Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
તપો-માર્ગ-ગતિ
અધ્યયન-૩૦ : ટિપ્પણ ૪
ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કરનાર પોતે પણ પોતાની શુશ્રુષા કરે છે અને બીજાઓ પાસે પણ કરાવે છે. ઇંગિની અનશન કરનાર બીજાઓ પાસે શુશ્રુષા કરાવતો નથી, પરંતુ પોતે પોતાની શુશ્રુષા કરી શકે છે. પાદપોપગમન અનશન કરનાર પોતાના શરીરની શુશ્રુષા ન પોતે કરે છે કે ન બીજા પાસે કરાવે છે.
શાન્ત્યાચાર્યે નિર્ધાર અને અનિર્ધારિ – આ બંને પાદપોપગમનના પ્રકાર બતાવ્યા છે. પરંતુ સ્થાનાંગમાં આ બંને પ્રકાર ભક્ત-પ્રત્યાખ્યાનના પણ કરવામાં આવ્યા છે.
દિગમ્બર આચાર્ય શિવકોટિ અને અનશન
૧. ભક્ત પ્રત્યાખ્યાન :
તેમના અનુસાર ભક્ત-પ્રત્યાખ્યાન અનશનના બે પ્રકાર છે – (૧) સવિચાર અને (૨) અવિચાર.
-
જે ઉત્સાહ – બળયુક્ત હોય, જેમનું મૃત્યુ તત્કાળ થવાનું ન હોય, તે મુનિના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘સવિચાર ભક્તપ્રત્યાખ્યાન’ કહેવામાં આવે છે. આનો અર્થ, લિંગ વગેરે ૪૦ પ્રકરણો દ્વારા વિચાર કરવામાં આવ્યો છે.૫
મૃત્યુની આકસ્મિક સંભાવના થતાં ભક્ત-પ્રત્યાખ્યાન ક૨વામાં આવે છે, તેને ‘અવિચાર ભક્ત-પ્રત્યાખ્યાન' કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે :
૧. નિરુદ્ધ : જે રોગ અને આતંકથી પીડિત હોય, જેનું જંઘાબળ ક્ષીણ થયું હોય અને જે બીજા ગણમાં જવા માટે અસમર્થ હોય, તેવા મુનિના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘નિરુદ્ધ અવિચાર ભક્ત-પ્રત્યાખ્યાન' કહેવામાં આવે છે.
જ્યાં સુધી તેનામાં બળ-વીર્ય હોય છે, ત્યાં સુધી તે પોતાનું કામ જાતે કરે છે અને જ્યારે તે અશક્ત બની જાય છે, ત્યારે બીજા મુનિઓ તેની પરિચર્યા કરે છે. જંધાબળ ક્ષીણ થવાથી બીજા ગણમાં જવા માટે અસમર્થ થવાને કારણે જે મુનિ પોતાના ગણમાં જ રુંધાઈ રહે છે. તેના ભક્ત-પ્રત્યાખ્યાનને ‘અનિર્ધારિ’ પણ કહેવામાં આવે છે. તેમાં અનિયત વિહાર વગેરેની વિધિ હોતી નથી, એટલા માટે તેને ‘અવિચાર' કહેવામાં આવે છે.
1. बृहद्वृत्ति, पत्र ६०३ : एतच्च प्रकारद्वयमपि पादपोप
गमनविषयं तत्प्रस्ताव एवागमेऽस्याभिधानात् ।
દાળ, ૨૫૪૫, ૪૬ : પાઞોવામળે સુવિદ્દે પં૰ is - णीहारिमे चेव अणीहारिमते चेव णियमं अपडिक्कमे । भत्तपच्चक्खाणे दुविहे पं० तं०-णीहारिमे चेव अणीहारिमे चेव णियमं सपडिक्कमे ।
૩.
૩.
૪.
૫.
૭૬૭
૬.
નિરુદ્ધ બે પ્રકારે થાય છે – (૧) જન-જ્ઞાત અને (૨) જન-અજ્ઞાત.૧
૨. નિરુદ્ધતર ઃ મૃત્યુનું તાત્કાલિક કારણ (સર્પ-દંશ, અગ્નિ વગેરે) ઉપસ્થિત થતાં તત્કાળ ભક્ત-પ્રત્યાખ્યાન કરવામાં
मूलाराधना, २ । ६५: दुविहं तु भत्तपच्चक्खाणं सविचारमध अविचारं ।
એજન, ર્। ૬પ : વિચારમાટે, મળે સપામસ્મ હવે ।
એજન, ર।૬૬ :
सविचारभत्तपच्चक्खाणस्सिणमो उवक्कमो होई ।
तत्थ य सुत्तपदाई, चत्तालं होंति णेयाई ॥
એજન, છા ૨૦૧૬ :
तत्थ अविचारभत्त-पइण्णा मरणम्मि होइ अगाढो । अपरक्कम्मस्स मुणिणो, कालम्मि असंपुहुत्तम्मि ॥
Jain Education International
૭.
૮.
૯.
૧૦.
૧૧.
એજન, ૭૫ ૨૦૧૩ :
तस्स णिरुद्धं भणिदं, रोगादंकेहिं जो समभिभूदो । जंघा बलपरिहीणो, परगणगमणम्मि ण समत्थो ॥
એજન, છા ૨૦૧૪ :
जावय बलविरियं से, सो विहरदि ताव णिप्पडीयारो । पच्छा विहरति पडिजग्गिज्जतो तेण समणेण ॥
એજન, ૭૫ ૨૦૧૬ :
इय सण्णिरुद्धमरणं, भणियं अणिहारिमं अवीचारं । सो चेव जधाजोग्गं, पुव्वत्तविधी हवदि तस्स ॥
મૂલાધના, ૭૫ ૨૦ ́ I
એજન, છા ૨૦૧૬, ૧૭ :
दुविधं तं पि अणीहारिम, पगासं च अप्पगासं च । जण्णादं च पगासं, इदरं च जणेण अण्णादं ॥
खवयस्स चित्तसारं खित्तं कालं पडुच्च सजणं वा । अण्णम्मि य तारिसयम्मि, कारणे अप्पगासं तु ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org