Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં મુનિની ચરણ-વિધીનું નિરૂપણ થયું છે, એટલે તેનું નામ વાળવિહી’ – ‘વરવિધિ છે. ચરણનો પ્રારંભ યતનાથી થાય છે અને અંત પૂર્ણ નિવૃત્તિ(અક્રિયા)માં આવે છે. નિવૃત્તિનો આ ઉત્કર્ષ પ્રાપ્ત કરવા માટે જે મધ્યવર્તી સાધના કરવામાં આવે છે, તે ચરણ છે. મોક્ષ-પ્રાપ્તિની ચાર સાધનાઓમાં આ ત્રીજી સાધના છે."
પ્રવૃત્તિ અને નિવૃત્તિ –એ બન્ને સાધનાનાં અંગો છે. મન, વચન અને કાયાની ગુણિનો અર્થ છે નિવૃત્તિ. મન, વચન અને કાયાના સમ્યફ પ્રયોગનો અર્થ છે પ્રવૃત્તિ. ચોવીસમા અધ્યયન (શ્લોક ૨૬)માં બતાવવામાં આવ્યું છે કે સમિતિઓથી ચરણનું પ્રવર્તન થાય છે અને ગુતિઓથી અશુભ અર્થોનું નિવર્તન થાય છે.
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे ।
गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥ પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને સાપેક્ષ શબ્દો છે. નિવૃત્તિનો અર્થ પૂર્ણ નિષેધ નથી અને પ્રવૃત્તિનો અર્થ પૂર્ણ વિધિ નથી. પ્રત્યેક નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રત્યેક પ્રવૃત્તિમાં નિવૃત્તિ રહે છે. આ રીતે જોતાં નિવૃત્તિનો અર્થ થાય છે – એક કાર્યનો નિષેધ અને બીજા કાર્યની વિધિ તથા પ્રવૃત્તિનો અર્થ થાય છે– એક કાર્યની વિધિ અને બીજા કાર્યનો નિષેધ. આ જ તથ્ય પ્રસ્તુત અધ્યયનના બીજા શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે –
एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं ।
असंजमे नियति च, संजमे य पवत्तणं ॥ આમાંથી એક એવું તથ્ય નિષ્પન્ન થાય છે કે પ્રત્યેક પ્રવૃત્તિ સમ્યફ નથી હોતી. પરંતુ નિવૃત્તિમાંથી જે પ્રવૃત્તિ ફલિત થાય છે, તે જ સમ્યફ હોય છે. તેનું જ નામ ચરણ-વિધિ છે. તેને સાધના પદ્ધતિ પણ કહી શકાય.
ભગવાન મહાવીરની ચરણ-વિધિનો પ્રારંભ સંયમથી થાય છે. તેનું આચરણ કરતાં કરતાં જે વિષયોનો સ્વીકાર કે અસ્વીકાર કરવો જોઈએ, તેમનો જ આ અધ્યયનમાં સાંકેતિક ઉલ્લેખ છે. પરંતુ કેટલાક વિષયો એવા પણ છે જેમનો સંયમપાલન સાથે સંબંધ નથી, પરંતુ તે શેયમાત્ર છે. જેમ કે–પરમાધાર્મિકોના પંદર પ્રકાર (શ્લોક ૧૨) તથા દેવતાઓના ચોવીસ પ્રકાર (શ્લોક ૧૬).
અગિયાર ઉપાસક પ્રતિમાઓનો પણ મુનિના ચરણ સાથે પ્રત્યક્ષ સંબંધ નથી. સંભવ છે કે સંખ્યા-પૂર્તિની દૃષ્ટિએ તેમનો અહીં સમાવેશ કરવામાં આવ્યો હોય.
છેદ-સૂત્રોના સત્તરમા અને અઢારમા શ્લોકમાં નામોલ્લેખ થયો છે. તેમની રચના શ્રુત-કેવલી ભદ્રબાહુએ કરી હતી. આનાથી બે સંભાવનાઓ તરફ ધ્યાન જાય છે –
૧. ઉત્તરાધ્યયનની રચના છેદ-સૂત્રોની રચના પછી થઈ છે. ૨. ઉત્તરાધ્યયનની રચના એક સાથે નથી થઈ. બીજો વિકલ્પ જ વધુ સંભવિત છે.
આ અધ્યયનના આદ્ય બે શ્લોકો તથા અંતિમ એક શ્લોક છોડીને બાકીના ૧૮ શ્લોકોમાં “વે બિq....નિવે, સેર જીફ મંડજો" એ બે ચરણો સમાન છે. એમના અધ્યયનથી ભિક્ષુના સ્વરૂપનું સહજપણે જ જ્ઞાન થઈ જાય છે. સાથે સાથે સંસારમુક્તિનાં સાધનોનું જ્ઞાન પણ થાય છે.
આ અધ્યયનમાં એકથી ત્રેવીસ સુધીની સંખ્યામાં અનેક વિષયોનું ગ્રહણ થયું છે. તેમાંથી કેટલાક શબ્દોનો વિસ્તાર અન્ય અધ્યયનોમાં મળે છે. જેમ કે – કષાયનો ૨૯૬૭-૭૦માં, ધ્યાનનો ૩૦/૩પમાં, વ્રતનો ૨૧/૧૨માં, ઇન્દ્રિય-અર્થનો ૧. ઉત્તરક્થાનિ, ૨૮ રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org