Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૭૭૨
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૪
ઉપર્યુક્ત નામો સ્થાનાંગ તથા ભગવતીથી સહેજ જુદાં પડે છે. તેમાં અનશનના ત્રણ પ્રકાર છે - ૧, ભક્ત-પ્રત્યાખ્યાન, ૨. ઇંગિની અને ૩. પાદપોપગમન. મૂલારાધનામાં અનશનના અધિકારીનું વર્ણન છે. એના અધિકારી તેઓ હોય છે – ૧. જે દુચિકિત્સ્ય (સંયમ છોડ્યા વિના જેનો પ્રતિકાર કરવાનું સંભવિત ન હોય તેવા) વ્યાધિથી પીડિત હોય. ૨. જે શ્રમણ્ય-યોગની હાનિ કરનાર જરાવસ્થાથી ઘેરાયેલ હોય. ૩. જે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપદ્રવોથી ઘેરાયેલ હોય. ૪. જેના ચારિત્ર-વિનાશ માટે અનુકુળ ઉપસર્ગો કરવામાં આવી રહ્યા હોય. ૫. દુષ્કાળમાં જેને શુદ્ધ ભિક્ષા મળતી ન હોય.
૬. જે ગહન અટવીમાં દિમૂઢ બની જાય અને માર્ગ જડતો ન હોય. : ૭. જેનાં આંખ અને કાન દુર્બળ થઈ ગયા હોય અને જંઘાબળ ક્ષીણ થઈ ગયું હોય અને જે વિહાર કરવા માટે સમર્થ
ન હોય. ઉપરોક્ત અને એવાં બીજાં કારણો ઉપસ્થિત થતાં વ્યક્તિ અનશનની અધિકારી બને છે.'
જે મુનિનું ચારિત્ર નિરતિચાર પળાઈ રહ્યું હોય, સંલેખના કરાવનાર આચાર્ય (નિર્ણાયક આચાર્ય) ભવિષ્યમાં સુલભ હોય, દુષ્કાળનો ભય ન હોય, તેવી સ્થિતિમાં તે અનશનનો અનધિકારી છે. વિશિષ્ટ સ્થિતિ ઉત્પન્ન થયા વિના તે અનશન કરે તો સમજવું જોઈએ કે તે ચારિત્રથી ખિન્ન છે. સંલેખના
આચારાંગમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે મુનિને એવો અનુભવ થાય કે તેને શરીર ધારણ કરવામાં ગ્લાનિ થઈ રહી છે, ત્યારે તે ક્રમે ક્રમે આહારનો સંકોચ કરે, સંલેખના કરે – આહાર-સંકોચ દ્વારા શરીરને કૃશ કરે. સંલેખનાના કાળ
સંલેખનાના ત્રણ કાળ છે – (૧) જઘન્ય – છ માસનો કાળ (ર) મધ્યમ – એક વર્ષનો કાળ અને (૩) ઉત્કૃષ્ટ– બાર વર્ષનો કાળ.
ઉત્કૃષ્ટ સંલેખનાના કાળમાં પ્રથમ ચાર વર્ષમાં દૂધ, ઘી, વગેરે વિકૃતિઓનો ત્યાગ અથવા આચામ્સ (આયંબિલ) કરવામાં આવે છે. સૂત્રમાં પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવાનો ઉલ્લેખ નથી. પરંતુ શાન્યાચાર્યે નિશીથ ચૂર્ણિના આધારે તેનો અર્થ આવો કર્યો છે કે સંલેખના કરનાર વિચિત્ર તપના પારણામાં વિકૃતિઓનો પરિત્યાગ કરે." પ્રવચન સારોદ્ધારમાં પણ આ જ ક્રમ છે. પ્રથમ ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવામાં આવે છે અને તેના પારણામાં યથેષ્ટ ભોજન કરવામાં આવે છે. બીજા ચાર વર્ષમાં વિચિત્ર તપ કરવામાં આવે છે, પરંતુ પારણામાં વિકૃતિનો પરિત્યાગ કરવામાં આવે છે." પછીનો ક્રમ સમાન છે.
ઉત્તરાધ્યયન (૩૬/૨૫૧-૨૫૫) અનુસાર આ સંખનાનો પૂર્ણ ક્રમ આ પ્રમાણે છે – પ્રથમ ચાર વર્ષ – વિકૃતિનો પરિત્યાગ અથવા આચાર્લી. દ્વિતીય ચાર વર્ષ – વિચિત્ર તપ – ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ વગેરે અને પારણામાં યથેચ્છ ભોજન."
૫.
૨.
મૂનાTધના, ૨૫ ૭૨-૭૪ એજન, રા ૭-૭૬ ! આયારો, ટા૨ ૦૫, ૨૦૬ માં बृहद्वृत्ति, पत्र ७०६
પ્રવૈવનસારો દ્વાર, માથા ૮૭૫-૮૭૭માં बृहद्वृत्ति, पत्र ७०६ : द्वितीये वर्षचतुष्के विचित्रं तु' इति विचित्रमेव चतुर्थषष्ठाष्टमादिरूपं तपश्चरेत्, अत्र च पारणके सम्प्रदाय:-"उग्गमविसुद्धं सव्वं कप्पणिज्जं पारेति ।"
४.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org