Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
અધ્યયન-૩૦ : શ્લોક ટિપ્પણ ૩-૪
શાન્ત્યાચાર્યે નમસ્કાર-સંહિતા વગેરે તથા યવમધ્ય, વજ્રમધ્ય, ચંદ્રપ્રતિમા વગેરે તપોને પ્રકીર્ણ તપ અંતર્ગત માન્યા છે. ૩. વિવિધ પ્રકારનાં મનોવાંછિત ફળ દેનાર (માચ્છિચિત્તો)
ટીકાકારે આનો અર્થ ‘મનોવાંછિત વિચિત્ર પ્રકારના ફળો આપનાર' કર્યો છે. ફળ-પ્રાપ્તિ માટે તપ ન કરવું જોઈએ, ટીકાકારનો અર્થ આ માન્યતાનો વિરોધી નથી. ‘મળદ્ધિચિત્તો' આ વાક્ય તપના ગૌણ ફળનું સૂચક છે. આગમસાહિત્યમાં આ પ્રકારના અનેક ઉલ્લેખો મળે છે. આનો અર્થ ‘મન ઇચ્છિત વિચિત્ર પ્રકારે કરવામાં આવનારું તપ’ પણ થઈ શકે છે.
૪. (શ્લોક ૧૨-૧૩)
આ બે શ્લોકોમાં મરણ-કાલ-ભાવી અનશનનું નિરૂપણ છે. ઔપપાતિકમાં તેના બે પ્રકારો નિર્દેશાયા છે – પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન.
પાદપોપગમન નિયમથી અપ્રતિકર્મ છે અને તેના બે પ્રકાર છે – વ્યાઘાત અને નિર્વ્યાઘાત.
ભક્ત-પ્રત્યાખ્યાન નિયમથી સપ્રતિકર્મ છે અને તેના પણ બે પ્રકાર છે – વ્યાઘાત અને નિર્વ્યાઘાત.
સમવાયાંગમાં આ અનશનના ત્રણ પ્રકારો દર્શાવાયા છે – ભક્ત પ્રત્યાખ્યાન, ઇંગિની અને પાદપોપગમન.
પ્રસ્તુત અધ્યયનમાં મરણ-કાલ-માવી અનશનના પ્રકારો (ભક્ત-પ્રત્યાખ્યાન વગેરે)નો ઉલ્લેખ નથી. માત્ર તેમનો સાત વિધિઓને આધારે વિચાર કરવામાં આવ્યો છે.
૭૬૬
(૧) સવિચાર – હલન ચલન સહિત.
(૨) સપરિકર્મ – શુશ્રુષા કે સંલેખના-સહિત.
(૩) નિર્ભ્રારિ – ઉપાશ્રયની બહાર ગિરી-કંદરા વગેરે એકાન્ત સ્થાનોમાં ક૨વામાં આવનાર,
(૪) અવિચાર – સ્થિરતા યુક્ત.
(૫) અપરિકર્મ – શુશ્રુષા કે સંલેખના-રહિત.
(૬) અનિર્ણરિ – ઉપાશ્રયમાં કરવામાં આવનાર.
(૭) આહારચ્છેદ.
ભક્ત-પ્રત્યાખ્યાનમાં પાણી સિવાય ત્રિવિધ આહારનું પણ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે અને ચતુર્વિધ આહારનું પણ. ઇંગિની અને પાદપોપગમન – આ બંનેમાં ચતુર્વિધ આહારનો પરિત્યાગ કરવામાં આવે છે.
ભક્ત-પ્રત્યાખ્યાન અનશન કરનાર પોતાની ઇચ્છા અનુસાર આવ-જા કરી શકે છે. ઇંગિની અનશન કરનાર નિયત પ્રદેશમાં આમ-તેમ આવી-જઈ શકે છે, પરંતુ તેનાથી બહાર જઈ શકતો નથી. પાદપોપગમન અનશન કરનાર વૃક્ષની માફક નિશ્ચેષ્ટ બનીને પડ્યો રહે છે અથવા જે આસનમાં અનશન શરૂ કર્યું હોય, તે જ આસનમાં સ્થિર રહે છે – હલન-ચલન કરતો
નથી.
૧. बृहद्वृत्ति, पत्र ६०१ : तच्च नमस्कारसहितादि
पूर्वपुरुषाचरितं यवमध्यवज्रमध्यचन्द्रप्रतिमादि च ।
એજન, પત્ર ૬૦૨ : મનસ:-વિનય દૃષ્મિતિइष्टश्चित्र:- अनेकप्रकारोऽर्थः स्वर्गापवर्गादिस्तेजोलेश्यादिर्वा यस्मात्तन्मनईप्सितचित्रार्थं ज्ञातव्यं भवति । ઓવાર્થ, સૂત્ર રૂ૨ : ......વદિપ ( ગામો ) વિષે
૨.
૩.
Jain Education International
૪.
૫.
पण्णत्ते, तं जहा - पाओवगमणे य भत्तपच्चक्खाणे य । समवाओ, समवाय १७ ।
ધૃવૃત્તિ, પત્ર ૬૦૨-૬૦૩ : મદ મંળાस्थाननिषदनत्वग्वर्त्तनादि विश्रामणादिना च वर्त्तते यत्तत्सपरिकर्मः, अपरिकर्म च तद्विपरीतम् - यद्वा परिकर्मसंलेखना सा यत्रास्ति तत्सपरिकर्म, तद्विपरीतं त्वपरिकर्म ।
For Private & Personal Use Only
www.jainelibrary.org