Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમ્ય-પરાક્રમ
૭૩૯
અધ્યયન-૨૯: ટિપ્પણ ૪૪-૪૭
પણ નિસહિયા’ શબ્દનો પ્રયોગ છે. તેણે શ્રમણો માટે અનેક ચૈત્યો અને નિસહિયાઓનું નિર્માણ કરાવ્યું હતું.
વૃત્તિકારે ‘પાંતર'નો અર્થ નિશ્ચયમાં રત એવો કર્યો છે. તાત્પર્યાર્થમાં તેને સંયમનો વાચક માન્યો છે.' આ અર્થ પ્રાસંગિક નથી લાગતો. ૪૪. (સૂત્ર ૩૩)
પ્રવૃત્તિ અને નિવૃત્તિ–આ બે સાપેક્ષ શબ્દો છે. પ્રવર્તનનો અર્થ છે ‘કરવું અને નિવર્તનનો અર્થ છે ‘કરવાથી દૂર થવું'. જે નથી કરતો-મન, વચન અને કાયાની પ્રવૃત્તિ નથી કરતો, તે જ વ્યક્તિ પાપ-કર્મ ન કરવા માટે તત્પર હોય છે. જયાં પાપકર્મનું કારણ નથી હોતું, ત્યાં પૂર્વ-અર્જિત કર્મો સ્વયં ક્ષીણ થઈ જાય છે. બંધન આશ્રવની સાથે જ ટકે છે. સંવર થતાં જ તે તૂટી જાય છે, એટલા માટે પૂર્ણ સંવરે અને પૂર્ણ નિર્જરા–એ બંને સહવર્તી હોય છે. ૪૫. સંભોજ-પ્રત્યાખ્યાન (મંડલી-ભોજન)નો ત્યાગ (સંપઘાનેvi)
શ્રમણ-સંઘમાં સામાન્ય પ્રથા મંડલી-ભોજન (સહભોજન)ની રહી છે. પરંતુ સાધનાનું અગ્રિમ લક્ષ્ય છે–આત્મનિર્ભરતા. મુનિ પ્રારંભિક દશામાં સામુદાયિક-જીવનમાં રહે અને બીજાઓનું આલંબન પણ પ્રાપ્ત કરે. છતાં પણ તેને એ વાતની વિસ્મૃતિ ન થવી જોઈએ કે તેનું અગ્રિમ લક્ષ્ય સ્વાવલંબન છે. સ્થાનાંગમાં આ જીવિકા-સંબંધી સ્વાવલંબનને “સુખ-શય્યા' કહેલ છે. તેનો સંકેત આ સૂત્રમાં મળે છે. ચાર સુખ-શપ્યાઓમાં આ બીજી સુખ-શપ્યા છે. તેનું સ્વરૂપ આવા પ્રકારનું છે-કોઈ વ્યક્તિ મુંડિત થઈને અગારમાંથી અનગારતમાં પ્રવ્રુજિત થઈને પોતાના લાભથી સંતુષ્ટ થાય છે, બીજાના લાભનો આસ્વાદ નથી કરતો, સ્પૃહા નથી કરતો, પ્રાર્થના નથી કરતો, અભિલાષા નથી કરતો; તે બીજાના લાભનો આસ્વાદ ન કરતો, સ્પૃહા ન કરતો, પ્રાર્થના ન કરતો, અભિલાષા ન કરતો, મનમાં સમતા ધારણ કરતો ધર્મમાં સ્થિર બની જાય છે.”
‘ન કારનો ‘ કાર વણદિશ થવાથી ‘સંભોજ'માંથી પ્રાકૃતમાં ‘સંભોગ શબ્દ બને છે. ૪૬. મોક્ષની સિદ્ધિ માટે (સાયટ્ટિયા)
આનાં સંસ્કૃત રૂપો બે બને છે– સાયતાથી અને માત્માથા'. વૃત્તિકારે ‘નાયત શબ્દનો અર્થ મોક્ષ અથવા સંયમ કર્યો છે. “યતાથન'નો અર્થ છે–મોક્ષાર્થી અથવા સંયમાર્થી. “આત્માથ' નો અર્થ છે–સ્વાવલંબી અથવા સ્વતંત્ર. ૪૭. ઉપધિ (વસ્ત્ર વગેરે ઉપકરણો)નાં પ્રત્યાખ્યાનથી (ઉપષ્યવસ્થાનેor)
મુનિ માટે વસ્ત્ર વગેરે ઉપધિ રાખવાનું વિધાન કરવામાં આવ્યું છે. પરંતુ વિકાસક્રમની દષ્ટિએ ઉપધિ-પરિત્યાગને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉપધિ રાખવામાં બે બાધાઓની સંભાવના છે–(૧) પરિમંથ અને (૨) સંક્લેશ, ઉપધિપ્રત્યાખ્યાનથી આ બંને સંભાવનાઓ સમાપ્ત થઈ જાય છે. પરિમંથ–ઉપધિની પ્રતિલેખન વડે જે સ્વાધ્યાય-ધ્યાનની હાનિ થાય છે તે ઉપધિના પરિત્યાગથી સમાપ્ત થઈ જાય છે. સંક્લેશ–જે ઉપધિનું પ્રત્યાખ્યાન કરે છે તેના મનમાં ‘મારું વસ્ત્ર જૂનું થઈ ગયું છે, ફાટી ગયું છે, સોય માંગીને લઈ આવું, તેને સાધુ–આવો કોઈ સંક્લેશ થતો નથી. અસંક્લેશનું આ રૂપ આચારાંગમાં પ્રતિપાદિત છે. મુલારાધનામાં આને “પરિકર્મ-વર્જન' કહેવામાં આવેલ છે.
૧, વૃત્તિ , પત્ર ૧૮૭ : પ્રાન્ત–નિશનિ રત:-
अभिरतिमानेकान्तरतः संयम इति गम्यते। ટાઈi, ૪ I 8? ! बृहद्वृत्ति, पत्र ५८७ : आयतो-मोक्षः संयमो वा, स
एवार्थ:-प्रयोजनं विद्यते येषामित्यायतार्थिकाः। ૪. એજન, પત્ર ૧૮૮: રસ્થ–સ્વાધ્યાયાધિક્ષતિત
भावोऽपरिमन्थः ।
પ. માયાજે ૬ ૬૦ : જેકવેન્સેસિપ,
તi fપવરશ્નો एवं भवइ-परिजुण्णे मे वत्थे वत्थं जाइस्सामि,सुत्तं जाइस्सामि, सूई जाइस्सामि, संधिस्सामि, सीविस्सामि, उक्कसिस्सामि, वोक्कसिस्सामि, परिहिस्सामि, पाउणिस्सामि। मूलाराधना, २ । ८३ : विजयोदया : याचनसीवनशोषणप्रक्षालनादिरनेको हि व्यापारः स्वाध्यायध्यानविनकारी अचेलकस्य तन्न तथेति परिकर्मविवर्जनम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org