Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
८६४
અધ્યયન-૩૪: આમુખ
આ શાસ્ત્રીય પરિભાષાઓ અનુસાર લેગ્યાથી જીવ અને કર્મ પુદગલોનો સંબંધ થાય છે. કર્મની સ્થિતિ નિષ્પન્ન થાય છે અને કર્મનો ઉદય થાય છે. આ બધા અભિમતોમાંથી એટલી નિષ્પત્તિ તો નિશ્ચિત છે કે આત્માની શુદ્ધિ અને અશુદ્ધિ સાથે લેશ્યા સંકળાયેલી છે. પ્રભાવવાદની દષ્ટિએ બન્ને પરંપરાઓ મળી આવે છે – ૧. પૌલિક વેશ્યાનો માનસિક વિચારો પર પ્રભાવ. ૨. માનસિક વિચારોનો વેશ્યા પર પ્રભાવ.
कृष्णादिद्रव्यासाचिव्यात्, परिणामो य आत्मनः ।
स्फटिकस्येव तत्रायं, लेश्याशब्दः प्रवर्तते ।। આ પ્રસિદ્ધ શ્લોકનું તારતમ્ય એ જ છે – કૃષ્ણ વગેરે લેશ્યા-પુદ્ગલો જેવાં હોય છે, તેવી જ રીતે માનસિક પરિણતિ થાય છે. બીજી ધારા આવી છે - કષાયની મંદતાથી અધ્યવસાયની શુદ્ધિ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિથી વેશ્યાની શુદ્ધિ થાય છે. પ્રસ્તુત અધ્યયન દ્વારા પણ આ જ ધ્વનિત થાય છે.
પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત મનુષ્ય કૃષ્ણ-લેશ્યામાં પરિણત થાય છે અર્થાત તેની આણવિક-આભા (પર્યાવરણ) કૃષ્ણ હોય છે. લેશ્યાનાં લક્ષણો ગોમ્મદસાર (જીવકાંડ ૫૦૦-૫૧૬) તથા તત્ત્વાર્થ-વાર્તિક (૪ ૨૨)માં મળે છે.
મનુસ્મૃતિ (૧૨/૨૬-૩૮)માં સત્ત્વ, રજસ અને તમસનાં જે લક્ષણો અને કાર્યો બતાવવામાં આવ્યાં છે, તે વેશ્યાનાં લક્ષણો સાથે તુલનીય છે.
૧.
(ક) મૂની રાધના, ૭ ૨૬૨૨ :
लेस्सासोधी अज्झवसाणाविसोधीए होइ जनस्स । अज्झवसाणविसोधी, मंदलेसायस्स णादव्वा ॥
(ખ) મૂત્રારાધના (ગમિતતિ), છા ૨૨૬૭ :
મર્તાવતો નન્નો:, શુદ્ધઃ સપદ્યતે : | बाह्यो हि शुध्यते दोषः सर्वमन्तरदोषतः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org