Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તર×યણાણિ
૮૦૬
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૩-૧૫
(૨) હું બીજા સાધુઓ માટે સ્થાનની યાચના કરીશ. બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં હું રહીશ. આ ગચ્છાન્તરગત સાધુઓને હોય છે.
(૩) હું બીજાઓ માટે સ્થાનની યાચના કરીશ, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ નહીં. આ યથાસંદિક સાધુઓને હોય છે.
(૪) હું બીજાઓ માટે સ્થાનની યાચના નહીં કરું, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ. આ જિનકલ્પદશાનો અભ્યાસ કરનારા સાધુઓને હોય છે.
(૫) હું પોતાના માટે સ્થાનની યાચના કરીશ, બીજાઓ માટે નહીં. આ જિનકલ્પિક સાધુઓને હોય છે.
(૬) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાંથી પરાળ વગેરેનો સસ્તારક મળશે તો લઈશ, નહીં તો ઊભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ. આ જિનકલ્પિક કે અભિગ્રહધારી સાધુઓને હોય છે.
(૭) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાં સહજપણે બીછાવેલ સિલાપટ્ટ કે કાઇપટ્ટ મળશે તો લઈશ નહીં તો ઉભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ, આ જિનકલ્પિક અથવા અભિગ્રહધારી સાધુઓને હોય છે.' ૧૩. (માસુ સત્ત)
ભયનાં સ્થાન સાત છે – (૧) ઈહલોક-ભય – સજાતીયથી ભય- જેમકે મનુષ્યને મનુષ્યથી ભય, દેવને દેવથી ભય. (૨) પરલોક-ભય – વિજાતીયથી ભય – જેમ કે મનુષ્યને દેવ, તિર્યંચ વગેરેનો ભય. (૩) આદાન-ભય – ધન વગેરે પદાર્થોનું અપહરણ કરી લેનારાઓ તરફથી થનારો ભય. (૪) અકસ્માત-ભય – કોઈ બાહ્ય નિમિત્ત વિના જ પેદા થનાર ભય, પોતાના જ વિકલ્પો દ્વારા થનાર ભય. (૫) વેદના-ભય – પીડા વગેરેથી ઉત્પન્ન થનાર ભય. (૬) મરણ-ભય – મૃત્યુનો ભય. (૭) અશ્લોક-ભય – અપકીર્તિનો ભય.
જુઓ – ઠાણે, ૭/૨૭. ૧૪. આઠ મદ-સ્થાનોમાં (વે) આઠ મદ સ્થાનો આ પ્રમાણે છે – (૧) જાતિ-મદ
(૫) તપો-મદ (૨) કુળ-મદ
(૬) શ્રુત-મદ (૩) બળ-મદ
(૭) લાભ-મદ (૪) રૂપ-મદ
(૮) ઐશ્વર્ય-મદ જુઓ– ઠાણે, ૮/૨૧, સમવાઓ, સમવાય-૮. ૧૫. બ્રહ્મચર્યની નવ ગુક્તિઓમાં (વંમા)
બ્રહ્મચર્યની રક્ષાના સાધનને ‘ગુપ્તિ' કહે છે. જુઓ-સોળમું અધ્યયન; સ્થાનાંગ, ૯/૬૬૩; સમવાયાંગ, સમવાય-૯. ૧. થાન, ૨૦, વૃત્તિ, પz ૨૮૬-૨૮૭T.
સમવાયાં (સવાય ૭) માં વેદના-ભયના સ્થાને આજીવભયનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org