Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અનગાર-માર્ગ-ગતિ
८८७
અધ્યયન-૩૫: ટિપ્પણ ર
अभिरत्तानि नीलानि पण्डूदि पतितानि च ।
पस्सन्तो तरुपण्णानि निच्चसञ्ज पनूदति ।। (મઠ ‘સંબંધી’) કંજૂસાઈ દૂર થઈ જાય છે. દેવતાઓ દ્વારા પ્રતિપાલિત એકાંતમાં વૃક્ષની નીચે રહેતો, શીલવાન (ભિક્ષુ) લાલ, લીલા અને નીચે પડેલા, ઝાડનાં પાંદડાં જોતો, નિત્ય(હોવા)ના ખ્યાલને છોડી દે છે.
तस्मा हि बुद्धदायज्जं भावनाभिरतालयं ।
विवित्तं नातिमञ्जेय्य रुक्खमूलं विचक्खणो । (એટલા માટે બુદ્ધ-વારસ, ભાવનામાં વળગ્યા રહેવાના આલય અને એકાંત વૃક્ષમૂળની બુદ્ધિમાન (ભિક્ષુ) અવહેલના ન કરે) નિદાન કથા (જાતકઢકથા, પૃષ્ઠ ૧૩, ૧૪)માં વૃક્ષ-મૂળમાં રહેવાના દસ ગુણો બતાવાયા છે.
શ્મશાનિકાંગ પણ–“શ્મશાનને નહીં છોડું, શ્મશાનિકાંગ ગ્રહણ કરું છું”, આમાંથી કોઈ એક વાક્ય વડે ગ્રહણ કરાયેલ હોય છે. તે શ્મશાનિકે, કે જેને માણસો ગામ વસાવતી વખતે “આ શ્મશાન છે” માને છે, ત્યાં નહીં રહેવું જોઈએ. કેમકે મડદું સળગાવ્યા વિનાનું સ્થાન) શ્મશાન નથી હોતું. સળગાવવાના સમયથી માંડી જો બાર વર્ષ સુધી પણ છોડાયેલું રહે છે, તો (ત) રમશાન જ છે.
તેમાં રહેનારાએ ચંક્રમણ, મંડપ વગેરે બનાવી, ચોપાઈ-ચોકી બીછાવી, પીવા માટે પાણી રાખી, ધર્મ વાંચન કરતાં નહીં રહેવું જોઈએ. આ ધુતાંગ ખૂબ જ અઘરું છે. એટલા માટે પેદા થયેલ ઉપદ્રવને દૂર કરવા માટે સંઘ-સ્થિવર(=સંઘના વૃદ્ધ ભિક્ષુ) કે રાજ-કર્મચારીને જણાવીને અપ્રમાદપૂર્વક રહેવું જોઈએ. ચક્રમણ કરતી વેળાએ, અર્ધી આંખે મુર્દા-ઘાટન=મડદું સળગાવવાનું સ્થાન)ને જોતાં જોતાં ચંદ્રમણ કરવું જોઈએ. શ્મશાનમાં જતી વેળાએ પણ મહામાર્ગેથી ઊતરી, આડ માર્ગે જવું જોઈએ. દિવસે પણ આલંબનને સારી પેઠે જોઇને (મનમાં) બેસાડવું જોઈએ. આ રીતે કરવાથી) તેના માટે તે રાત્રિ ભયાનક બનશે નહીં. અમનુષ્યોનો અવાજ કરી ઘૂમતા એવાને પણ કોઈ વસ્તુથી મારવા ન જોઈએ. શમશાન નિત્ય જવું જોઈએ. (રાત્રિનો) વચલો પ્રહર મશાનમાં વીતાવી પાછલા પહોરમાં પાછા ફરવું જોઈએ. આમ અંગુત્તર ભાણક કહે છે. એમનુષ્યોને પ્રિય તલની વાનગી (= તલના કંસાર), અડદ ભેળવેલા ભાત(=ખીચડી), માછલી, માંસ, દૂધ, તેલ, ગોળ વગેરે ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ. (લોકોના) ઘરોમાં નહીં જવું જોઈએ. આ તેનું વિધાન છે.
પ્રભેદે આ પણ ત્રણ પ્રકારના હોય છે. ઉત્કૃષ્ટ જ્યાં હમેશાં મડદાં સળગાવવામાં આવે છે, મડદાં પડ્યાં રહે છે, રોવાફૂટવાનું ચાલુ) હોય છે, ત્યાં વસવું જોઈએ. મધ્યમ માટે ત્રણેમાંથી એકનું પણ હોવાનું ઠીક છે, મૃદુ માટે ઉક્ત પ્રકારે શ્મશાન મળવા માત્રથી. આ ત્રણેનું પણ ધુતાંગ અ-મશાન =જે શ્મશાન ન હોય)માં વાસ કરવાથી તૂટી જાય છે. ‘મશાને નહીં જવાના દિવસો’ (એમ) અંગુત્તર-ભાણક કહે છે. આ ભેદ (=વિનાશ) છે.
આ ગુણ છે – મરણનો વિચાર સતત રહેવો, અપ્રમાદ સાથે વિહરવું, અશુભ નિમિત્તનો લાભ, કામરાગનું દ્રીકરણ, હમેશાં શરીરના સ્વભાવને જોતાં રહેવું, સંવેગની અધિકતા, આરોગ્ય વગેરેના ઘમંડનો ત્યાગ, ભય અને ભયાનકતાની સહનશીલતા, અમનુષ્યોનું ગૌરવનીય હોવું, અલ્પચ્છ વગેરે અનુસાર વૃત્તિનું હોવું.
सो सानिकं हि मरणानुसतिप्पभावा । निद्दागतम्पि न फुसन्ति पमाददोसा ॥ सम्पस्सतो च कुणपानि बहूनि तस्स ।
कामानुराग वसगम्पि न होति चित्त ॥ ૧. વિશુદ્ધિમાન, માજા ૬,૬. ૭૩-૭૪ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org