Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ
અધ્યયન ૩૧ ચરણ-વિધિ
૧. દંડોનું (દંડ)
દંડ બે પ્રકારના હોય છે – (૧) દ્રવ્ય-દંડ અને (૨) ભાવ-દંડ.
કોઈ અપરાધ થાય ત્યારે રાજા કે બીજી નિર્ધારિત વ્યક્તિઓ દ્વારા વધ, બંધન, માર વગેરે દ્વારા દંડ કે સજા કરવામાં આવે તેને ‘દ્રવ્ય-દંડ' કહેવામાં આવે છે.
જે અધ્યવસાયો કે પ્રવૃત્તિઓ દ્વારા આત્મા દંડિત થાય છે, તેને ‘ભાવ-દંડ” કહેવામાં આવે છે. તે ત્રણ છે – (૧) મનો-દંડ-મનનું દુષ્મણિધાન. (૨) વચો-દંડ- વચનની દુષ્ટયુક્તતા. (૩) કામ-દંડ- શારીરિક દુષ્યવૃત્તિ.
ભગવાન મહાવીર મન, વાણી અને કાયા– આ ત્રણેયને દંડ માનતા હતા, માત્ર કાયાને જ નહીં. છતાં પણ આ વિષયને લઈને મઝિમનિકોયમાં એક લાંબુ પ્રકરણ લખવામાં આવ્યું છે. બૌદ્ધ-સાહિત્યની શૈલી અનુસાર તેમાં બુદ્ધનો ઉત્કર્ષ અને મહાવીરનો અપકર્ષ દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેનો કેટલોક અંશ આ પ્રમાણે છે –
એવું મેં સાંભળ્યું છે –
એક વખત ભગવાન નાલંદામાં પ્રાવારિકમાં આમ્રવનમાં વિહાર કરતા હતા. તે સમયે નિગંઠ નાત-પુત્ર નિગ્રંથો (જૈન સાધુઓ)ની મોટી પરિષદ(=સંઘ) સાથે નાલંદામાં વિહાર કરી રહ્યા હતાં. ત્યારે દીર્ઘ-તપસ્વી નિગ્રંથ(=જૈન સાધુ) નાલંદામાં ભિક્ષાચર્યા કરી, પિંડપાત પૂરો કરી, ભોજન પછી, જ્યાં પ્રાવારિક આમ્રવનમાં ભગવાન હતા, ત્યાં ગયો. જઈને ભગવાન સાથે સંમોદન કરી (કુશળ-પ્રશ્ન પૂછી), એક બાજુએ ઊભો રહી ગયો. એક બાજુ ઊભેલા દીર્ઘ-તપસ્વી નિર્ગથને ભગવાને કહ્યું
તપસ્વી ! આસન તૈયાર છે, જો ઈચ્છા હોય તો બેસી જા.” આમ કહેવાતાં દીર્ઘ-તપસ્વી નિગ્રંથ એક નીચું આસન લઈ એક બાજુ બેસી ગયો. એક બાજુ બેઠેલા દીર્ઘ-તપસ્વી નિગ્રંથને ભગવાને કહ્યું –
તપસ્વી ! પાપ-કર્મને માટે, પાપ-કર્મની પ્રવૃત્તિને માટે નિગ્રંથ જ્ઞાતૃપુત્ર કેટલા કર્મનું વિધાન કરે છે ?”
આવુસ ! ગૌતમ ! ‘કર્મ' ‘કર્મ' વિધાન કરવાનો નિગ્રંથ જ્ઞાતૃપુત્રનો કાયદો (= આવી નથી. આવુસ! ગૌતમ ! ‘દંડ’ ‘દંડ’ વિધાન કરવાનો નિગ્રંથ જ્ઞાતૃપુત્રનો કાયદો છે.”
“તપસ્વી ! ગૌતમ ! પાપ-કર્મને દૂર કરવા માટે નિર્ગઠ નાત-પુત્ત ત્રણ દંડોનું વિધાન કરે છે – કાય-દંડ, વચન-દંડ, મન-દંડ.” ‘‘તપસ્વી ! તો શું કામ-દંડ બીજો છે, વચન-દંડ બીજો જ છે, મન-દંડ બીજો છે ?”
આવુસ ! ગૌતમ! (હા), કાય-દંડ બીજો જ છે, વચન-દંડ બીજો જ છે, મન-દંડ બીજો જ છે.”
તપસ્વી ! આ રીતે ભેદ કર્યા, આ રીતે વિભક્ત, આ ત્રણ દંડોમાં નિગંઠ નાત-પુત્ત, પાપ-કર્મ કરવાને માટે, પાપકર્મની પ્રવૃત્તિને માટે, કયા દંડને મહાદોષ-યુક્ત હોવાનું વિધાન કરે છે, કાય-દંડ, વચન-દંડને કે મન-દંડને ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org