Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચરણ-વિધિ
(૪) મંડપ વગેરેમાં મનુષ્યોને ઘેરી, ત્યાં આગ લગાડી, ધુમાડાથી ગુંગળાવીને તેમને મારવા.
(૫) સંક્લિષ્ટ ચિત્તથી માથા પર પ્રહાર કરી માથું ફોડી નાખવું.
(૬) વિશ્વાસઘાત કરી મારવું.
(૭) દૂરાચાર છૂપાવવો, માયાને માયા વડે પરાજિત કરવી, કરેલી પ્રતિજ્ઞાઓનો અસ્વીકાર કરવો.
(૮) પોતે કરેલ હત્યા જેવા મહાદોષનું બીજા ઉપર આરોપણ કરવું.
(૯) યથાર્થ જાણતો હોવા છતાં પણ સભા સમક્ષ મિશ્ર-ભાષા બોલવી—સત્યાંશની આડમાં મોટા જૂઠાણાને છૂપાવવાનો પ્રયત્ન કરવો અને કલહ કરતાં જ રહેવું.
(૧૦) પોતાના અધિકારીની સ્રીઓ કે અર્થ-વ્યવસ્થા પોતાને તાબે કરી તેને અધિકાર અને ભોગ-સામગ્રીથી વંચિત કરી દેવો, કડક શબ્દોમાં તેની નિંદા કરવી.
(૧૧) બાલ-બ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાની જાતને બાલ-બ્રહ્મચારી ગણાવવી.
૮૧૭
(૧૨) અબ્રહ્મચારી હોવા છતાં પણ પોતે પોતાને બ્રહ્મચારી ગણાવવો.
(૧૩) જેના સહારે આજીવિકા મળતી હોય તેનું જ ધન હડપવું.
(૧૪) જે ઐશ્વર્યવાળી વ્યક્તિ કે જન-સમૂહની મદદથી ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હોય તેના જ ભોગો કાપી નાખવા. (૧૫) સાપણનું પોતાના જ ઇંડાને ગળી જવું, પોષનાર વ્યક્તિ, સેનાપતિ અને પ્રશાસકને મારી નાખવો.
(૧૬) રાષ્ટ્ર-નાયક, નિગમ-નેતા(વ્યાપારી-પ્રમુખ), સુપ્રસિદ્ધ શેઠને મારી નાખવા.
(૧૭) જે જનતાને માટે દ્વીપ અને ત્રાણ સમાન હોય તેવા જન-નેતાને મારી નાખવો.
(૧૮) સંયમને માટે તત્પર મુમુક્ષુ અને સંયમી સાધુને સંયમથી વિમુખ કરવા.
(૧૯) અનંતજ્ઞાનીનો અવર્ણવાદ બોલવો – સર્વજ્ઞતા પ્રતિ અશ્રદ્ધા ઉત્પન્ન કરવી.
(૨૦) મોક્ષ-માર્ગની નિંદા કરી જનતાને તેનાથી વિમુખ કરવી.
(૨૧) જે આચાર્યો અને ઉપાધ્યાયો પાસેથી શિક્ષણ મેળવ્યું હોય તેમની જ નિંદા કરવી.
(૨૨) આચાર્ય અને ઉપાધ્યાયની સેવા અને પૂજા ન કરવી.
(૨૩) અબહુશ્રુત હોવા છતાં પણ પોતે પોતાને બહુશ્રુત કહેવો.
(૨૪) અતપસ્વી હોવા છતાં પણ પોતે પોતાને તપસ્વી કહેવો.
(૨૫) ગ્લાન સાધર્મિકની ‘તેણે મારી સેવા કરી ન હતી’ એવી કલુષિત ભાવનાથી સેવા ન કરવી.
(૨૬) જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિનાશ કરનારી કથાઓનો વારંવાર પ્રયોગ કરવો.
૧૭. સમવાઓ, સમવાય ૨૮ ।
અધ્યયન-૩૧ : ટિપ્પણ ૩૬
(૨૭) પોતાના મિત્ર વગેરેને માટે વારંવાર નિમિત્ત, વશીકરણ વગેરેનો પ્રયોગ કરવો.
(૨૮) માનવીય કે પારલૌકિક ભોગોની લોકોની સામે નિંદા કરીને છાની છૂપી રીતે તેમનું સેવન કર્યે જવું.
(૨૯) દેવતાઓનાં ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ અને વીર્યની મશ્કરી કરવી.
(૩૦) દેવ-દર્શન ન થવા છતાં પણ મને દેવ-દર્શન થઈ રહેલ છે – એમ કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org