Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરજઝયણાણિ
૭૮૦
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૯
એવો કરવામાં આવ્યો છે. સ્થાનાંગમાં કાય-ક્લેશના છ પ્રકાર નિર્દેશાયા છે – (૧) સ્થાન-કાયોત્સર્ગ, (૨) ઊકડૂ આસન, (૩) પ્રતિમા આસન, (૪) વીરાસન, (૫) નિષઘા, (૬) દંડાયત આસન અને (૭) લગંડ-શયનાસન.' આની સૂચના'વીરાસણા' એ વાક્યાંશમાં મળે છે.
ઔપપાતિકમાં કાય-ક્લેશના દશ પ્રકાર બતાવાયા છે – (૧) સ્થાન – કાયોત્સર્ગ, (૨) ઊકડૂ આસન, (૩) પ્રતિમા આસન, (૪) વીરાસન, (૫) નિષઘા, (૬) આતાપના, (૭) વસ-ત્યાગ, (૮) ઉકંડૂયન – ખંજવાળવું નહીં તે, (૯) અનિષ્ઠીવન – ઘૂંકવાનો ત્યાગ અને (૧૦) સર્વ ગાત્ર પરિકર્મ વિભૂષાનો ત્યાગ – દેહ-પરિકમની ઉપેક્ષા.
આચાર્ય વસુનંદિ અનુસાર આચાર્મ્સ, નિર્વિકૃતિ, એકસ્થાન, ઉપવાસ, છટ્ટ વગેરે દ્વારા શરીરને ક્રશ કરવું તે કાય-ફ્લેશ’ છે.
આ વ્યાખ્યા ઉક્ત વ્યાખ્યાઓથી જુદી છે. આમ તો ઉપવાસ વગેરે કરવામાં કાયાને ક્લેશ થાય છે, પરંતુ ભોજન સંબંધી – અનશન, ઊણોદરી, વૃત્તિ-સંક્ષેપ અને રસ-પરિત્યાગ – ચારે બાહ્ય-તપોથી કાય-ક્લેશનું લક્ષણ જુદું હોવું જોઈએ. આ દષ્ટિએ કાય-ફ્લેશની વ્યાખ્યા ઉપવાસ-પ્રધાન ન હોતાં અનાસક્તિ-પ્રધાન હોવી જોઈએ. શરીર પ્રત્યે નિર્મમત્વ-ભાવ રાખવો તથા તે પ્રાપ્ત કરવા માટે આસન વગેરે સાધવા, તેને શણગારવાથી ઉદાસીન રહેવું – એ કાય-ક્લેશનો મૂળ-સ્પર્શી અર્થ હોવો જોઈએ.
દ્વિતીય અધ્યયનમાં જે પરીષહો બતાવવામાં આવ્યા છે, તેમનાથી આ ભિન્ન છે. કાય-ક્લેશ પોતાની ઇચ્છા અનુસાર કરવામાં આવે છે, જ્યારે પરીષહ એની મેળે આવેલ કષ્ટ હોય છે.*
શ્રતસાગર ગણિ અનુસાર ગ્રીષ્મ ઋતુમાં તડકામાં, શીત ઋતુમાં ખુલ્લી જગ્યામાં અને વર્ષા ઋતુમાં વૃક્ષ નીચે સુવું. વિવિધ પ્રકારની પ્રતિમાઓ અને ઉપવાસ કરવા તે “કાય-ફ્લેશ” છે."
મૂલારાધનામાં કાય-ક્લેશના પાંચ વિભાગ કરવામાં આવ્યા છે – (૧) ગમન યોગ
(ક) અનુસૂર્ય ગમન – પ્રખર તાપમાં પૂર્વથી પશ્ચિમ તરફ જવું. (ખ) પ્રતિસૂર્ય ગમન - પશ્ચિમથી પૂર્વ તરફ જવું. (ગ) ઉર્ધ્વસૂર્ય ગમન – સૂર્ય મધ્યાહ્ન તપતો હોય ત્યારે જવું. (ધ) તિફસૂર્ય ગમન – સૂર્ય ત્રાંસો હોય ત્યારે જવું. | (ડ) ઉદ્ભમક ગમન – અવસ્થિત ગામેથી ભિક્ષા માટે બીજે ગામ જવું.
(ચ) પ્રત્યાગમન – બીજે ગામ જઈ ફરી અવસ્થિત ગામમાં પાછા ફરવું.” (૨) સ્થાન યોગ
શ્વેતામ્બર-સાહિત્યમાં “વફા ” પાઠ મળે છે અને ક્યાંક ક્યાંક “રાવત’ ની અપેક્ષાએ ‘ટાઈII’ વધુ અર્થસૂચક છે. બૃહત્કલ્પ ભાષ્યની વૃત્તિમાં સ્થાનની સાથે જોડાયેલા આદિ શબ્દને નિષાદન અને શયનનો ગ્રાહક બતાવવામાં આવ્યો છે.
૧. ૨.
તાપ, ૭ ૪૨ા ગોવીયે, સૂત્ર રૂદ્દ ! वसुनन्दि श्रावकाचार, श्लोक ३५१ : आयंबिल णिव्वियडी, एगट्ठाणं छट्ठमाइखवणेहिं । जं कीरड़ तणुतावं, कायकिलेसो मुणेयव्वो।।
.
४. तत्त्वार्थ, ८।१९, श्रुतसागरीय वृत्ति : यदृच्छया समागतः
परीषहः, स्वयमेव कृतः काय-क्लेशः इति
परीषहकायक्लेशयोर्विशेषः । ૫. એજન, ૨ા૨૬, શ્રતસાય વૃત્તિ | ૬. મૂનારાથના, રૂાર૨૨I
એજન, રૂારરૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org