Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પ્રમાદસ્થાન
८४
અધ્યયન-૩૨ ટિપ્પણ ૭-૧૦
૭. મોહ... (જો )
મોહનો શાબ્દિક અર્થ છે – મૂચ્છ, મૂઢતા, ચૈતન્યની વિકૃતિ. પ્રવચનસારમાં મોહના ત્રણ ચિહ્નો બતાવવામાં આવ્યાં છે – (૧) તત્ત્વનું અયથાર્થ ગ્રહણ, (૨) તિર્યંચ અને મનુષ્યમાં થનારી કરુણા, (૩) વિષયનો પ્રસંગ. ક્રોધ, માન વગેરે મોહના પ્રકારો છે. તે બધાના સમૂહનું નામ મોહ છે. ૨ ૮. (શ્લોક ૩)
પ્રસ્તુત શ્લોકમાં જન્મ અને મરણને દુઃખ કહેવામાં આવેલ છે. તેનો સામાન્ય અર્થ એ છે કે જન્મ અને મરણ એક ચક્ર છે. તે નિરંતર ચાલતું રહે છે. તેમાં અનેક દુઃખો ભોગવવા પડે છે, એ અપેક્ષાએ જન્મ-મરણ દુઃખ છે.
વૃત્તિકારે દુઃખની વ્યાખ્યાને એક નવો આયામ આપ્યો છે. તેમના મત અનુસાર જન્મ અને મૃત્યુની ક્ષણો દુ:ખદ હોય છે. તે ક્ષણોમાં પ્રાણી સંતપ્ત રહે છે, તણાવથી ઘેરાઈ જાય છે. તે તણાવના કારણે પોતાના જન્મની સ્મૃતિને વિસારે પાડી દે છે. આવા તણાવની અપેક્ષાએ જ જન્મ અને મરણને દુઃખ કહેવામાં આવેલ છે. ૯. (શ્લોક ૮)
મોહ ચેતનાની મૂર્છા છે. તે તૃષ્ણા – તરસ, અવિરતિ ઉત્પન્ન કરે છે. તૃષ્ણા લોભ – પદાર્થસંગ્રહની વૃત્તિને ઉત્પન્ન કરે છે. તેનાથી પ્રેરિત વ્યક્તિ પદાર્થનો સંગ્રહ કરે છે. આ એક ચક્ર છે. એ તે જ તોડી શકે છે જે સહુ પ્રથમ મોહ ઉપર પ્રહાર કરે છે. મોહ તૂટતાં જ તૃષ્ણા તૂટી જાય છે. તૃષ્ણા તૂટતાં જ લોભ તૂટી જાય છે. અને લોભ તૂટતાં જ વ્યક્તિ પદાર્થ-સંગ્રહથી વિરત થઈ જાય છે, અકિંચન બની જાય છે. ૧૦. (શ્લોક ૧૦)
આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચારીએ ઘી, દૂધ, દહી વગેરે રસોનું અતિમાત્રામાં સેવન ન કરવું જોઈએ. અહીં રસ-સેવનનો આત્યંતિક નિષેધ નથી, પરંતુ અતિમાત્રામાં તેના સેવનનો નિષેધ છે.
જૈન આગમ ભોજન સંબંધમાં બ્રહ્મચારીને જે નિર્દેશ આપે છે, તેમાં આ બે આવે છે – (૧) તે અતિમાત્રામાં રસો ન ખાય અને (૨) તે વારંવાર કે પ્રતિદિન રસો નખાય.
આમાંથી એવું ફલિત થાય છે કે તે વાયુ વગેરેના ક્ષોભનું નિવારણ કરવા માટે રસનું સેવન કરી શકે છે, અકારણ તેમનું સેવન કરી શકે નહીં.
એક મુનિએ પોતાના પ્રશ્નકર્તાને આ જ વાત કરી હતી – “હું અતિ આહાર કરતો નથી. અતિસ્નિગ્ધ આહારથી વિષયો ઉદીત થાય છે, એટલા માટે તેમનું પણ સેવન કરતો નથી. સંયમી જીવનયાત્રા ચલાવવા માટે હું ખાઉં છું, તે પણ અતિમાત્રામાં ખાતો નથી."
૧.
४.
પ્રવરનHIR ૮ : अढे अजदागहणं करुणाभावो य तिरियमणुएसु । विसएसु च पसंगो, मोहस्सेदाणि लिंगाणि ॥ થવના, શરાઝારા:ોધમીનમાયાબહાથरतिशोकभयजुगुप्सास्त्रीनपुंसकवेदमिथ्यात्वानां समूहो मोहः । बृहवृत्ति, पत्र ६२४ : जातिमरणस्यैवातिशयदुःखोत्पादकत्वात्, उक्तं हि
मरमाणस्स जं दुक्खं, जायमाणस्स जंतुणो। तेण दुक्खेण संतत्तो, न सरति जातिमप्पणो ॥ बृहद्वृत्ति, पत्र ६२५ : रसाः' क्षीरादिविकृतयः 'प्रकामम्' अत्यर्थं न निषेवितव्याः' नोपभोक्तव्याः, प्रकामग्रहणं तु वातादिक्षोभनिवारणाय रसा अपि निषेवितव्या एव, निष्कारणनिषेवणस्य तु निषेध इति ख्यापनार्थम् उक्तं च"अच्चाहारो न सहे, अतिनिद्धेण विसया उदिज्जंति । जायामायाहारो, तं पि पगामं ण भुंजामि ॥"
૩.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org