Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
७४४
અધ્યયન-૨૯: ટિપ્પણ પ૬-૬0
પ. સર્વગુણ સમ્પન્નતાથી (વ્યાકુળસંપન્નાઈ)
આત્મ-મુક્તિ માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–આ ત્રણ ગુણો પ્રયોજવાના હોય છે. જ્યાં સુધી નિરાવરણ જ્ઞાન, પૂર્ણ દર્શન (સાયિક સમ્યક્ત) અને પૂર્ણ ચારિત્ર (સર્વ સંવર)ની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી સર્વગુણ સંપન્નતા ઉપલબ્ધ થતી નથી. આનો અભિપ્રાય એવો છે કે કોરા જ્ઞાન, દર્શન કે ચારિત્રની પૂર્ણતાથી મુક્તિ થતી નથી. પરંતુ જ્યારે ત્રણેય પરિપૂર્ણ બને છે ત્યારે તે થાય છે. પુનરાવર્તન, શારીરિક અને માનસિક દુઃખ—આ બધાં ગુણ-વિકલતાનાં પરિણામો છે. સર્વગુણ-સંપન્નતા થતાં તે રહેતાં નથી. ૫૭. (સૂત્ર ૪૬)
“વીતરાગ' સ્નેહ અને તૃષ્ણાની બંધન-પરંપરાનો વિચ્છેદ કરી નાખે છે. પુત્ર વગેરેમાં જે પ્રીતિ હોય છે તેને સ્નેહ અને ધન વગેરે પ્રત્યે જે લાલસા હોય છે તેને તૃષ્ણા' કહેવામાં આવે છે. સ્નેહ અને તૃષ્ણાની પરંપરા ઉત્તરોત્તર વધતી રહે છે, એટલા માટે તેના બંધનને અનુબંધ કહેવામાં આવેલ છે.
વીતરાગતાનાં ત્રણ ફળો નિર્દેશાયાં છે– (૧) સ્નેહાનુબંધનો વિચ્છેદ, (૨) તૃષ્ણાનુબંધનો વિચ્છેદ અને (૩) મનોજ્ઞ શબ્દ વગેરે વિષયો પ્રત્યે વૈરાગ્ય.
વૃત્તિકારે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે– કષાય-પ્રત્યાખ્યાન વડે વીતરાગ-ભાવ ઉત્પન્ન થાય છે એમ પહેલાં બતાવવામાં આવ્યું છે, પછી પ્રસ્તુત સૂત્રની જુદી રચના શા માટે ? તેમનો અભિમત છે કે તૃષ્ણા અને સ્નેહનું મૂળ છે રાગ અને તે જ સમસ્ત અનર્થોનું મૂળ છે. તેના તરફ વિશેષ ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રસ્તુત સૂત્રની રચના કરવામાં આવી છે.' ૫૮. શાંતિથી (વંતી)
શાન્તાચાર્યે શાંતિનો અર્થ ‘ક્રોધ-વિજય’ કર્યો છે. આ અર્થને અનુસરી અહીં તે જ પરીષહો પર વિજય મેળવવાની સ્થિતિ પ્રાપ્ત છે જે ક્રોધ-વિજય સંબંધી છે. ક્રોધી મનુષ્ય ગાળ, વધ વગેરેને સહન કરી શકતો નથી. ક્રોધ પર વિજય મેળવનાર તે બધાને સહી લે છે. શાંતિનો અર્થ જો “સહિષ્ણુતા' કરવામાં આવે તો પરીષહ-વિજયનો અર્થ વ્યાપક થઈ જાય છે. સહિષ્ણુતા વડે બધા પરીષહો પર વિજય મેળવી શકાય છે, માત્ર ગાળ અને વધુ પર જ નહિ. ૫૯. અકિંચનતા (વિ)
જે ભાવના કે સંકલ્પપૂર્વક પદાર્થ-સમૂહનો ત્યાગ કરે છે તે અકિંચન છે. અકિંચનનો એક અર્થ દરિદ્ર થાય છે, તે અહીં વિવક્ષિત નથી. જે ત્યાગપૂર્વક અકિંચન બને છે, તે ત્રણે લોકના અધિપતિ બને છે
अकिञ्चनोऽहमित्यास्व, त्रैलोक्याधिपतिर्भवे ।
योगिगम्यमिदं प्रोक्तं , रहस्यं परमात्मनः ॥ ૬૦. (સૂત્ર ૪૯)
માયા અને અસત્ય તથા ઋજુતા અને સત્યનો અન્યોન્ય ગાઢ સંબંધ છે. આ સૂત્રમાં ઋજુતાનાં ચાર પરિણામ બતાવવામાં આવ્યાં છે-(૧) કાયાની ઋજુતા, (૨) ભાવની ઋજુતા, (૩) ભાષાની ઋજુતા અને (૪) અવિસંવાદન.
ઋજુતાનું પરિણામ ઋજુતા કેવી રીતે હોઈ શકે ? એવો પ્રશ્ન અહીં સહજપણે જ થાય. તેનું સમાધાન સ્થાનાંગના એક સૂત્રમાં મળે છે. ત્યાં કહેવામાં આવ્યું છે–સત્યના ચાર પ્રકાર છે-(૧) કાયાની ઋજુતા, (૨) ભાષાની ઋજુતા, (૩) ભાવની ઋજુતા અને (૪) અવિસંવાદનયોગ. ૧. વૃદવૃત્તિ, પન્ન ૧૬૦
૪. ટા, ૪ ૨૦૨: વાલ્વિદેસર્વેvvurd, તંગદા-fJqયથા, ૨. એજન, પત્ર :૨૦: ક્ષત્તિ:-ઘાય: I
भासुज्जुयया भावुज्जुयया, अविसंवायणाजोगे। ૩. એજન, પત્ર પ૨૦ : ‘પરીષહાન' અર્થાત્ વધારીનનતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org