયU' – મુનિ ધર્મ અને શુક્લધ્યાનનો અભ્યાસ કરે.
આ અધ્યયન (શ્લોક ૧૯)માં માત્ર શુક્લધ્યાનના અભ્યાસની વિધિ બતાવવામાં આવી છે – “સુફા શિયાળ'.
આમાં મૃત્યુ-ધર્મ તરફ પણ ઈશારો કરવામાં આવેલ છે. મુનિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી અસંગ જીવન જીવે અને જયારે કાળ-ધર્મ ઉપસ્થિત થાય, ત્યારે તે આહારનો પરિત્યાગ કરી દે (શ્લોક ૨૦). આગમકારને અનશનપૂર્વક મૃત્યુ અધિક અભીસિત છે.
જીવન-કાળમાં દેહ-બુત્સર્ગના અભ્યાસનો નિર્દેશ કરવામાં આવ્યો છે (શ્લોક ૧૯) દેહ-બુત્સર્ગનો અર્થ દેહ-મુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org