Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ
અધ્યયન ૩૦: તપો-માર્ગ-ગતિ
૧. બાહ્ય અને આત્યંતર (વાદિમંત)
સ્વરૂપ અને સામગ્રીના આધારે તપને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે – (૧) બાહ્ય અને (૨) આત્યંતર, બાહ્ય -તપ- અનશન વગેરે નીચેના કારણોને લીધે બાહ્ય-તપ કહેવાય છે :
(૧) આમાં બાહ્ય દ્રવ્યોની અપેક્ષા હોય છે; અશન, પાન વગેરે દ્રવ્યોનો ત્યાગ કરવાનો હોય છે, (૨) આને સર્વસાધારણ દ્વારા તપસ્યાના રૂપમાં સ્વીકૃત કરવામાં આવે છે, (૩) આનો પ્રત્યક્ષ પ્રભાવ શરીર પર અધિક થાય છે અને (૪) આ મુક્તિનાં બહિરંગ કારણો હોય છે.'
મૂલારાધના અનુસાર જેના આચરણથી મન દુષ્કત તરફ પ્રવૃત્ત ન થાય, આંતરિક-તપ પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને પૂર્વ -ગૃહીત યોગો – સ્વાધ્યાય વગેરે યોગો કે વ્રત-વિશેષોની હાનિ ન થાય, તે ‘બાહ્ય-તપ' કહેવાય છે.
આત્યંતર-તપ – પ્રાયશ્ચિત્ત વગેરે નીચેના કારણોને લીધે આભ્યતર તપ કહેવાય છે : ૧. આમાં બહારના દ્રવ્યોની અપેક્ષા નથી હોતી, ૨. આને વિશિષ્ટ વ્યક્તિઓ દ્વારા જ તપ રૂપે સ્વીકારવામાં આવે છે, ૩. આનો પ્રત્યક્ષ પ્રભાવ અંતઃકરણમાં થાય છે અને ૪. આ મુક્તિનાં અંતરંગ કારણો હોય છે.
મહર્ષિ પતંજલિએ પણ યોગનાં અંગોને અંતરંગ અને બહિરંગ - આવા બે વિભાગોમાં વિભક્ત કર્યા છે. ધારણા, ધ્યાન અને સમાધિ – આ પૂર્વવર્તી યમ વગેરે પાંચ સાધનોની અપેક્ષાએ અંતરંગ છે. નિર્બીજ-યોગની અપેક્ષાએ તે બહિરંગ પણ છે. આનો ફલિતાર્થ એવો છે કે યમ વગેરે પાંચ અંગો બહિરંગ છે અને ધારણા વગેરે ત્રણ અંગો અંતરંગ અને બહિરંગ–બંને છે. નિર્બીજ-યોગ માત્ર અંતરંગ છે.
બાહ્ય-તપના પ્રકાર
બાહ્ય-તપના છ પ્રકાર છે – (૧) અનશન, (૨) અવમૌદર્ય, (૩) વૃત્તિ-સંક્ષેપ, (૪) રસ-પરિત્યાગ, (૫) કાય-ફ્લેશ અને (૬) વિવિક્ત થયા. બાહ્ય-તપનાં પરિણામો
બાહ્ય-તપનાં પરિણામો નીચે મુજબ હોય છે –
૧. વૃવૃત્તિ, પત્ર ૬૦૦ / ૨. મૂનારાથના, ૨૩૬ :
सो णाम बाहिरतवो, जेण मणो दुक्कड ण उद्वेदि ।
जेण य सड्ढा जायदि, जेण य जोगा ण हायंति ॥ 3. बृहद्वृत्ति, पत्र ६०० : 'बाह्यं' बाह्यद्रव्यापेक्षत्वात् प्रायो
मुक्त्यवाप्तिबहिरङ्गत्वाच्च 'अभ्यन्तरं' तद्विपरीतं, यदिवा 'लोकप्रतीतत्वात्कुतीथिकैश्च' स्वाभिप्रायेणासेव्यमानत्वाद्
बाह्यं तदितरत्त्वाभ्यन्तरम्, उक्तञ्च"लोके परसमयेषु च यत्प्रथितं तत्तपो भवति बाह्यम् । आभ्यन्तरमप्रथितं कुशलजनेनैव तु ग्राह्यम् ।।" अन्ये त्वाहु:-"प्रायेणान्तःकरणव्यापाररूपमेवाभ्यन्तरं, વાદાં વચથે''તિ છે पातञ्जलयोगदर्शन, ३।७, ८ : त्रयमन्तरङ्गः पूर्वेभ्यः । तदपि बहिरङ्गः निर्बीजस्य।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org