Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૩૩ :
૧. (શ્લોક ૭)
સાતવેદનીય અને અસાતવેદનીયના અનેક પ્રકાર છે. પ્રજ્ઞાપના અનુસાર પ્રત્યેકના આઠ-આઠ પ્રકાર છે. જેમના આધારે સાત અને અસાતનું વેદન થાય છે, તેમના આધારે આ ભેદ કરવામાં આવ્યા છે. સાતવેદનીયના આઠ પ્રકાર – મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ રૂપ, મનોજ્ઞ રસ, મનોજ્ઞ ગંધ અને મનોજ્ઞ સ્પર્શ તથા કાયસુખતા, વાણીસુખતા અને મનઃસુખતા. તેમનાથી વિપરીત અસાતવેદનીયના ભેદો છે.
૨. (શ્લોક ૧૧)
ચારિત્ર-મોહનીય કર્મનાં બે રૂપ છે – (૧) કષાય-મોહનીય (૨) નો-કષાય-મોહનીય. કષાય-મોહનીય કર્મના ૧૬ પ્રકાર છે –
અનન્તાનુબંધી – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. અપ્રત્યાખ્યાની – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ. પ્રત્યાખ્યાની – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ.
સંજવલન – (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા અને (૪) લોભ.
=
કર્મપ્રકૃતિ
જે સાધન મૂળભૂત કષાયોને ઉત્તેજિત કરે છે, તે ‘નો-કષાય' કહેવાય છે. તેમની ગણતરી બે રીતે કરાઈ છે. એક ગણતરી અનુસાર તે નવ છે – (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) પુરુષ-વેદ, (૮) સ્ત્રીવેદ અને (૯) નપુંસક-વેદર. બીજી ગણતરી અનુસાર તે સાત છે – (૧) હાસ્ય, (૨) રિત, (૩) અરિત, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા અને (૭) વેદ.ક
૩. (શ્લોક ૧૩)
શુભ નામકર્મ અને અશુભ નામકર્મના અનેક પ્રકાર છે. પ્રજ્ઞાપનામાં નામકર્મના બેંતાલીસ પ્રકાર નિર્દેશાયા છે અને પ્રત્યેક પ્રકારના અનેક અવાન્તર ભેદ પ્રતિપાદિત છે. તેમાં શુભ-અશુભનો ભેદ નિર્દિષ્ટ નથી. ઉત્તરાધ્યયનના વૃત્તિકારે શુભ નામકર્મના ૩૭ ભેદ તથા અશુભ નામકર્મના ૩૩ ભેદનો ઉલ્લેખ કર્યો છે.પ
૪. (શ્લોક ૧૪)
૧.
પાવળા, ૨૨૦૩૦, ૨૬ ।
૨.
એજન, ર૩ । રૂ૪-૩૬ ।
૩.
વૃત્તવૃત્તિ, પત્ર ૬૪૩ ।
૪. पण्णवणा, २३।३८-५६ ।
૫.
बृहद्वृत्ति, पत्र ६४४ ।
ગોત્રનો અર્થ છે ‘કુલક્રમાગત આચરણ.' ઉચ્ચ આચરણને ‘ઉચ્ચ ગોત્રકર્મ’ અને નીચ આચરણને ‘નીચ ગોત્રકર્મ’ કહેવામાં આવે છે.” તે આઠ પ્રકારના છે. આ પ્રકારો તેમના બંધનોના આધારે માનવામાં આવ્યા છે.
ઉચ્ચ ગોત્રકર્મ બંધનાં આઠ કારણો છે—
Jain Education International
૬.
૭.
શોમ્પટમાર, ર્માંડ, ૧૩ : सन्ताणकमेणागयजीवायरणस्स गोदमिदि सण्णा । उच्च णीचं चरणं उच्च नीचं हवे गोदं ॥
પાવળા, ૨૦૬૮ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org