Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કર્મપ્રકૃતિ
૮૫૯
અધ્યયન-૩૩ : ટિપ્પણ ૭-૯
પ્રત્યેક પ્રદેશ પર અનંત-અનંત કર્મ-વર્ગણાઓ ચોંટી રહેતી હોય છે. પરંતુ જે કર્મ-વર્ગણાઓ એક ક્ષણમાં આત્મ-પ્રદેશો સાથે આશ્લિષ્ટ થાય છે, તેમનું પરિમાણ અહીં વિવલિત છે.
ગ્રંથિક-સત્ત્વનો અર્થ છે ‘અભવ્ય જીવો'. તેમની રાગ-દ્વેષાત્મક ગ્રંથિ અભેદ્ય હોય છે, એટલા માટે તેમને ‘ગ્રંથિક' કહેવામાં આવે છે. સિદ્ધ અર્થાત મુક્ત જીવો જઘન્યયુક્તાનંત (અનંતનો ચોથો પ્રકાર) હોય છે અને સિદ્ધો અનંતાનંત હોય છે. એક સમયમાં બંધાનાર કર્મ-પરમાણુઓ ગ્રંથિક જીવોથી અનંતગણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ જેટલા હોય છે. ગોમ્મસાર (કર્મકાર્ડ)માં આની સંવાદી ગાથા મળે છે, તે આ પ્રમાણે છે
सिद्धणं तियभागं, अभव्वसिद्धादणंतगणमेव ।
समयपबद्धं बंधदि, जोगवआदो द विसरित्थं ॥ ४ ॥ ૭. (શ્લોક ૧૮)
આત્માનું અવગાહન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે-એમ છયે દિશાઓમાં થાય છે. આ દિશાઓમાં જે આત્મા વડે અંતરાવગાઢ કર્મ-પ્રાયોગ્ય પુદ્ગલો છે, તેમનું આત્મા ગ્રહણ કરે છે. અહીં જે છયે દિશાઓનું વિધાન કરવામાં આવ્યું છે તે દ્વીન્દ્રિય વગેરે જીવોની અપેક્ષાએ છે. એકેન્દ્રિય જીવો ત્રણ, ચાર, પાંચ કે છ દિશાઓમાંથી પણ કર્મ-પુદ્ગલો ગ્રહણ કરે છે. હીન્દ્રિય વગેરે જીવો નિયમથી છ દિશાઓમાંથી જ કર્મ-પગલો ગ્રહણ કરે છે. આ છ દિશાઓમાં રહેલ કર્મપ્રાયોગ્ય પુદ્ગલો આત્માના બધા ય પ્રદેશો સાથે સંબદ્ધ હોય છે. એવું નથી થતું કે આત્માના કેટલાક જ પ્રદેશો કર્મો વડે સંબદ્ધ થતા હોય.
કર્મબંધનો એક નિયમ છે–આત્મા બધી કર્મ-પ્રકૃતિઓના પ્રાયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ સામાન્યરૂપે કરે છે અને અધ્યવસાયની ભિન્નતાના આધારે તેમને જ્ઞાનાવરણ વગેરે વિભિન્ન રૂપોમાં પરિણત કરે છે.
કર્મબંધનો બીજો નિયમ છે – કર્મ-પુદ્ગલો આત્માના બધા ય પ્રદેશો સાથે સંબદ્ધ હોય છે, કેટલાક જે પ્રદેશો સાથે નહીં. ૮. (શ્લોક ૧૯-૨૦)
સૂત્રકારે વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની બતાવી છે. તત્ત્વાર્થ ૮/૧૯માં તેમની જધન્ય સ્થિતિ બાર મુહૂર્તની હોવાનું નિરૂપણ છે. શાન્તાચાર્યે લખ્યું છે કે આ મતાંતરનો આધાર જ્ઞાત નથી. એ વાત અન્વેષણીય છે. ૯. (શ્લોક ૨૪)
સહુથી પહેલાં અલ્પ રસવાળા કર્મ-પરમાણુઓની પ્રથમ વર્ગણા થાય છે. તેમાં કર્મ-પરમાણુ સહુથી વધુ હોય છે. તેની અપેક્ષાએ દ્વિતીય વર્ગણાના કર્મપરમાણુઓ વિશેષ હીન થઈ જાય છે અને તૃતીય વર્ગણામાં તેનાથી પણ હીન થઈ જાય છે. સર્વોત્કૃષ્ટ વર્ગણા સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણની હોય છે. આ વર્ગણાઓમાં રસ-વિભાગની ક્રમશઃ વૃદ્ધિ થાય છે અને કર્મ-વર્ગણાઓની ક્રમશ: હાનિ થાય છે. ૨
કર્મ-ગ્રહણ સમયે જીવ કર્મ-પરમાણુઓના અનુભાગ-વિપાકશક્તિ અથવા રસવિભાગ ઉત્પન્ન કરે છે. કર્મ-પરમાણુઓમાં થનાર અનુભાગનો અવિભાજ્ય અંશ રસવિભાગ કહેવાય છે. એક-એક કર્મ પરમાણુમાં બધા જીવોથી અનંતગણો અધિક રસ-વિભાગ હોય છે.
૩.
૧. વૃવૃત્તિ, પત્ર ૬૪૭ : મુહૂર્તમાન
मेवैतामिच्छन्ति, तदभिप्रायं न विद्मः । कर्मप्रकृति, बंधनकरण ३० : सव्वप्पगुणा ते पढम वग्गणा सेसिया विसेसूणा। अविभागुत्तरियाओ सिद्धाणमणंतभागसमा ॥
એજન, વંદનtળ ર૬ : गहणसमयम्मि जीवो, उप्पाएई गुणं सपच्चयओ। सव्वजियाणंतगुणे, कम्मपएसेस सव्वेसं ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org