Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
તપો-માર્ગ-ગતિ
૧.
૨.
૩.
પ્રવચનસારોદ્ધાર અનુસાર ઋજુ માર્ગે ભિક્ષાટન કરતો કરતો તે જાય છે, પાછા ફરતાં ભિક્ષા લેતો નથી.
આ ગોચરાગ્રની પ્રતિમાઓથી ઊણોદરી થાય છે. એટલા માટે તેમને ‘ક્ષેત્રત: અવમૌર્ય' પણ કહેવામાં આવેલ છે. સાત એષણાઓ –
(૧) સંસૃષ્ટા – ખાદ્ય વસ્તુથી ખરડાયેલ હાથ કે પાત્ર વડે અપાતી ભિક્ષા લેવી.
-
(૨) અસંસૃષ્ટા – ભોજન-વસ્તુ વડે નહીં ખરડાયેલ હાથ કે પાત્ર વડે અપાતી ભિક્ષા લેવી.
૭૭૭
(૩) ઉદ્ધૃતા – પોતાના પ્રયોજન માટે રાંધવાના પાત્રથી બીજા પાત્રમાંથી કાઢવામાં આવેલ આહાર લેવો.
(૪) અલ્પલેપા – અલ્પ લેપવાળી અર્થાત્ ચણા, પૌઆ વગેરે કોરી વસ્તુ લેવી.
(૫) અવગૃહીતા – ખાવા માટે થાળીમાં પીરસેલ આહાર લેવો.
=
(૬) પ્રગૃહીતા – પીરસવા માટે કડછી કે ચમચાથી નીકળેલ આહાર લેવો.
(૭) ઉજ્જીિતધર્મા — જે ભોજન અમનોજ્ઞ હોવાના કારણે પરિત્યાગ કરવા યોગ્ય હોય, તે લેવું.
મૂલારાધનામાં વૃત્તિ-સંક્ષેપના પ્રકારો જુદી રીતે આપેલા મળે છે. –
(૧) સંસૃષ્ટ – શાક, કળથી વગેરે ધાન્યોથી સંસૃષ્ટ આહાર.
(૨) ફલિહા – વચ્ચે ભાત અને તેની ચારે બાજુ શાક રાખ્યું હોય તેવો આહાર.
(૩) પરિખા – વચ્ચે અન્ન અને તેની ચારે બાજુ વ્યંજન રાખેલ હોય તેવો આહાર.
(૪) પુષ્પોપહિત – વ્યંજનોની વચ્ચે પુષ્પોની જેમ અન્નની રચના કરવામાં આવી હોય તેવો આહાર.
(૫) શુદ્ધગોપહિત – વાલ વગેરે ધાન્ય ભેળવેલ ન હોય તેવા શાક, વ્યંજન વગેરે.
અમુક દ્રવ્ય, અમુક ક્ષેત્રમાં, અમુક કાળે અને અમુક અવસ્થામાં મળે તો લઉં, નહીં તો નહીં – આવા પ્રકારના અનેક અભિગ્રહો દ્વારા વૃત્તિનો સંક્ષેપ કરવામાં આવે છે.
ઔપપાતિકમાં વૃત્તિ-સંક્ષેપના ત્રીસ પ્રકારો દર્શાવ્યા છે” -
(૬) લેપકૃત – હાથને ચોટે તેવો આહાર.
(૭) અલેપકૃત – હાથને ન ચોંટે તેવો આહાર.
(૮) પાનક – દ્રાક્ષ વગેરે વડે શોધિક પાન – ભલે તે સિક્થ-સહિત હોય કે સિક્થ-રહિત.૪
प्रवचनसारोद्धार, गाथा ७४६ ।
बृहद्वृत्ति, पत्र ६०५- ६०६ : नन्वत्र गोचररूपत्वाद्भिक्षाचर्यात्वमेवासां तत्कथमिह क्षेत्रावमौदार्यरूपतोक्ता ? उच्यते, अवमौदार्य ममास्त्वित्यभिसम्बन्धिना विधीयमानत्वादवमौदार्यव्यपदेशो ऽप्यदुष्ट एव, दृश्यते हि निमित्तभेदादेकत्रापि देवदत्तादौ पितृपुत्राद्यने कव्यपदेशः एवं पूर्वत्र ग्रामादिविषयस्योत्तरत्र कालादिविषयस्य च नैयतस्याभिग्रहत्वेन भिक्षाचर्यात्वप्रसंगेन इदमेवोत्तरं वाच्यम् ।
(ક) પ્રવચનસારોદ્વાર, ગાથા ૭૩૨-૭૪૩ । (ખ) સ્થાનાંત્ત, ૭૫ ૮, વૃત્તિ પત્ર રૂ૮ ।
Jain Education International
અધ્યયન-૩૦ : ટિપ્પણ ૭
૪.
૫.
૬.
'
મૂત્તારાધના, ફાર્૨૦, વિનવોદ્યા: સંસિવું—શાળવું મા षादिसंसृष्टमेव । फलिहा - समंतादवस्थितशाकं मध्यावस्थितौदनं । परिखा - व्यंजनमध्यावस्थितान्नं । पुप्फोवहिदं, च व्यंजनमध्ये पुष्पबलिरिव अवस्थितसिक्थं । सुद्धगोवहिदंशुद्धेन निष्पावादिभिमिश्रेणान्नेव उवहिदं संसृष्टं शाकव्यंजनादिकं । लेवडं हस्तलेपकारि । अलेवडं यच्च हस्ते न सज्जति । पाणगं-पानं च कीदृक् ? णिसित्थगमसित्थं सिक्थरहितं पानं तत्सहितं च ।
(ક) વૃત્તવૃત્તિ, પત્ર ૬૦૭ | (ખ) મૂત્તારાધના, ફાર૨ । ओवाइयं, सूत्र ३४ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org