Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં જીવ અને અજીવના વિભાગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલા માટે તેનું નામ ‘નીવા નીવવિપત્તી – ‘નવાનીવવિપત્તિ' છે.
જૈન તત્ત્વવિદ્યા અનુસાર મૂળ તત્ત્વો બે છે– જીવ અને અજીવ. બાકીના બધાં તત્ત્વો તેમના અવાંતર વિભાગો છે. પ્રસ્તુત અધ્યયનમાં લોકની પરિભાષા એ જ આધારે કરવામાં આવી છે : “નવા વેવ શનીવા ૧, પર્સ નો વિદિg I” (શ્લોક ૨)
પ્રજ્ઞાપનાના પ્રથમ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના કરવામાં આવી છે. તેની જીવ-પ્રજ્ઞાપનાનો ક્રમ પ્રસ્તુત અધ્યયનની જીવ-વિભક્તિથી કંઈક જુદો છે. અહીં સંસારી જીવોના બે પ્રકાર કહેવામાં આવ્યા છે – ત્રસ અને સ્થાવર. સ્થાવરના ત્રણ પ્રકાર છે – પૃથ્વી, જળ અને વનસ્પતિ (ગ્લો. ૬૮-૬૯). ત્રસના પણ ત્રણ પ્રકાર છે – અગ્નિ, વાયુ અને ઉદાર (શ્લો. ૧૦૭) ઉદારના ચાર પ્રકાર છે – હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય (શ્લો. ૧૨૬)
પ્રજ્ઞાપનામાં સંસારી જીવોના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે–એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૧
પ્રસ્તુત અધ્યયનમાં જીવ-વિભાગમાં એકેન્દ્રિયનો ઉલ્લેખ નથી અને પ્રજ્ઞાપનામાં ત્ર-સ્થાવરનો વિભાગ નથી. આચારાંગ (પ્રથમ શ્રુતસ્કંધ)ને સહુથી પ્રાચીન આગમ માનવામાં આવે છે. તેમાં જીવ-વિભાગ છે જીવ-નિકાય રૂપે મળે છે. છ જીવનિકાયનો ક્રમ આ પ્રમાણે છે–પૃથ્વી, જળ, અગ્નિ, વનસ્પતિ, ત્રસ અને વાયુ. આચારાંગના નવમા અધ્યયનમાં છે જીવનિકાયનો ક્રમ જુદી રીતે મળે છે–પૃથ્વી, જળ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. ત્યાં ત્રસ અને સ્થાવર એવા બે વિભાગો પણ મળે છે."
આચારાંગના આધારે એવું અનુમાન કરી શકાય કે જીવોનો પ્રાચીનતમ વિભાગ છે જીવનિકાયરૂપે રહ્યો હશે. ત્રસ અને સ્થાવરનો વિભાગ પણ પ્રાચીન છે, પરંતુ સ્થાવરના ત્રણ પ્રકાર અને ત્રસના ત્રણ પ્રકાર – એવો વિભાગ આચારાંગમાં મળતો નથી, સ્થાનાંગમાં તે મળે છે. સંભવિત છે કે સ્થાનાંગમાંથી ઉત્તરાધ્યયનમાં તે લેવામાં આવ્યો હોય.
પ્રજ્ઞાપનાનો આ વિભાગ એનાથી પણ ઉત્તરવર્તી જણાય છે.
જીવ અને અજીવનું વિશદ વર્ણન જીવાજીવાભિગમ સૂત્રમાં મળે છે. તે ઉત્તરવર્તી આગમ છે, એટલા માટે તેમાં જીવવિભાગ સંબંધી અનેક મતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે :
(૧) બે પ્રકારના જીવ -ત્રસ અને સ્થાવર. (૨) ત્રણ પ્રકારના જીવ – સ્ત્રી, પુરુષ અને નપુંસક. (૩) ચાર પ્રકારના જીવ – નૈરયિક, તિર્યંચ-યોનિક, મનુષ્ય અને દેવ. (૪) પાંચ પ્રકારના જીવ – એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. (૫) છ પ્રકારના જીવ – પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક, (૬) સાત પ્રકારના જીવ – નૈરયિક, તિર્યંચ, તિર્યચી, મનુષ્ય, સ્ત્રી, દેવ અને દેવી. (૭) આઠ પ્રકારના જીવ –
પ્રથમ સમયના નૈરયિક, અપ્રથમ સમયના નૈરયિક,
पण्णवणा, प्रथम पद, सूत्र १४ । ૨. જુઓ–ગયા, પ્રથમ અધ્યયના ૩. માયારો, શ૨૨ા ૪. એજન, શશ ૨૪
ટા, રૂા રૂર૬, ૩૨૭: तिविहा तसा पं० तं० तेउकाइया वाउकाइया उराला तसा पाणा, तिविहा थावरा, तं०-पुढविकाइया आउकाइया वणस्सइकाइया। जीवाजीवाभिगम, प्रतिपत्ति १-९।
દે
ગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org