Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૪૦
અધ્યયન-૨૯: ટિપ્પણ ૪૮-૫૧
૪૮. આહાર-પ્રત્યાખ્યાનથી (ગાદી પથ્યવરવાઇvi)
આહાર-પ્રત્યાખ્યાનના બે અર્થ થઈ શકે છે–(૧) જીવન-પર્યત અનશન અને (૨) નિશ્ચિત અવધિ-પર્યત અનશન. શાન્તાચાર્યે આહાર-પ્રત્યાખ્યાનનો અર્થ “અષણીય (અયોગ્ય) ભક્ત-પાનનો પરિત્યાગ’ કર્યો છે. પરંતુ તેનાં પરિણામો જોતાં તેનો અર્થ હજુ વધુ વ્યાપક થઈ શકે છે.
આહાર-પ્રત્યાખ્યાનનાં બે પરિણામ છે–(૧) જીવનની આકાંક્ષાનો વિચ્છેદ અને (૨) આહાર વિના સંક્લેશ ન થવોવિઘ્ન-બાધાનો અનુભવ ન કરવો. આ પરિણામો આહાર-ત્યાગની સાધનાથી જ મળે છે. એષણીય આહાર ન મળવાથી તેનું જે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તેમાં પણ આત્માનો સ્વતંત્ર ભાવ છે. પરંતુ તે યોગ્ય આહારની અપ્રાપ્તિથી થનાર તપ છે. મમત્વ-હાનિ તથા શરીર અને આત્માના ભેદ-જ્ઞાનને વિકસિત કરવા માટે જે આહાર-પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, તે યોગ્ય આહારની પ્રાપ્તિની સ્થિતિમાં કરાનારું તપ છે. તેનાથી જીવન પ્રત્યે નિર્મમત્વ અને આહારના અભાવમાં સંક્લેશરહિત મનોભાવ-એ બંને સહજપણે જ સધાય છે. એટલા માટે આહાર-પ્રત્યાખ્યાનનો મુખ્ય અર્થ ‘સાધનાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી તપ કરવું હોવો જોઈએ. ૪૯. કષાય-પ્રત્યાખ્યાનથી (વસાયપષ્યવસ્થાનેvi)
આત્મા વિજાતીય રંગમાં રંગાયેલ હોય છે. તેનું જ નામ કષાય છે. કષાયના પ્રત્યાખ્યાનનો અર્થ છે “આત્મા ઉપરથી વિજાતીય રંગનું ધોવાઈ જવું'. આત્માની કપાય-મુક્ત સ્થિતિનું નામ છે “વીતરાગતા'. કષાય અને વિષમતા એ બંનેને પર્યાયવાચી કહી શકાય. કષાયથી વિષમતા ઉત્પન્ન થાય છે, તેનાં કરતાં એમ કહેવું અધિક ઉચિત છે કે કષાય અને વિષમતા બંને સાથે-સાથે ઉત્પન્ન થાય છે. એ જ રીતે વીતરાગતા અને સમતા પણ એક સાથે ઉત્પન્ન થાય છે. સુખ-દુ:ખ વગેરે બાહ્ય સ્થિતિઓમાં આત્માને જે વિષમ અનુભૂતિ થાય છે, તેનો હેતુ કષાય છે. તે દૂર થતાં જ આત્મામાં બાહ્ય-સ્થિતિ વિષમતા ઉત્પન્ન કરતી નથી. આ સ્થિતિને “વીતરાગતા” કે “આત્માની બાહ્ય વાતાવરણમાંથી મુક્તિ કહી શકાય. ૫૦. (સૂત્ર ૩૮-૩૯).
આ બંને સૂત્રોમાં ‘અયોગી-દશા” અને “મુક્ત-દશા'નું નિરૂપણ છે. પહેલાં પ્રવૃત્તિ-મુક્તિ (યોગ-પ્રત્યાખ્યાન) થાય છે પછી શરીર-મુક્તિ (શરીર-પ્રત્યાખ્યાન). અહીં ‘યોગ’ શબ્દ સમાધિનો વાચક નહિ, પરંતુ મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો વાચક છે. મુક્ત થવાના ક્રમમાં પહેલાં અયોગી-દશા પ્રાપ્ત થાય છે. તેનાથી નવા કર્મોનો બંધ સમાપ્ત થઈ જાય છે–પૂર્ણ સંવર થઈ જાય છે અને પૂર્વસંચિત કર્મો ક્ષીણ થઈ જાય છે. કર્મોના અભાવમાં આત્મા શરીર-મુક્ત થઈ જાય છે અને શરીર-મુક્ત આત્મામાં અતિશય ગુણોનો વિકાસ થઈ જાય છે. તે સર્વથા અવર્ણ, અગંધ, અરેસ અને અસ્પર્શ બની જાય છે–અરૂપી સત્તામાં અવસ્થિત થઈ જાય છે. અગુરુલઘુ, સ્થિર-અવગાહના અને અવ્યાબાધ સુખ (સહજ સુખ)-આ ગુણો પ્રગટ થઈ જાય છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શુદ્ધિ અને અનંત વીર્ય—એ પહેલાંથી જ પ્રાપ્ત થઈ ચૂક્યાં હોય છે. પ્રવૃત્તિ અને શરીરના બંધનથી બંધાયેલ આત્મા આમ-તેમ ભ્રમણ કરે છે. પરંતુ તે બંધનોમાંથી મુક્ત થતાં તે ઉર્ધ્વ-લોકના અંતિમ છેડા પર પહોંચી અવસ્થિત થઈ જાય છે, પછી તેની પાસે ગતિનું માધ્યમ હોતું નથી.
પ્રસ્તુત સૂત્ર (૩૯)માં સિદ્ધાર્યપુત્તi' પાઠ છે. સમવાયાંગ (૩૧૧)માં ‘સિદ્ધપુન' એવો પાઠ છે અને ઉત્તરાધ્યયન (૩૧૨૦)માં સિદ્ધાળુણગોળનું–એવો ઉલ્લેખ છે. આદિગુણનો અર્થ મૂલ ગુણ અને અતિશય ગુણનો અર્થ વિશિષ્ટ ગુણ છે. તાત્પર્યાર્થમાં બંને નિકટ આવી જાય છે. ૫૧. સહાય-પ્રત્યાખ્યાનથી (હાયપષ્યવસ્થા)
જે સાધુઓ ‘ગણ’ અથવા ‘સંઘ'માં દીક્ષિત થાય છે, તેમના માટે બીજા સાધુઓનો સહયોગ લેવો વર્જિત નથી. ૧. વૃદ્રવૃત્તિ, પત્ર ૧૮૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org