Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
७८६
અધ્યયન-૩૦: શ્લોક ટિપ્પણ ૧૪-૧૫
૧૪. (શ્લોક ૩૪)
સ્વાધ્યાય આવ્યંતર-તપનો ચોથો પ્રકાર છે. તેનાં પાંચ ભેદ છે – (૧) વાચના, (૨) પ્રચ્છના, (૩) પરિવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. જુઓ – ૨૯/૧૮નું ટિપ્પણ.
તત્ત્વાર્થ સૂત્ર (૯૨૫)માં તેમનો ક્રમ અને એક નામ પણ જુદું છે – (૧) વાચના, (૨) પ્રચ્છના (૩) અનુપ્રેક્ષા, (૪) આમ્નાય અને (૫) ધર્મોપદેશ.
આમાં પરિવર્તનના સ્થાને ‘આમ્નાય છે. આમ્નાયનો અર્થ છે “શુદ્ધ ઉચ્ચારણપૂર્વક વારંવાર પાઠ કરવો.''
પરિવર્તન કે આમ્નાયને અનુપ્રેક્ષાની પહેલાં રાખવાનું વધુ યોગ્ય લાગે છે. સ્વાધ્યાયના પ્રકારોમાં એક ક્રમ છે – આચાર્ય શિષ્યોને ભણાવે છે. એ વાચના છે. ભણતી વેળાએ અથવા ભણ્યા પછી શિષ્યના મનમાં જે પ્રશ્નો ઊઠે છે તેમને તે આચાર્યની સામે રજુ કરે છે, એ પ્રચ્છના છે. આચાર્ય પાસેથી મેળવેલ શ્રતને યાદ રાખવા માટે તે વારંવાર તેનો પાઠ કરે છે, એ પરિવર્તન છે. પરિચિત શ્રતનો મર્મ સમજવા માટે તે તેનું પર્યાલોચન કરે છે, એ અનુપ્રેક્ષા છે. પઠિત, પરિચિત અને પર્યાલોચિત શ્રતનો ઉપદેશ કરે છે, એ ધર્મકથા છે. આ ક્રમમાં પરિવર્તનનું સ્થાન અનુપ્રેક્ષા પહેલાં મળે
સિદ્ધસેન ગણિ અનુસાર અનપેક્ષાનો અર્થ છે “ગ્રંથ અને અર્થનો માનસિક અભ્યાસ કરવો.’ આમાં વર્ગોનું ઉચ્ચારણ કરવાનું નથી હોતું અને આમ્નાયમાં વર્ગોનું ઉચ્ચારણ હોય છે- આ જ બંને વચ્ચેનું અંતર છે. અનુપ્રેક્ષાના ઉક્ત અર્થ અનુસાર તેને આમ્નાય પહેલાં રાખવાનું પણ અનુચિત નથી.
આમ્નાય, ઘોષવિશુદ્ધ, પરિવર્તન, ગણન અને રૂપાદાન– આ આમ્નાય કે પરિવર્તનાના પર્યાયવાચી શબ્દો છે.
અર્થોપદેશ, વ્યાખ્યાન, અનુયોગ-વર્ણન, ધર્મોપદેશ – આ ધર્મોપદેશ કે ધર્મકથાના પર્યાયવાચી શબ્દો છે." ૧૫. (શ્લોક ૩૫)
ધ્યાન આત્યંતર-તપનો પાંચમો પ્રકાર છે. તત્ત્વાર્થસૂત્ર અનુસાર વ્યુત્સર્ગ પાંચમો અને ધ્યાન છઠ્ઠો પ્રકાર છે. ધ્યાન પહેલાં વ્યુત્સર્ગ કરવામાં આવે છે, એ દષ્ટિએ આ ક્રમ ઉચિત છે અને વ્યુત્સર્ગ ધ્યાન વિના પણ કરવામાં આવે છે. તેનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે, એટલા માટે તેને ધ્યાનની પછી પણ રાખવામાં આવે છે. ધ્યાનની પરિભાષા
ચેતનાની બે અવસ્થાઓ હોય છે – ચલ અને સ્થિર, ચલ ચેતનાને ‘ચિત્ત' કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે – (૧) ભાવના – ભાવ્ય વિષય ઉપર ચિત્ત વારંવાર લગાડવું. (૨) અનુપ્રેક્ષી – ધ્યાનમાંથી વિરત થયા પછી પણ તેનાથી પ્રભાવિત માનસિક ચેષ્ટા. (૩) ચિતા - સામાન્ય માનસિક ચિંતા.
उ.
૧. એજન, શાર, શ્રતસાગરીય વૃત્તિ:Bસ્થાનોળારવા
यच्छुद्धं घोषणं पुनः पुनः परिवर्तनं स आम्नायः कथ्यते । ૨. એજન, શાર, માથાનુસારી ટા:સતિ પ્રાર્થયો
मनसाऽभ्यासोऽनुप्रेक्षा । न तु बहिर्वर्णोच्चारणमनुश्रावणीयम् ।आम्नायोऽपि परिवर्तनं उदात्तादिपरिशुद्धमनुश्रावणीयमभ्यासविशेषः ।
तत्त्वार्थ सूत्र, ९।२५, भाष्य : आम्नायो घोषविशुद्धं परिवर्तनं गुणनं, रूपादानमित्यर्थः । એજન, શાર, : અર્થોપશો ચા સ્થાને અનુયાવનું धर्मोपदेश इत्यनर्थान्तरम्। તત્ત્વાર્થ સૂત્ર, શ ૨૦ | એજન, મૂત્ર ૧. ૨૨.
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org