Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચરણ-વિધિ
૮૨૧
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૯
(૧૩) મોટા સાધુ દ્વારા એમ પૂછવામાં આવે કે કોણ જાણે છે, કોણ સૂઈ રહ્યું છે ત્યારે નાના સાધુએ જાગતાં હોવા છતાં
ઉત્તર ન આપવો. (૧૪) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુ પાસે આલોચના કરવી – કયાંથી શું, કેવી રીતે મળ્યું એ
બતાવવું. (૧૫) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુને બતાવવી, પછી મોટા સાધુને. (૧૬) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી પહેલાં નાના સાધુને નિમંત્રિત કરવો, પછી મોટા સાધુને. (૧૭) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી મોટા સાધુને પૂછ્યા વિના પોતાના પ્રિય-પ્રિય સાધુઓને વધુને વધુ આપી દેવું. (૧૮) ગૃહસ્થના ઘેરથી ભિક્ષા લાવી મોટા સાધુ સાથે ભોજન કરતી વેળાએ સરસ આહાર ખાવાની ઉતાવળ કરવી. (૧૯) મોટા સાધુ વડે આમંત્રિત થતાં સાંભળ્યું ન સાંભળ્યું કરવું. (૨૦) મોટા સાધુ વડે આમંત્રિત થતાં પોતાની જગ્યાએ બેઠા બેઠા ઉત્તર આપવો. (૨૧) મોટા સાધુને અનાદર-ભાવે “શું કહી રહ્યા છો? –એમ કહેવું. (૨૨) મોટા સાધુને તુંકારો કરવો. (૨૩) મોટા સાધુને કે એમની સમક્ષ અન્ય કોઇને લુખા શબ્દોમાં આમંત્રિત કરવું કે જોર જોરથી બોલવું. (૨૪) મોટા સાધુની – તેમનો જ કોઈ શબ્દ પકડીને – અવજ્ઞા કરવી. (૨૫) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે “આ આમ નહીં પરંતુ આમ છે – એમ કહેવું. (૨૬) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે ‘આપ ભૂલી રહ્યા છો – એમ કહેવું. (૨૭) મોટા સાધુ વ્યાખ્યાન આપી રહ્યા હોય ત્યારે અન્યમનસ્ક રહેવું. (૨૮) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય તે સમયે વચમાં જ સભાભંગ કરવો. (૨૯) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય, તે સમયે વચ્ચે જ કથાનો વિચ્છેદ કરવો–વિન ઊભું કરવું. (30) મોટા સાધુ વ્યાખ્યાન કરી રહ્યા હોય, ત્યારે તે જ વિષયમાં પોતાની વ્યાખ્યા આપવાનો વારંવાર પ્રયત્ન કરવો. (૩૧) મોટા સાધુના ઉપકરણોને પગ વાગી જાય ત્યારે વિનમ્રતાપૂર્વક ક્ષમા યાચના ન કરવી. (૩૨) મોટા સાધુના પાથરણા પર ઊભા રહેવું, બેસવું કે સૂવું. (૩૩) મોટા સાધુથી ઊંચા કે બરોબરીના આસન ઉપર ઊભા રહેવું, બેસવું કે સૂવું.
આશાતનાઓનું આ વિવરણ દશાશ્રુતસ્કંધ (દશા ૩)ના આધારે કરવામાં આવ્યું છે. સમવાયાંગ (સમવાય ૩૩)માં એ કંઈક ક્રમભેદે પ્રાપ્ત થાય છે. આવશ્યક (ચતુર્થ આવશ્યક)માં ૩૩ આશાતનાઓ જુદી રીતે મળે છે–
(૧) અહંતોની આશાતના. (૭) શ્રાવકોની આશાતના. (૨) સિદ્ધોની આશાતના.
(૮) શ્રાવિકાઓની આશાતના. (૩) આચાર્યોની આશાતના. (૯) દેવોની આશાતના. (૪) ઉપાધ્યાયોની આશાતના. (૧૦) દેવીઓની આશાતના. (૫) સાધુઓની આશાતના.
(૧૧) ઈહલોકની આશાતના. (૬) સાધ્વીઓની આશાતના. (૧૨) પરલોકની આશાતના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org