Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૧.
.
ૐ .
૩.
૧.
(૧) જાતિનો અમદ,
(૨) કુળનો અમદ,
(૩) બળનો અમદ,
(૪) તપસ્યાનો અમદ,
નીચ ગોત્રકર્મ બંધનાં આઠ કારણો છે—
૫. (શ્લોક ૧૫)
પ્રસ્તુત શ્લોકમાં અંતરાય કર્મના પાંચ પ્રકારો નિર્દિષ્ટ છે. બૃહવૃત્તિમાં તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે
દાનાન્તરાય – દાન લેનાર પણ વિશિષ્ટ છે, દેય વસ્તુ પણ વિશિષ્ટ છે અને દાતા દાનના ફળથી અભિજ્ઞ છે, પરંતુ તે દાન આપી શકતો નથી.
૨.
(૧) જાતિનો મદ,
(૨) કુળનો મદ,
(૩) બળનો મદ,
(૪) તપસ્યાનો મદ,
૮૫૮
૧.
૨.
(૫) ઐશ્વર્યનો અમદ,
(૬) શ્રુતનો અમદ,
(૭) લાભનો અમદ અને
(૮) રૂપનો અમદ.
(૫) ઐશ્વર્યનો મદ,
(૬) શ્રુતનો મદ,
(૭) લાભનો મદ,
(૮) રૂપનો મદ.
૪. ઉપભોગાન્તરાય – વસ્ત્રો, અલંકારો મળવા છતાં પણ વ્યક્તિ તેનો ઉપભોગ કરી શકતી નથી. જે વારંવાર કામમાં આવે છે તે ઉપભોગ કહેવાય છે. જેમ કે – ભવન, સ્ત્રી વગેરે.
૫. વીર્યાન્તરાય – વ્યક્તિ બળવાન હોય, સ્વસ્થ હોય, તરૂણ હોય છતાં પણ તે એક તણખલું ય તોડી શકે નહીં.
તત્ત્વાર્થ ભાષ્યાનુસારિણી ટીકામાં તેમની વ્યાખ્યા આ પ્રમાણે છે —
દાનાન્તરાય – જયારે સમસ્ત દાનાન્તરાય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે દાતા યાચકને યથેચ્છ દાન આપવામાં સમર્થ બની શકે છે.
લાભાન્તરાય – દાતા પણ વિશિષ્ટ છે અને યાચક પણ નિપુણ છે, પરંતુ યાચકની ઉપલબ્ધિમાં તે ઉપઘાત પેદા કરે છે. ભોગાન્તરાય – સંપદા હોવા છતાં પણ વ્યક્તિના ભોગમાં બાધા આવે છે. જે પદાર્થ એકવાર કામમાં આવે છે તે ભોગ કહેવાય છે, જેમ કે-પુષ્પ, આહાર વગેરે.
Jain Education International
અધ્યયન-૩૩ : ટિપ્પણ ૫-૬
લાભાન્તરાય – જ્યારે આ કર્મનો સર્વથા ક્ષય થાય છે ત્યારે વ્યક્તિ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ – આ ચતુર્વર્ગની સમસ્ત સામગ્રી પ્રાપ્ત કરી શકે છે અને તેને અચિંત્ય માહાત્મ્યની શક્તિ પણ પ્રાપ્ત થઈ જાય છે, જેના વડે તે જે ઈચ્છે તે લાભ પ્રાપ્ત કરી શકે છે.
૩. ભોગાન્તરાય – આના ક્ષીણ થવાથી વસ્તુનો ભોગ નિર્બાધપણે કરી શકાય છે.
૪.
ઉપભોગાન્તરાય – આના ક્ષીણ થવાથી ઉપભોગની સામગ્રીની પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી પડતી નથી.
૫. વીર્યાન્તરાય – આના ક્ષયથી અપ્રતિહત શક્તિ પ્રગટ થાય છે.
૬. (શ્લોક ૧૭)
આ શ્લોકમાં એક સમયમાં બંધાનાર કર્મ-સંધોનો પ્રદેશાગ્ર (પરમાણુ-પરિમાણ) બતાવવામાં આવેલ છે. આત્માના
पण्णवणा, २३।५८ ।
तत्त्वार्थ भाष्यानुसारिणी टीका, पृ० १४३ ।
વૃત્તવૃત્તિ, પત્ર ૬૪૯ ।
૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org