Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
તપો-માર્ગ-ગતિ
૭૬૫
અધ્યયન-૩૦: ટિપ્પણ ૨
૨. ઇત્વરિક (ત્તિરિયા) ઔપપાતિક (સૂત્ર ૧૯)માં ઇ–રિકના ૧૪ પ્રકારો દર્શાવાયા છે – ૧. ચતુર્થ ભક્ત–ઉપવાસ.
૮. અર્ધમાસિક ભક્ત–૧૫ દિવસના ઉપવાસ, ૨. ષષ્ટ ભક્ત–૨ દિવસના ઉપવાસ. ૯. માસિક ભક્ત–૧ મહિનાના ઉપવાસ. ૩. અષ્ટમ ભક્ત-૩ દિવસના ઉપવાસ. ૧૦. કૈમાસિક ભક્ત-૨ મહિનાના ઉપવાસ. ૪. દશમ ભક્ત-૪ દિવસના ઉપવાસ. ૧૧.રૈમાસિક ભક્ત- ૩ મહિનાના ઉપવાસ. ૫. દ્વાદશ ભક્ત-પ દિવસના ઉપવાસ. ૧૨. ચતુર્માસિક ભક્ત-૪ મહિનાના ઉપવાસ. ૬. ચતુર્દશ ભક્ત-૬ દિવસના ઉપવાસ. ૧૩. પંચમાસિક ભક્ત–૫ મહિનાના ઉપવાસ.
૭. ખોડશ ભક્ત-૭ દિવસના ઉપવાસ. ૧૪. છમાસિક ભક્ત-૬ મહિનાના ઉપવાસ. ઇ–રિક-તપ ઓછામાં ઓછું એક દિવસ અને વધુમાં વધુ છ મહિના સુધીનું હોય છે.
પ્રસ્તુત પ્રકરણમાં ઇવરિક-તપ છ પ્રકારનું બતાવવામાં આવ્યું છે – (૧) શ્રેણિ તપ, (૨) પ્રતર તપ, (૩) ઘન તપ, (૪) વર્ગ તપ, (૫) વર્ગ-વર્ગ તપ અને (૬) પ્રક્ણ તપ..
(૧)શ્રેણિ તપ – ઉપવાસથી માંડી છ મહિના સુધી ક્રમપૂર્વક જે તપ કરવામાં આવે છે, તેને શ્રેણિ તપ કહેવામાં આવે છે. તેની અનેક અવાંતર શ્રેણિઓ હોય છે. જેવી કે- ઉપવાસ, બેલા –આ બે પદોનું શ્રેણિ તપ છે. ઉપવાસ, બેલા, તેલા, ચોલા – આ ચાર પદોનું શ્રેણિ તપ છે.
(ર) પ્રતર તપ – શ્રેણિ તપ જેટલા ક્રમ – પ્રકારોથી કરી શકાય છે, તે બધા ક્રમો – પ્રકારોને ભેગા કરવાથી પ્રતર તપ થાય છે. ઉદાહરણ રૂપે ઉપવાસ, બેલા, તેલા અને ચોલા – આ ચાર પદોની શ્રેણિ લો. તેના નીચે મુજબ ચાર ક્રમ – પ્રકાર બને છે – ક્રમ–પ્રકાર ઉપવાસ
ચોલા તેલા ચોલા
ઉપવાસ ચોલા
ઉપવાસ બેલા ઉપવાસ બેલા
તેલા આ પ્રત૨ તપ છે. તેનાં કુલ પદોની સંખ્યા ૧૯ છે. આ રીતે આ તપ શ્રેણીને શ્રેણિ-પદો વડે ગુણવાથી બને છે.
(૩) ઘન તપ – જેટલાં પદોની શ્રેણિ હોય, પ્રતરને તેટલાં પદોથી ગણવાથી ઘન તપ બને છે. અહીં ચાર પદોની શ્રેણી છે. આથી ઉપર્યુક્ત પ્રતર તપને ચાર વડે ગુણવાથી અર્થાત્ તે ચારવાર કરવાથી ઘન તપ થાય છે. ઘન તપના ૬૪ પદ બને છે.
(૪) વર્ગ તપ – ઘનને ઘન વડે ગુણવાથી વર્ગ તપ બને છે. અર્થાત્ ઘન તપ ૬૪ વાર કરવાથી વર્ગ તપ બને છે. તેના ૬૪ X ૬૪ = ૪૦૯૬ પદ બને છે.
(૫) વર્ગ-વર્ગ તપ-વર્ગને વર્ગ વડે ગુણવાથી વર્ગ-વર્ગ તપ બને છે. અર્થાત વર્ગ તપ ૪૦૯૬ વાર કરવાથી વર્ગ-વર્ગ તપ બને છે. તેના ૪૦૯૬ ૪૪૦૯૬ = ૧૬૭૭૭૨ ૧૬ પદ બને છે.
(૯) પ્રકીર્ણ તપ – આ પદ શ્રેણી વગેરે નિશ્ચિત પદોની રચના વિના જ પોતાની શક્તિ અનુસાર કરવામાં આવે છે. આ અનેક પ્રકારનું હોય છે.
બેલા
તેલા
બેલા
તલો
ચોલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org