Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં પ્રમાદનાં કારણો તથા તેમના નિવારણના ઉપાયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલા માટે તેનું નામ ‘પHTTvr' – ‘ સ્થાન' છે, પ્રમાદ સાધનાનું વિદન છે. તેનું નિવારણ કરી સાધક જિતેન્દ્રિય બને છે.
૧. પ્રમાદના પાંચ પ્રકારમઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. ૨. પ્રમાદના છ પ્રકાર – મધ, નિદ્રા, વિય, કષાય, ધૂત અને પ્રતિલેખના. . પ્રમાદના આઠ પ્રકાર– અજ્ઞાન, સંશય, મિથ્યા-જ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિ-બ્રશ, ધર્મમાં અનાદર, મન-વચન-કાયાનું દુષ્મણિધાન. માનસિક, વાચિક અને કાયિક- આ બધા દુઃખોનું મૂળ છે વિષયોની સતત આકાંક્ષા. વિષયો આપાત-ભદ્ર (સેવનકાળે સુખદાયક) હોય છે, પરંતુ તેમનું પરિણામ વિરસ હોય છે. શાસ્ત્રકારોએ તેમને ‘કિપાક ફળ'ની ઉપમાથી ઉપમિત કર્યા છે. (શ્લોક ૧૯, ૨૦)
આકાંક્ષાનાં મૂળ છે – રાગ અને દ્વેષ. તે સંસાર-ભ્રમણના હેતુઓ છે. તેમની વિદ્યમાનતામાં વીતરાગતા આવતી નથી. વીતરાગ-ભાવ વિના જિતેન્દ્રિયતા સંપન્ન થતી નથી.
જિતેન્દ્રિયતાનું પહેલું સાધન છે – આહાર-વિવેક. સાધકે પ્રણીત આહાર ન કરવો જોઈએ. અતિમાત્રામાં ભોજન ન કરવું જોઈએ. વારંવાર ન ખાવું જોઈએ. પ્રણીત કે અતિ-માત્રામાં કરેલ ભોજન ઉદીપન કરે છે, તેનાથી વાસનાઓ ઉભરાય છે અને મન ચંચળ બની જાય છે.
આ જ રીતે એકાંતવાસ, અલ્પ-ભોજન, વિષયમાં અનનુરક્તિ, દૃષ્ટિ-સંયમ, મન-વાણી અને કાયાનો સંયમ, ચિંતનની પવિત્રતા – આ બધાં પણ જિતેન્દ્રિય બનવાનાં સાધનો છે.
પ્રથમ ૨૧ શ્લોકોમાં આ ઉપાયોનું વિશદ નિરૂપણ થયું છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થવાથી કયા કયા દોષો ઉત્પન્ન થાય છે? તેમના ઉત્પાદન સંરક્ષણ અને વ્યાપારથી કયા કયા દુઃખો ઉત્પન્ન થાય છે?
- આ પ્રશ્નોનું સ્પષ્ટ સમાધાન મળે છે.
જયાં સુધી વ્યક્તિ આ બધા ઉપાયો જાણીને પોતાના આચરણમાં ઉતારે નહીં ત્યાં સુધી તે દુઃખોના દાણ પરિણામોથી છૂટી શકે નહીં.
વિષયો પોતાની મેળે જ સારા કે ખરાબ કંઇ પણ નથી. તે વ્યક્તિના રાગ-દ્વેષ સાથે સંમિશ્રિત થઈને સારા કે ખરાબ બને છે. ઇન્દ્રિય તથા મનના વિષયો વીતરાગ માટે દુ:ખના હેતુઓ નથી, રાગ-ગ્રસ્ત વ્યક્તિ માટે તેઓ પરમ દારુણ પરિણામવાળા છે. એટલા માટે બંધન અને મુક્તિ પોતાની જ પ્રવૃત્તિ પર અવલંબિત છે.
જે સાધક ઇન્દ્રિયોના વિષયો પ્રતિ વિરક્ત છે, તેને તેમની મનોજ્ઞતા કે અમનોજ્ઞતા સતાવતી નથી. તેનામાં સમતાનો વિકાસ થાય છે. સામ્યના વિકાસથી કામ-ગુણોની તૃષ્ણાનો નાશ થઈ જાય છે અને સાધક ઉત્તરોત્તર ગુણસ્થાનોમાં આરોહ ૧. ઉત્તરાધ્યયન નિnિ, થા ૧૨૦ |
૩. પ્રવવન સારો દ્વાર, તાર ર૦૭, ગાથા ૨૨૨૨, ૨૨૨૩ : ટાઇi, દાઝ૪: બિદેપમાણપu–તે નહીં–નામા,
पमाओ य मुणिदेहि, भणिओ अट्ठभेयओ। णिद्दपमाए, विसयपमाए, कसायपमाए, जूतपमाए, अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य॥ पडिलेहणापमाए।
रागो दोसो मइब्भंसो, धम्मम्मि य अणायरो ॥ जोगाणं दुप्पणीहाणं, अट्टहा वज्जियव्वओ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org