Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૯૦
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૬
શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ
(ક) અનંતવૃત્તિતા-અનુપ્રેક્ષા – સંસાર-પરંપરાનું ચિંતન કરવું. (ખ) વિપરિણામ-અનુપ્રેક્ષા – વસ્તુઓના વિવિધ પરિણામોનું ચિંતન કરવું. (ગ) અશુભ-અનુપ્રેક્ષા – પદાર્થોની અશુભતાનું ચિંતન કરવું.
(ઘ) અપાય-અનુપ્રેક્ષા – દોષોનું ચિંતન કરવું. ૧૬. વિડસનો (શ્લોક ૩૬)
વ્યુત્સર્ગ આવ્યંતર-તપનો છઠ્ઠો પ્રકાર છે. ભગવતી (૨૫૬૧૩) અને ઔપપાતિક (સૂ. ૪૪) અનુસાર વ્યુત્સર્ગ બે પ્રકારની હોય છે – દ્રવ્ય-બુત્સર્ગ અને ભાવ-બુત્સર્ગ. દ્રવ્ય-બુત્સર્ગના ચાર પ્રકાર
(ક) શરીર-વ્યુત્સર્ગ – શારીરિક ચંચળતાનું વિસર્જન. (ખ) ગણ-બુત્સર્ગ – વિશિષ્ટ સાધના માટે ગણનું વિસર્જન. (ગ) ઉપધિ-વ્યત્સર્ગ – વસ્ત્ર વગેરે ઉપકરણોનું વિસર્જન.
(ઘ) ભક્ત-પાન-બુત્સર્ગ - ભોજન-પાણીનું વિસર્જન. ભાવ-બુત્સર્ગના ત્રણ પ્રકાર(કો પાય-બુત્સર્ગ- ક્રોધ આદિનું વિસર્જન. (ખ) સંસાર-બુત્સર્ગ – પરિભ્રમણનું વિસર્જન. (ગ) કર્મ-બુત્સર્ગ – કર્મ-પુદગલોનું વિસર્જન.
પ્રસ્તુત શ્લોકોમાં માત્ર કાય-બુત્સર્ગની પરિભાષા આપવામાં આવી છે. તેનું બીજું નામ ‘કાયોત્સર્ગ' છે. કાયોત્સર્ગનો અર્થ છે – કાયાનો ઉત્સર્ગ - ત્યાગ.
પ્રશ્ન થાય છે કે આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં કાયાનો ઉત્સર્ગ કેવી રીતે થઈ શકે? એ સાચું છે કે જયાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી કાયાનો ઉત્સર્ગ -ત્યાગ કરી શકાતો નથી. પરંતુ આ કાયા અશુચિ છે, અનિત્ય છે, દોષપૂર્ણ છે, અસાર છે, દુ:ખહેતુ છે, તેમાં મમત્વ રાખવું તે દુઃખનું મૂળ છે – આ બોધ વડે ભેદ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને ભેદ-જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે વિચારે છે કે આ શરીર મારું નથી, હું તેનો નથી. હું જુદો છું, શરીર જુદું છે. આ પ્રકારનો સંકલ્પ કરવાથી શરીર પ્રત્યેનો આદર ઘટી જાય છે. આવી સ્થિતિનું નામ છે ‘કાયોત્સર્ગ'. એક ઘરમાં રહેવા છતાં પણ પતિ દ્વારા અનાદર પામેલી પત્ની ‘પરિત્યકતા” કહેવાય છે. જે વસ્તુ પ્રત્યે જે વ્યક્તિના હૃદયમાં અનાદર-ભાવ હોય છે, તે તેના માટે પરિત્યક્ત ગણાય છે. જયારે કાયામાં મમત્વ રહેતું નથી, આદર-ભાવ રહેતો નથી ત્યારે કાયા પરિત્યક્ત બની જાય છે. કાયોત્સર્ગ-વિધિ
જે કાયોત્સર્ગ કરવા ઈચ્છે, તે કાયામાં નિસ્પૃહ બની થાંભલાની માફક સીધો ઊભો થઈ જાય. બન્ને હાથ ઘૂંટણો તરફ લંબાવી દે, પ્રશસ્ત ધ્યાનમાં ડૂબી જાય. ન કાયાને અક્કડ રાખીને ઊભો રહે કે ન નમાવીને. પરીષહ અને ઉપસર્ગો સહન કરે. જીવ-જંતુરહિત એકાંત સ્થાનમાં ઊભો રહે અને કાયોત્સર્ગ મુક્તિના ધ્યેયથી કરે.૧ ૧. મૂત્રાધા , રાશ૬, વિનયોથા,9. ર૭૮::
तानतकायः, परीषहानुपसर्गाश्च सहमानः तिष्ठन्निर्जन्तुके તય સ ત્યાWI:... તિવ્ર ીનિ:સ્પૃહા, તથા કુરિવોર્ગ
कर्मापायाभिलाषी विविक्ते देशे। कायः प्रलंबितभुजः, प्रशस्तध्यानपरिणतोऽनुन्नमि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org