Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનનું નામ ‘ત્રફળં’—‘યશીય' છે. તેનો મુખ્ય વિવક્ષિત વિષય ‘યજ્ઞ’ છે.' યજ્ઞ શબ્દનો અર્થ દેવ-પૂજા છે. જીવ-વધ વગેરે બાહ્ય અનુષ્ઠાનો દ્વારા કરવામાં આવનાર યજ્ઞને જૈન પરંપરામાં દ્રવ્ય (અવાસ્તવિક) યજ્ઞ કહેલ છે. વાસ્તવિક યજ્ઞ ભાવ-યજ્ઞ હોય છે. તેનો અર્થ છે—તપ અને સંયમમાં યતના—અનુષ્ઠાન કરવું.૨
પ્રસંગવશ આ અધ્યયનમાં (૧૯મા શ્લોકથી ૩૨મા શ્લોક સુધી) બ્રાહ્મણના મુખ્ય ગુણોનો ઉલ્લેખ થયો છે.
વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામે બે બ્રાહ્મણો રહેતા હતા. તેઓ કાશ્યપ-ગોત્રીય હતા. તેઓ પૂજનયાજન, અધ્યયન-અધ્યાપન, દાન અને પ્રતિગ્રહ–આવા છ કર્મોમાં રત તથા ચાર વેદોના અધ્યેતા હતા. તે બંને યુગલ-રૂપમાં
જન્મ્યા હતા.
એક વા૨ જયઘોષ સ્નાન કરવા માટે નદીએ ગયો હતો. તેણે જોયું કે એક સાપ દેડકાને ગળી રહ્યો છે. એટલામાં એક કુરલ પક્ષી ત્યાં આવ્યું અને સાપને પકડી ગળવા લાગ્યું. મરણકાળ નજીક હોવા છતાં પણ સાપ દેડકાને ખાવામાં રમમાણ હતો અને આ બાજુ કંપાયમાન સર્પને ખાવા માટે કુરલ આસક્ત હતું. આ દશ્ય જોઈને જયઘોષ ઉદ્ભીગ્ન બની ગયો. એકબીજાના ઉપઘાતને જોઈને તેનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. તે પ્રતિબુદ્ધ બની ગયો. ગંગા નદી પાર કરી તે શ્રમણો પાસે પહોંચ્યો. પોતાના ઉદ્વેગનું સમાધાન મેળવીને તે શ્રમણ બની ગયો.
એક વાર મુનિ જયઘોષ ‘એક-રાત્રિકી’ પ્રતિમા સ્વીકારીને ગ્રામાનુગ્રામ વિહાર કરતા વારાણસી આવ્યા. નગર બહાર એક ઉદ્યાનમાં ઉતર્યા. આજ તેમને એક મહિનાની તપસ્યાનું પારણું હતું. તેઓ ભિક્ષા લેવા નગરમાં ગયા. તે જ દિવસે બ્રાહ્મણ વિજયઘોષે યજ્ઞનો આરંભ કર્યો હતો. દૂર-દૂરથી બ્રાહ્મણો આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના માટે વિવિધ ભોજન-સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. મુનિ જયઘોષ ભિક્ષા લેવા માટે યજ્ઞવાટમાં પહોંચ્યા. ભિક્ષા યાચના કરી. પ્રમુખ યાજક વિજયઘોષે કહ્યું—‘મુનિ ! હું તમને ભિક્ષા નહીં આપું. તમે ક્યાંક બીજે ચાલ્યા જાવ. જે બ્રાહ્મણ વેદોને જાણે છે, જે યજ્ઞ વગેરે કરે છે, જે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ—વેદનાં આ છ અંગોના પારગામી છે તથા જે પોતાના અને બીજાઓના આત્માનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે—તેમને જ આ પ્રણીત અન્ન આપવામાં આવશે, તમારા જેવી વ્યક્તિઓને નહીં.' (શ્લો- ૬, ૭, ૮)
મુનિ જયઘોષે આ વાત સાંભળી. પ્રતિષેધ કરવા છતાં તેઓ રુષ્ટ ન થયા. સમભાવનું આચરણ કરતાં સ્થિરચિત્ત બની, ભોજન મેળવવા માટે નહીં પરંતુ યાજકોને યોગ્ય જ્ઞાન કરાવવા માટે તેમણે કેટલાંક તથ્યો પ્રગટ કર્યાં. બ્રાહ્મણોના લક્ષણો દર્શાવ્યાં. મુનિના વચનો સાંભળી વિજયઘોષ બ્રાહ્મણ સંબુદ્ધ બન્યો અને તેમની પાસે દીક્ષિત થઈ ગયો. સમ્યક્ આરાધના કરી બંને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની ગયા.
મુનિના ભોજનને માટે‚ પાન માટે, વસ્ર માટે, નિવાસ માટે વગેરે વગેરે કારણોસર ધર્મોપદેશ ન આપવો જોઈએ, પરંતુ માત્ર આત્મોદ્વારને માટે જ ઉપદેશ આપવો જોઈએ. આ તથ્યને સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરતાં જયઘોષ મુનિ બ્રાહ્મણ વિજયઘોષને કહે છે–
‘‘મુનિ ન અન્નને માટે, ન જળને માટે કે ન કોઈ અન્ય જીવન-નિર્વાહના સાધન માટે, પરંતુ મુક્તિને માટે ધર્મોપદેશ આપે છે. મારે ભિક્ષાનું કોઈ પ્રયોજન નથી. તમે નિષ્ક્રમણ કરી મુનિ-જીવનનો સ્વીકાર કરો.’’ (શ્લો. ૧૦, ૩૮)
‘ભોગ આસક્તિ છે અને અભોગ અનાસક્તિ. આસક્તિ સંસાર છે અને અનાસક્તિ મોક્ષ. માટીના બે ગોળા છે—એક ભીનો અને બીજો સૂકો. જે ભીનો હોય છે તે ભીંત સાથે ચોંટી જાય છે અને જે સૂકો હોય છે તે ચોંટતો નથી. એ જ રીતે જે વ્યક્તિ
૧.
૨.
उत्तराध्ययननियुक्ति, गाथा ४६२ :
जयघोसा अणगारा विजयघोसस्स जन्नकिच्चमि ।
तत्तो समुट्ठियमिणं अज्झयणं जन्नइज्जन्ति । ।
Jain Education International
એજન, ગાથા ૪૬૬ : તવÉનમેમુ નયળા માલે નન્નો मुव्वो ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org