Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
તપો-માર્ગ-ગતિ
૭૯૧
અધ્યયન-૩): ટિપ્પણ ૧૬
કાયોત્સર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય છે આત્માનો કાયાથી વિયોગ. કાયા સાથે આત્માનો જે સંયોગ છે, તેનું મૂળ છે પ્રવૃત્તિ. જે તેમનો વિસંયોગ ઈચ્છે છે અર્થાત્ આત્માના સાન્નિધ્યમાં રહેવા ઈચ્છે છે, તે સ્થાન, મન અને ધ્યાન દ્વારા “સ્વ”નો વ્યત્સર્ગ
કરે છે.
સ્થાન – કાયાની પ્રવૃત્તિનું સ્થિરીકરણ – કાય-ગુપ્તિ મૌન- વાણીની પ્રવૃત્તિનું સ્થિરીકરણ – વાફ-ગુપ્તિ. ધ્યાન – મનની પ્રવૃત્તિનું એકાગ્રીકરણ – મનો-ગુતિ.
કાયોત્સર્ગમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિ ચાલુ રહે છે, બાકીની પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવે છે.' કાયોત્સર્ગના પ્રકાર
કાયોત્સર્ગ ચાર પ્રકારનો હોય છે –
(૧) ઉસ્થિત-ઉસ્થિત-જે ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે અને ધર્મે કે શુક્લ ધ્યાનમાં લીન બને છે, તે કાયાથી પણ ઉન્નત થાય છે અને ધ્યાનથી પણ ઉન્નત થાય છે, એટલા માટે તેના કાયોત્સર્ગને ‘ઉસ્થિત-ઉત્થિત’ કહેવામાં આવે છે.
(૨) ઉસ્થિત-ઉપવિષ્ટ – જે ઊભા ઊભા કાયોત્સર્ગ કરે છે, પરંતુ આર્ત અને રૌદ્રધ્યાન વડે અવનત બને છે, તે કાયાથી ઊભો હોય છે અને ધ્યાનથી બેઠેલો હોય છે, એટલા માટે તેના ધ્યાનને ‘ઉસ્થિત-ઉપવિષ્ટ' કહેવામાં આવે છે.
(૩) ઉપવિષ્ટ-ઉસ્થિત – જે બેસીને કાયોત્સર્ગ કરે છે અને ધર્મે કે શુક્લ ધ્યાનમાં લીન બને છે, તે કાયાથી બેઠેલો હોય છે, અને ધ્યાનથી ઊભેલો હોય છે. એટલા માટે તેના કાયોત્સર્ગને “ઉપવિષ્ટ-ઉસ્થિત' કહેવામાં આવે છે.
(૪) ઉપવિષ્ટ-ઉપવિષ્ટ – જે બેસીને કાયોત્સર્ગ કરે છે અને આ કે રૌદ્ર ધ્યાનમાં લીન બને છે, તે કાયા અને ધ્યાન – બન્નેથી બેઠેલ હોય છે, એટલા માટે તેના કાયોત્સર્ગને ‘ઉપવિષ્ટ-ઉપવિષ્ટ’ કહેવામાં આવે છે.
આમાં પ્રથમ અને તૃતીય સ્વીકારણીય છે અને બાકીના બે ત્યાજ્ય છે.
આચાર્ય હેમચંદ્ર અનુસાર કાયોત્સર્ગ ઊભા ઊભા, બેસીને અને સૂઈને – ત્રણે અવસ્થામાં કરી શકાય છે. આ ભાષામાં “કાયોત્સર્ગ” અને “સ્થાન' બન્ને એક બની જાય છે. પ્રયોજનની દષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર છે – | (૧) ચેષ્ટા-કાયોત્સર્ગ– અતિચાર શુદ્ધિ માટે જે કરવામાં આવે છે.
૨.
योगशास्त्र, प्रकाश ३, पत्र २५० : कायस्स शरीरस्य स्थानमौनध्यानक्रि याव्यतिरेकेण अन्यत्र उच्छ्वसितादिभ्यः क्रियांतराध्यासमधिकृत्य य उत्सर्गस्त्यागो 'नमो अरिहंताणं' इति वचनात् प्राक् स कायोत्सर्गः। (ક) મમતાતિ-શ્રાવાવાર, ૮૬૭-૬૨ :
त्यागो देहममत्वस्य, तनूत्सृतिरुदाहृता । उपविष्टोपविष्टादि-विभेदेन चतुर्विधा । आर्त्तरौद्रद्वयं यस्यामुपविष्टेन चिंत्यते । उपविष्टोपविष्टाख्या, कथ्यते सा तनूत्सृतिः ॥ धर्मशुक्लद्वयं यस्यामुपविष्टेन चिंत्यते। उपविष्टोत्थितां संतस्तां वदंति तनुत्सृतिम् ।। आर्त्तरौद्रद्वयं यस्यामुत्थितेन विधीयते ।
तामुत्थितोपविष्टाह्वां निगदंति महाधियः । धर्मशुक्लद्वयं यस्यामुत्थितेन विधीयते ।
उत्थितोत्थितनामानं, तं भाषते विपश्चितः।। (ખ) વયે નિgિ, જાથા ૨૪૫૨-૨૪૬૦ : उसिउस्सिओ अतह, उस्सिओ अ उस्सियनिसन्नओ चेव। निसनुस्सिओ निसन्नो, निस्सन्नगनिसन्नओ चेव। निवणुस्सिओ निवन्नो, निवन्ननिवन्नगो अनायव्वो ॥
(ગ) મૂત્રારાધના, રાઉદ્દ, વિનયોયા, ૫. ર૭૮ 3. योगशास्त्र, प्रकाश ३ पत्र २५०: स च कायोत्सर्ग
उच्छ्रितनिषण्णशयितभेदेन त्रेधा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org